Not Set/ ભારતમાં ઓમિક્રોનને લઇને ત્રીજી લહેરની આશંકા, વૈજ્ઞાનિકોએ કર્યો દાવો

ભારતમાં હવે થર્ડ વેવની આશંકાએ લોકોમાં ફફડાટ પૈદા કરી દીધો છે. જી હા, ત્રીજી લહેરને લઇને વૈજ્ઞાનિકો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે.

Top Stories India
કોરોનાની ત્રીજી લહેર
  • ઓમિક્રોનને લઇને ત્રીજી લહેરની આશંકા
  • ભારતમાં ત્રીજી લહેરની સંભાવના
  • કોરોનાની ત્રીજી લહેર આવી શકે
  • વૈજ્ઞાનિકો દ્વારા કરાયો દાવો
  • ભારતમાં ઓમિક્રોનનાં ચાર નવા કેસ

ભારતમાં બીજી લહેર કેવી હતી તે લગભગ કહેવાની જરૂર નથી. આ બીજી લહેર ભારત માટે મોટો કહેર લઇને આવી હતી. આ સમયથી દેશ ઘણી મુશ્કેલીઓથી નિકળી શક્યો છે ત્યારે હવે થર્ડ વેવની આશંકાએ લોકોમાં ફફડાટ પૈદા કરી દીધો છે. જી હા, ત્રીજી લહેરને લઇને વૈજ્ઞાનિકો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે.

11 2021 12 05T090408.431 ભારતમાં ઓમિક્રોનને લઇને ત્રીજી લહેરની આશંકા, વૈજ્ઞાનિકોએ કર્યો દાવો

આ પણ વાંચો –  નવી મુસિબત / Omicron ને લઇને દુનિયાનાં વેક્સિન નિર્માતાઓની શું છે તૈયારીઓ અને દાવાઓ?

આપને જણાવી દઇએ કે, ભારતમાં ભલે  દૈનિક કોરોનાનાં કેસમાં ઘટાડો થઇ રહ્યો હોય પરંતુ આ સ્થિતિને વૈજ્ઞાનિકો તોફાન પહેલાની શાંતિ સમજી રહ્યા છે. ત્યારે હવે ત્રીજી લહેર દેશમાં ત્રાટકે તે લગભગ નિશ્ચિત છે. કોરોના વાયરસનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનની અસર ડિસેમ્બરનાં છેલ્લા અઠવાડિયા સુધીમાં જોવા મળશે. ઓમિક્રોનની ટોચ જાન્યુઆરીનાં છેલ્લા સપ્તાહમાં અથવા ફેબ્રુઆરીની શરૂઆતમાં આવશે. IIT નાં વરિષ્ઠ વૈજ્ઞાનિક પદ્મશ્રી, પ્રો. મનિન્દ્ર અગ્રવાલે એક નવા અભ્યાસમાં આ દાવો કર્યો છે. ત્રીજી લહેર, જોકે, બીજી લહેર કરતા ઓછી ઘાતક હશે. આપને જણાવી દઈએ કે, હાલમાં જ દક્ષિણ આફ્રિકામાં કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન મળી આવ્યો છે, જેના કારણે સમગ્ર દુનિયામાં હલચલ મચી ગઈ છે. અભ્યાસ અનુસાર, ત્રીજી લહેર બીજી લહેર જેટલી ઘાતક નહીં હોય. પ્રો.અગ્રવાલે તેમના ગાણિતિક મોડલ ફોર્મ્યુલાનાં આધારે આ તારણ કાઢ્યું છે. અગાઉ પ્રો. મનિન્દ્રએ ગાણિતિક મોડલ ફોર્મ્યુલાનાં આધારે બીજા લહેર પછી જ નવા મ્યુટન્ટ્સનાં આગમનને કારણે ત્રીજા લહેરની આગાહી કરી હતી. કોરોના ચેપની પ્રથમ અને બીજા લહેરમાં પોતાના ગાણિતિક મોડલ ફોર્મ્યુલા દ્વારા આંકલન કરનાર પ્રો.અગ્રવાલે દક્ષિણ આફ્રિકામાં ફેલાયેલા ઓમિક્રોન વેરિઅન્ટ્સ પર અભ્યાસ શરૂ કરીને પ્રારંભિક અભ્યાસ બહાર પાડ્યો છે.

11 2021 12 05T090459.479 ભારતમાં ઓમિક્રોનને લઇને ત્રીજી લહેરની આશંકા, વૈજ્ઞાનિકોએ કર્યો દાવો

આ પણ વાંચો – સંકટમાં ગુજરાત / રાજ્યમાં Omicron નાં દર્દીની વાંચો ટ્રાવેલ હિસ્ટ્રી, જામનગર-રાજકોટ બાદ શું અમદાવાદમાં હશે એન્ટ્રી?

આ મુજબ, અત્યાર સુધી જે પણ કેસ સ્ટડી સામે આવ્યા છે તેમાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે પરંતુ વધુ જાનહાનિ જોવા મળી નથી. પ્રો. અગ્રવાલે કહ્યું કે, સપ્ટેમ્બર મહિનામાં જ ત્રીજી લહેર વિશે કરવામાં આવેલા આંકલન સાચુ સાબિત થઈ રહ્યું છે. ઘણા દેશોમાં ફેલાયા બાદ ભારતમાં પણ ઓમિક્રોનનાં કેસ આવવા લાગ્યા છે. તેમણે કહ્યું કે, જ્યારે ત્રીજી લહેર ટોચ પર હશે, ત્યારે દરરોજ એકથી દોઢ લાખ સુધી સંક્રમિત દર્દીઓ થવાની સંભાવના છે. પ્રો.અગ્રવાલે તેમના ગાણિતિક મોડલ ફોર્મ્યુલાનાં પ્રથમ અને બીજી લહેરમાં પણ અભ્યાસ કર્યો હતો. અહેવાલ અંગેનું તેમનું મૂલ્યાંકન મહદઅંશે સાચું સાબિત થયું હતું.