Viral Video/ એક સેકન્ડનો ફર્ક અને મોતથી આ રીતે ભાગી જિંદગી

આ વીડિયોનું સ્લો મોશન જ આટલું આશ્ચર્યચક્તિ, તો વિચારો વાસ્તવિકતામાં શું થયું હશે….

Trending Videos
a 243 એક સેકન્ડનો ફર્ક અને મોતથી આ રીતે ભાગી જિંદગી

એવું કહેવાય છે કે જન્મ અને મૃત્યુ ભગવાનના હાથમાં છે. ક્યારે ક્યારે એવું બને છે કે કોઈક વ્યક્તિ રસ્તા પર પડ્યા પછી મરી જાય છે અને ક્યારેક એવું બને છે કે કોઈ વ્યક્તિ ભયંકર અકસ્માતથી પણ બચી જાય છે. ક્યારેક ક્યારેક જીવનનો ટાઈમિંગ એટલો ગજબનો થઇ જાય છે કે મોત હાથ મીલાવતું રહી જાય છે.આવો જ એક આશ્ચર્યચક્તિ કરનારો થોડીક જ સેકન્ડ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જે જોતાં જ એક વાર કોઈ પણ વ્યક્તિ ડરી જાય છે.

ભારતીય વન સેવા અધિકારી સુશાંત નંદાએ આ વીડિયોને તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું છે – તે નજીક હતું.

ખુબ જ ચોંકાવનારા આ સ્લો મોશન વીડિયો તમે જોઈ શકો છો કે એક માણસ બાથરૂમમાં લગભગ લપસતો પહોંચે છે અને ત્યાં રાખેલી વસ્તુઓ સાથે ટકરાઈ જાય છે. જલ્દી જ તે ઉભો થઈને બીજી તરફ દોડવા લાગે છે, ત્યાંરે જ એક લાંબો ચિતો એ જગ્યાએ ઝપટ મારતો જોવા મળે છે. જ્યાંથી તે માણસ ઉભો થયો અને દોડ્યો હતો. એટલે કે, જો તે વ્યક્તિ એક સેકંડ માટે પણ વિલંબ કર્યો હોત, તો તે ચિતાનો શિકાર બની ગયો.

વિચારો આ સ્લો મોશન હતું, તો લોકો ડરી ગયા છે, વાસ્તવિકતામાં શું દૃશ્ય હશે. એક સેકન્ડમાં જ જીવન અને મરણ વચ્ચે ઝપાઝપી થઈ હશે અને જિંદગી એક – બે સેકન્ડથી જીતી ગઈ.

અત્યાર સુધીમાં હજારો લોકો આ અદભૂત વીડિયો જોઈ ચૂક્યા છે.