#People_Protest/ સુરેન્દ્રનગરમાં ગણપતિ ફાટસર વિસ્તારમાં પાણી સમસ્યા મામલે સ્થાનિકોનો અનોખો વિરોધ

રહીશોની ફરિયાદ છે કે શહેરમાં ચોમાસના વરસાદ બાદ ઠેરઠેર રસ્તાઓ તૂટી ગયા છે તો ક્યાંક પાણીની પાઈપલાઈનમાં લીકેજ છે તો ક્યાંક અનેક સ્થાનો પર પીવાનું પાણી પૂરતી માત્રામાં નથી મળતું. આ તમામ સમસ્યાનો પાલિકા જલદી નિકાલ લાવે.

Gujarat
YouTube Thumbnail 29 સુરેન્દ્રનગરમાં ગણપતિ ફાટસર વિસ્તારમાં પાણી સમસ્યા મામલે સ્થાનિકોનો અનોખો વિરોધ

સુરેન્દ્રનગરમાં પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોનો અનોખ વિરોધ જોવા મળ્યો. શહેરી વિસ્તારમાં પાલિકા દ્વારા છોડવામાં આવતું પાણી ઘણા સમયથી ડહોળુ આવતા ફરિયાદો ઉઠી. સ્થાનિકોએ આ મામલે અનેક વખત નગરપાલિકામાં રજૂઆત કરી છતાં સમસ્યાનો કોઈ ઉકેલ ના લાવતા રહીશોએ રસ્તો ચક્કાજામ કર્યો. પાણીની સમસ્યાને લઈને તંત્રનું પેટનું પાણી ના હાલતા આખરે રહીશોએ આ રસ્તો અપનાવ્યો.

નગરપાલિકા દ્વારા છોડાતા ડહોળા પાણી મામલે પાલિકાએ ધ્યાન ન આપતા ગણપતિ ફાટસર વિસ્તારના લોકોએ હાઇવે જામ કર્યો. આ વિસ્તારના રહીશોએ રેલ્વે ફાટકથી રાજકોટ બાય પાસ હાઇવે પર ચક્કાજામ કરતા હાઇવે પર વાહનોની કતારો લાગી. સ્થાનિકોના આ પગલાથી આખરે તંત્રના બહેરા કાને અવાજ સાંભળ્યો અને પોલીસ પહોંચી ઘટનાસ્થળે પંહોચી. હાઈવે પર ચક્કાજામ કર્યાનો હાઈ વોલ્ટેજ ડ્રામા સતત બે કલાકથી વધુ સમય સુધી ચાલ્યો હતો. આ ચક્કજામમાં મહિલાઓ અને બાળકો પણ જોડાયા હતા. બે કલાક સુધી આ ચક્કજામ કરવામાં આવ્યા બાદ અંતે આગેવાનો અને પોલીસની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો.

ગણપતિ ફાટસર વિસ્તારના રહીશોએ ચોખ્ખુ અને પૂરતુ પાણી ના મળતા પાલિકાને ફરિયાદ કરી હતી. ડહોળું પાણી આવતા તેને રસોઈ અને પીવાના પાણીમાં ઉપયોગ કરવાના કરાણે ઝાડા ઉલટી જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ વધવા લાગી. લોકો ગંભીર બીમારીમાં સપડાય તે પહેલા જ પાલિકા તંત્ર દ્વારા પાણી શુધ્ધ કરીને આપવામાં આવે તેવી સ્થાનિક રહીશો દ્વારા માંગ ઉઠી. સ્થાનિકોએ વધુમાં ફરિયાદ કરતાં જણાવ્યું કે ચોમાસા દરમ્યાન પણ તેમના ઘરોમાં ગંદુ પાણી ઘૂસી ગયું હતું જેનો પાલિકા દ્વારા નિકાલ કરાયો નહોતો. રહીશોની ફરિયાદ છે કે શહેરમાં ચોમાસના વરસાદ બાદ ઠેરઠેર રસ્તાઓ તૂટી ગયા છે તો ક્યાંક પાણીની પાઈપલાઈનમાં લીકેજ છે તો ક્યાંક અનેક સ્થાનો પર પીવાનું પાણી પૂરતી માત્રામાં નથી મળતું. આ તમામ સમસ્યાનો પાલિકા જલદી નિકાલ લાવે તેવી રજૂઆત કરાઈ હતી.

સુરેન્દ્રનગર, વઢવાણ, રતનપર, જોરાવરનગર સહીતની અંદાજે 2 લાખથી વધુ જનતાને પાલિકા તંત્ર દ્વારા ધોળીધજા ડેમમાંથી પાણી વિતરણ કરવામાં આવે છે પરંતુ છેલ્લા થોડા દિવસોથી પાલિકા તંત્ર દ્વારા જે વિવિધ વોર્ડમાં પાણી વિતરણ કરવામાં આવે છે તેમાં પાણી ડહોળું આવતુ હોવાની ફરીયાદો ઉઠી રહી છે. ખાસ કરીને રતનપર, જોરાવરનગર, દાળમીલ રોડ, દુધરેજ રોડ સહીતના વિસ્તારમાં ડહોળુ પાણી આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે સમગ્ર શહેરમાં રોગચાળો ફાટી નીકળે તે પહેલા પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી શુધ્ધ પાણી વિતરણ કરવામાં આવે તેવી શહેરીજનોમાં માંગ ઉઠી છે.