Gujarat News/ PGVCL દ્વારા અસરગ્રત જિલ્લામાં યુદ્વના ધોરણે કામગીરી, વીજ પુરવઠામાં અવરોધને લઇ MD પ્રિતિ શર્મા દ્વારા લેવાયા તાકીદે પગલાં

આ પરિસ્થિતિને સંભાળવા માટે, PGVCLના મેનેજિંગ ડિરેક્ટરે દ્વારા ઉચ્ચ સ્તરીય અધિકારીઓની નિમણુંક કરીને વિશેષ નિયંત્રણ કક્ષની સ્થાપના કરી છે.

Gujarat Top Stories Others Breaking News

Gujarat News: ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા તા. 27 થી 31 ઓગસ્ટ 2024 દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ભારેથી અતિ ભારે પવન તેમજ વરસાદની ચેતવણી જાહેર કરી છે જે મુજબ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં ભારે વરસાદ અને પવન શરૂ થયો છે, જેથી આ જિલ્લાઓનો વીજ પુરવઠો ભારે અસરગ્રસ્ત થયેલ છે. આ જિલ્લાઓના ઘણા ભાગોમાં પાણી ભરાવાના કારણે વીજ પુરવઠાની પુનઃસ્થાપન પ્રક્રિયા અવરોધાઈ છે.

આ પરિસ્થિતિને સંભાળવા માટે, PGVCLના મેનેજિંગ ડિરેક્ટરે દ્વારા ઉચ્ચ સ્તરીય અધિકારીઓની નિમણુંક કરીને વિશેષ નિયંત્રણ કક્ષની સ્થાપના કરી છે. ઉપરાંત, વ્યક્તિગત ફરિયાદોને ઉકેલવા માટે, ટોલ-ફ્રી નંબર 19122 અને 1800 233 155 333 સાથે કેન્દ્રિય ગ્રાહક સેવા કેન્દ્ર 24×7 કાર્યરત છે, જેમાં 75 વ્યક્તિઓની સમર્પિત ટીમ કાર્યરત છે. વીજ પુરવઠાના તાત્કાલિક પુનઃસ્થાપન માટે, મુખ્ય ઇજનેર અને અધિક મુખ્ય ઇજનેર સ્તરના અધિકારીઓને વિવિધ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા છે.

પાણી ભરાયેલા વિસ્તારો સિવાય એક પણ અસરગ્રસ્ત ગામ 24 કલાકથી વધુ સમય સુધી વિજળી વિના રહી જવા પામેલ નથી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, PGVCLના મેનેજિંગ ડિરેક્ટરે 28.08.2024ના રોજ રાજકોટ ગ્રામ્ય સર્કલના પડધરીના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને આજે PGVCLના ગાંધીધામ અને ભુજ વિસ્તારની મુલાકાત લઈ અને રિસ્ટોરેશન કામગીરીની સમિક્ષા કરેલ.

પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર દ્વારા તેમની સીધી દેખરેખ હેઠળ તમામ વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેરને વહેલી તકે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા અને વ્યક્તિગત ફરિયાદોના ઉકેલ માટે ખાસ દેખરેખ રાખવા આદેશ આપ્યા છે.ટાવર લેડર વાહનોને ભાડે રાખીને તમામ શહેર વિસ્તારોમાં હાઈડ્રા સાથે ઝડપી TC (ટ્રાન્સફોર્મર સેન્ટર) બદલી માટે તૈનાત કરવામાં આવ્યા છે.જામનગર વર્તુળ કચેરી હેઠળ, વિભાગીય અને કોન્ટ્રાક્ટરના 270 થી વધુ ટીમોમાં 850 જેટલા કર્મચારીઓ અને માણસો સાથે કાર્યરત છે.

કચ્છ વિસ્તાર હેઠળ, વિભાગીય અને કોન્ટ્રાક્ટરના 104 થી વધુ ટીમો 400 કર્મચારીઓ અને માણસો સાથે કાર્યરત છે.તમામ ફિલ્ડ સ્ટાફને સલામતી સાધનો સાથે સજ્જ કરવામાં આવ્યા છે અને જરૂરીયાત મુજબ વૃક્ષ કાપવાના મશીનોની વ્યવસ્થા કરવામાં આવેલ છે.પાણી ભરાયેલા વિસ્તારોમાં નુકસાન પામેલા નેટવર્કના સર્વે માટે DE-JE ની ટીમો બનાવવામાં આવી છે અને ફીડર્સ અને નિમણુંક કરાયેલા ગામોના સંપૂર્ણ પુનઃસ્થાપન માટે ફીડર મેનેજર તરીકે નિમણુંક કરવામાં આવ્યા છે.

વીજપોલ, V કોસ આર્મ્સ અને અન્ય જરૂરી સામગ્રીને સમય બચાવવા માટે ટ્રેલરોમાંથી ઉતાર્યા વગર જ સબસ્ટેશન ખાતે પુનઃસ્થાપન કામગીરી માટે સ્થળ પર સહેલાઈથી લઈ જઈ શકાય તે રીતે અગાઉથી જ મૂકી દેવામાં આવેલ હતી.લાઇન સ્ટાફ અને ફોલ્ટ સેન્ટર કર્મચારીઓ માટે જમવા-રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મેઘો મુશળધાર, અમદાવાદમાં સતત બીજા દિવસે ભારે વરસાદની હેલી

આ પણ વાંચો: અમદાવાદમાં એક જ દિવસમાં સાત ઇંચથી વધુ વરસાદ, ઘટ પણ તેટલી જ

આ પણ વાંચો: અમદાવાદ વહેલી સવારથી વરસાદથી ભીંજાયુ, ધીમી ધારે સાર્વત્રિક વરસાદ