મોટા સમાચાર/ રાહુલ ગાંધીને સજા સંભળાવનાર સુરત CJMના પ્રમોશન પર પ્રતિબંધ, સુપ્રીમ કોર્ટના 68 જજોને આંચકો

સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં 68 જજોના પ્રમોશનને ગેરકાયદેસર બતાવી દીધું છે અને પ્રમોશન લિસ્ટ પર સ્ટે લગાવી દીધો છે. આ 68 જજોમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં સજા સંભળાવનારા જજ એચ.એચ વર્મા પણ સામેલ છે.

Top Stories Ahmedabad Gujarat
રાહુલ ગાંધીને

સુપ્રીમ કોર્ટે શુક્રવારે સુરતના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (CJM) હરીશ હસમુખભાઈ વર્મા સહિત ગુજરાતની નીચલી અદાલતોના 68 ન્યાયાધીશોને મોટો આંચકો આપતા બઢતી પર રોક લગાવી દીધી છે. સુરતના સીજેએમ હસમુખભાઈ વર્માએ તાજેતરમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા હતા.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર. શાહ અને જસ્ટિસ સી.ટી. રવિકુમારે નોંધ્યું હતું કે ગુજરાત રાજ્ય ન્યાયિક સેવા નિયમો 2005 મુજબ, લાયકાત-કમ-વરિષ્ઠતા અને બઢતીનો સિદ્ધાંત લાયકાત પરીક્ષા પાસ કર્યા પછી જ થવો જોઈએ. 2011માં નિયમોમાં સુધારો કરવામાં આવ્યો હતો.

“હાઇકોર્ટ દ્વારા જારી કરવામાં આવેલી યાદી અને જિલ્લા ન્યાયાધીશોના પ્રમોશન માટે રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલો આદેશ ગેરકાયદેસર છે અને આ કોર્ટના ચુકાદાની વિરુદ્ધ છે,” બેન્ચે જણાવ્યું હતું. આથી તે ટકાવી શકાતું નથી.

સુપ્રીમ કોર્ટે કહ્યું, “અમે પ્રમોશન લિસ્ટના અમલ પર રોક લગાવીએ છીએ. સંબંધિત બઢતી પામેલા અધિકારીઓને તેમની મૂળ પોસ્ટ પર પાછા મોકલવામાં આવે છે જ્યાં તેઓ તેમની બઢતી પહેલા પોસ્ટ કરવામાં આવ્યા હતા.

સર્વોચ્ચ અદાલતે પ્રમોશન પર રોક લગાવતો વચગાળાનો આદેશ પસાર કર્યો હતો અને ન્યાયાધીશ શાહ 15 મેના રોજ નિવૃત્ત થઈ રહ્યા હોવાથી સુનાવણી માટે યોગ્ય બેંચ સમક્ષ આ બાબતને સૂચિબદ્ધ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટ વરિષ્ઠ સિવિલ જજ કેડરના અધિકારીઓ રવિકુમાર મહેતા અને સચિન પ્રતાપરાય મહેતા દ્વારા જિલ્લા ન્યાયાધીશોની ઉચ્ચ કેડરમાં 68 ન્યાયિક અધિકારીઓની પસંદગીને પડકારતી અરજી પર સુનાવણી કરી રહી છે.

જે 68 ન્યાયિક અધિકારીઓની બઢતીને પડકારવામાં આવી છે તેમાં સુરત સ્થિત સીજેએમ વર્માનો સમાવેશ થાય છે, જેઓ હાલમાં ગુજરાત સરકારના કાનૂની વિભાગમાં અન્ડર સેક્રેટરી અને રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મદદનીશ નિયામક તરીકે કાર્યરત છે.

સુપ્રીમ કોર્ટે 13 એપ્રિલે ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ અને રાજ્ય સરકારને બે ન્યાયિક અધિકારીઓની અરજી પર નોટિસ પાઠવી હતી. સુપ્રીમ કોર્ટે આપેલા આદેશની ટીકા કરતા કહ્યું હતું કે 68 અધિકારીઓને બઢતી આપવાનો આદેશ 18 એપ્રિલે એ જાણીને પસાર કરવામાં આવ્યો હતો કે મામલો તેની સમક્ષ પેન્ડિંગ છે.

આ પણ વાંચો:જૂનાગઢની જેલમાં હવાલદાર પર હુમલો કરનાર 17 વર્ષે ઝડપાયો

આ પણ વાંચો:અંબિકા નજીક ગમખ્વાર અકસ્માત, બસની અડફેટે આવતા પાંચ લોકોના મોત : જુઓ CCTV

આ પણ વાંચો:ગુડ બાય માય ઓલ ફ્રેન્ડ,ટુ ડે ઇઝ માય લાસ્ટ ડે, ઇન્સ્ટ્રાગ્રામ પર સ્ટેટસ મુકી વિદ્યાર્થી પંખે લટકી ગયો

આ પણ વાંચો:ખોટા બિલો બનાવી આ શખ્સે સરકારને લગાવ્યો કરોડોનો ચુનો…વાંચો કેવી રીતે પકડાયો

આ પણ વાંચો:હિન્દુ યુવતીએ વિધર્મી સાથે પ્રેમ સંબંધ તોડતા વિધર્મીએ આપી ધમકી, પોલીસે કરી ધરપકડ