Ahmedabad/ ટ્રાફિક પોલીસે લાયસન્સ માંગતા બાઈક ચાલકે કર્યું એવું કે થઇ તેની સામે પોલીસ ફરિયાદ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ હવે પોલીસ જવાનો દ્વારા કાયદાનું પાલન કરાવવા માટે તનતોડ મહેનત કરવામાં આવી રહી છે. શહેરમાં ટ્રાફિકના નિયમોનું અમદાવાદીઓ ચુસ્તપણે પાલન કરે તે માટે જગ્યા જગ્યાએ વાહન ચેકીંગ શરુ કરી દેવામાં આવી છે અને જે લોકો માસ્ક વગર, લાયસન્સ વગર, કે પછી હેલ્મેટ વગર ફરતા દેખાય રહ્યા છે ત્યારે તેમને […]

Ahmedabad Gujarat
1

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ હવે પોલીસ જવાનો દ્વારા કાયદાનું પાલન કરાવવા માટે તનતોડ મહેનત કરવામાં આવી રહી છે. શહેરમાં ટ્રાફિકના નિયમોનું અમદાવાદીઓ ચુસ્તપણે પાલન કરે તે માટે જગ્યા જગ્યાએ વાહન ચેકીંગ શરુ કરી દેવામાં આવી છે અને જે લોકો માસ્ક વગર, લાયસન્સ વગર, કે પછી હેલ્મેટ વગર ફરતા દેખાય રહ્યા છે ત્યારે તેમને ટ્રાફિક પોલીસ દ્વારા અટકાવામાં આવી રહ્યું છે અને તેમને કાયદેસરની દંડની પહોંચ આપીને તેમના પાસેથી દંડ વસૂલી લઈને તેમને કાયદાનું ભાન કરાવામાં આવી રહ્યું છે. પોલીસની કડક કામગીરીને કારણે શહેરમાં ઘણી જગ્યાએથી સંઘર્ષના બનાવ પણ સામને આવી રહ્યા છે.

તાજેતરની જો વાત કરવામાં આવે તો નહેરુબ્રિજ પાસે સવારે 10 વાગ્યાની આસપાસ એલીઝ્બ્રીજ ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. વાહન ચેકીંગ દરમિયાન પ્રિયંક ખોખરા નામનો વાહનચાલક ત્યાંથી પસાર થતા પોલીસે તેને અટકવાયો હતો. વાહન ચાલક પાસેથી પોલીસે લાયસન્સ માંગતા તેણે લાયસન્સ આપવાની જગ્યાએ પોલીસ સાથે દાદાગીરી કરી હતી અને પોલીસની કામગીરીમાં રુકાવટ ઉભી કરીને તેણે પોલીસની કામગીરીથી છટકવા માટે તેણે બાઈક ચાલુ કરીને ભાગવાનો પ્રયાસ કરતા લોકરક્ષક સંજયકુમારના પગ ઉપર વ્હીલ ચડાવી દઈને તેમને ઈજાઓ પહોંચાડી હતી. જોકે, તે પોલીસની પકડથી દૂર પહોંચે તે પહેલા જ પોલીસે તેને દબોચી લઈને તેને એલીઝ્બ્રીજ પોલીસ સ્ટેશન ખાતે લઇ ગયા હતા. જ્યાં તેની સામે આઈપીસીની કલમ 186ની કલમ મુજબની કાર્યવાહી કરીને આગળની તપાસ હાથ ધરી હતી.