સુરત/ સમરસ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત

વિદ્યાર્થિની સમરસ હોસ્ટેલમાં રહેતી હતી. પોતાની જ રૂમમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. હાલમાં વેસુ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.

Gujarat Surat
આપઘાત

સુરતમાં ફરી એક વખત આપઘાત ની ઘટના સામે આવી છે.સમરસ હોસ્ટેલમાં રહેતી એક વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો. પોતાના રૂમમાં પંખા સાથે ગળે ફાંસો ખાઈને વિદ્યાર્થિનીએ મોતને વ્હાલું કરી લીધું. ઘટના અંગે જાણ થતાં ઉમરા પોલીસ તાત્કાલિક સમરસ હોસ્ટેલ પહોંચી ગઈ અને તપાસ શરૂ કરી.વિદ્યાર્થિનીએ શા કારણે આત્મહત્યા કરી તે અંગે કોઈ કારણ સામે આવ્યું નથી.

મળતી માહિતી અનુસાર, આ વિદ્યાર્થિની સમરસ હોસ્ટેલમાં રહેતી હતી. પોતાની જ રૂમમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. હાલમાં વેસુ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. જો કે,  આ વિદ્યાર્થિનીએ આત્મહત્યા કેમ કરી તે જાણી શકાયું નથી. હોસ્ટેલમાં વિદ્યાર્થિનીના મોતથી અનેક સવાલો ઉઠ્યા છે. જોકે, સાચી વાત તો પોલીસ તપાસ બાજ સામે આવશે.

આ અગાઉ વડોદરાના પાદરા તાલુકાના સાધી ગામ સ્થિત જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 10ની મિડ ટર્મ પરીક્ષા લેવામાં રહી હતી. તે દરમિયાન શિક્ષક એક વિદ્યાર્થિનીનો શારીરિક સ્પર્શ કરી ‘‘જાનુ જાનુ“ કહી બોલાવતો હતો અને તેની છેડતી કરી હોવાની વાત વિદ્યાર્થિનીએ તેના પિતાને કરતા આખરે મામલો પાદરા પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો:થિયેટર માલિકોને ‘પઠાણ’ રિલીઝ નહીં કરવાની ધમકી, અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે શખ્સની કરી ધરપકડ કરી

આ પણ વાંચો:અમદાવાદમાં રોડ શો પહેલા રોકાણકારોએ સીએમ યોગીની ટીમ સાથે કરી વન ટુ વન બેઠક

આ પણ વાંચો:IPS સહિત 15 જેટલા પોલીસ અધિકારીઓના 600 વખત લોકેશન ખાનગીરીતે મોકલ્યા

આ પણ વાંચો:કાપડના વેપારી સાથે 4 કરોડની છેતરપીંડી કરનારની ધરપકડ, બનાવ્યો હતો આવો પ્લાન 

આ પણ વાંચો:નગરો અને મહાનગરોના કામકાજમાં ગતિ લાવવા ભુપેન્દ્ર પટેલ સરકારનો મહત્વનો નિર્ણય