Cricket/ ધોનીને લઇને CSK નાં માલિક એન શ્રીનિવાસને કર્યો ચોંકાવનારો ખુલાસો

ધોનીએ ફાઈનલ મેચ બાદ સ્પષ્ટ કર્યું હતું કે તે આવતા વર્ષે પણ IPL ની ઝગમગાટમાં રમતા જોવા મળશે. આ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સનાં માલિક એન શ્રીનિવાસને ધોનીને લઇને મોટી વાત કરી હતી.

Sports
ધોની

IPLની આગામી સીઝન માટે મેગા ઓક્શન થવા જઈ રહ્યું છે. આ હરાજીમાં ઘણા ખેલાડીઓ પર ફરીથી મોટી બોલી લગાવવામાં આવવાની છે. વળી, મેગા ઓક્શન પહેલા સૌથી મોટો સવાલ એ છે કે શું ચેન્નાઈ સુપર કિંગ્સને ચેમ્પિયન બનાવનાર કેપ્ટન એમએસ ધોની આગામી સીઝનમાં રમશે કે નહીં. જોકે, ધોનીએ ફાઈનલ મેચ બાદ સ્પષ્ટ કર્યું હતું કે તે આવતા વર્ષે પણ IPL ની ઝગમગાટમાં રમતા જોવા મળશે. આ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સનાં માલિક એન શ્રીનિવાસને ધોનીને લઇને મોટી વાત કરી હતી.

ધોની

આ પણ વાંચો – T20 World Cup / કોહલીનાં પરિવારને મળી ધમકી, પૂર્વ પાકિસ્તાની કેપ્ટને કહ્યુ- ટીકાનો અધિકાર પણ મર્યાદામાં રહી

આપને જણાવી દઈએ કે, મહેન્દ્ર સિંહ ધોનીનાં નેતૃત્વમાં ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવી IPL 2021નું ટાઈટલ જીત્યું હતું. જોકે, ધોની નથી ઈચ્છતો કે CSK તેના પર વધુ પૈસા ખર્ચે અને IPL 2022 પહેલા મેગા ઓક્શનમાં તેને જાળવી રાખે. એક ઈન્ટરવ્યુમાં એન શ્રીનિવાસને કેપ્ટન કૂલ વિશે કહ્યું હતું કે, ધોની એક ઈમાનદાર અને ન્યાયી વ્યક્તિ છે અને તે ઈચ્છતો નથી કે ટીમ તેના પર વધુ પૈસા ખર્ચે. તેમણે કહ્યું, “હું ઈચ્છું છું કે આવતા વર્ષે પણ ધોની અમારો કેપ્ટન બને અને અમારા માટે રમે.”

ધોની

આ પણ વાંચો – T20 World Cup / બટલરે બનાવ્યો અનોખો રેકોર્ડ, આમ કરનાર ઈંગ્લેન્ડનો પ્રથમ બેટ્સમેન બન્યો

પોતાના ઈન્ટરવ્યુમાં શ્રીનિવાસને એક કિસ્સો સંભળાવ્યો હતો કે એક વાર ગેરી કર્સ્ટને વર્લ્ડકપ 2011 દરમિયાન મને કહ્યું હતું કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, મેદાન પર ધોનીને કોઈ સ્પર્શ કરી શકે નહીં. ધોની સમગ્ર દેશમાં ખૂબ જ લોકપ્રિય છે, ખાસ કરીને તમિલનાડુમાં, લોકો તેને ખૂબ પસંદ કરે છે. આપને જણાવી દઈએ કે, ગયા વર્ષે ખરાબ પ્રદર્શન કરનાર ચેન્નાઈ સુપર કિંગ્સે આ વખતે IPL નું ટાઈટલ પોતાના નામે કર્યું હતુ. ધોનીનાં નેતૃત્વમાં ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવીને ચોથી વખત ટાઈટલ જીત્યું અને લીગની સૌથી સફળ ટીમ તરીકેનું ટાઈટલ જાળવી રાખ્યું હતુ.