સ્કૂલ/ આરોગ્ય વિભાગની ટીમ પહોચી સ્કૂલમાં

વલસાડની ચીચાઈ પ્રાથમિક સ્કૂલમાં ૨ શિક્ષકો  કોરોના સંક્રમિત બન્યા ૧૭ બાળકોને ૭ દિવસ માટે રાખવામાં આવ્યા ઓબ્ઝર્વેશનમાં રાજ્ય સરકાર દ્વારા સ્કૂલો શરૂ કરવામાં આવી છે. ત્યારે અનેક બાળકો તેમજ શિક્ષકો કોરોના સંક્રમીત બનવા પામ્યા છે. જેમાં વલસાડ જીલ્લાની પ્રાથમિક સ્કૂલમાં બે શિક્ષકો કોરોના સંક્રમિત હોવાનું માલુમ પડતા આરોગ્ય વિભાગની ટીમે સ્કૂલમાં તપાસ હાથ ધરી છે. […]

Gujarat Others
vlcsnap 2021 03 13 18h48m34s716 આરોગ્ય વિભાગની ટીમ પહોચી સ્કૂલમાં

વલસાડની ચીચાઈ પ્રાથમિક સ્કૂલમાં ૨ શિક્ષકો  કોરોના સંક્રમિત બન્યા

૧૭ બાળકોને ૭ દિવસ માટે રાખવામાં આવ્યા ઓબ્ઝર્વેશનમાં

રાજ્ય સરકાર દ્વારા સ્કૂલો શરૂ કરવામાં આવી છે. ત્યારે અનેક બાળકો તેમજ શિક્ષકો કોરોના સંક્રમીત બનવા પામ્યા છે. જેમાં વલસાડ જીલ્લાની પ્રાથમિક સ્કૂલમાં બે શિક્ષકો કોરોના સંક્રમિત હોવાનું માલુમ પડતા આરોગ્ય વિભાગની ટીમે સ્કૂલમાં તપાસ હાથ ધરી છે. તેમજ બાળકોને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. તેમજ આખી સ્કૂલને સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવા આવી છે.

WhatsApp Image 2021 03 13 at 4.34.42 PM આરોગ્ય વિભાગની ટીમ પહોચી સ્કૂલમાંસમગ્ર સ્કૂલને કરવામાં આવી સેનેટાઈઝ

આ પણ વાંચો: આફ્રિકામાં તબાહી મચાવનારા કોરોનાના નવા સ્ટ્રેનની હવે ગુજરાતના આ શહેરમાં એન્ટ્રી,ખળભળાટ

રાજ્યમાં સ્કૂલ કોલેજ શરૂ થયાના થોડાક જ સમયમાં શિક્ષકો સહીત બાળકો કોરોના સંક્રમિત બનવા પામ્યા  છે. સુરત બાદ વલસાડ જીલ્લાના ચીચાઈ પ્રાથમિક સ્કૂલમાં ૨ શિક્ષકો કોરોના પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા સ્કૂલના ૧૭ વિધાર્થીઓને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.  સ્કૂલના વિધાર્થીઓને ૭ દિવસ માટે ઓબ્ઝર્વેશનમાં  રાખવામાં આવ્યા છે. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા શિક્ષકના સંપર્કમાં આવેલ તમામ લોકોનું પણ ટેસ્ટીંગ કરવાની કામગીરી હાથ ધરી છે. તેમજ સમગ્ર સ્કૂલને સેનેટાઈઝ કરવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ