Not Set/ બપ્પી લાહિરીને શબ્દરૂપી શ્રદ્ધાંજલી..

મંતવ્ય આજે તમને બપ્પી લાહિરીની બાયોગ્રાફી, પરિવાર, કેરિયર, નેટ વર્થ વગેરે વિશે જણાવવા જઈ રહ્યું છે, તો ચાલો જાણીએ બપ્પી લાહિરીના જીવનચરિત્રને અને અર્પણ કરીએ તેમને શબ્દરૂપી શ્રદ્ધાંજલી..

Trending
bappi laheri બપ્પી લાહિરીને શબ્દરૂપી શ્રદ્ધાંજલી..

બોલીવુડના દિવંગત સંગીતકાર બપ્પી લાહિરી ભલે આપણી વચ્ચે નથી પરંતુ તેમના ગીતો હંમેશ માટે અમર છે. હિન્દી ફિલ્મ જગતમાં બપ્પી લાહિરીનું નામ તેમની પોપ સ્ટાઈલ માટે યાદ કરવામાં આવશે. તેણે બોલિવૂડ ગીતોને એક નવી સ્ટાઈલ આપી છે. આપણે બપ્પી લાહિરીને બપ્પી લહેરી તરીકે પણ જાણીએ છીએ. એટલું જ નહીં, લોકો બપ્પી લાહિરીને બપ્પી દા કહીને પણ બોલાવે છે.

આજે ભાગ્યે જ કોઈ એવું હશે જે બપ્પી લાહિરી વિશે જાણતું ન હોય. વેલ, આપણે બધા બપ્પી દાના જીવન વિશે ઘણું જાણીએ છીએ. પરંતુ તેમ છતાં પણ કેટલીક એવી બાબતો છે જેનાથી આપણે અજાણ છીએ. તો મંતવ્ય આજે તમને બપ્પી લાહિરીની બાયોગ્રાફી, પરિવાર, કેરિયર, નેટ વર્થ વગેરે વિશે જણાવવા જઈ રહ્યું છે. તો ચાલો જાણીએ બપ્પી લાહિરીના જીવનચરિત્રને અને અર્પણ કરીએ તેમને શબ્દરૂપી શ્રદ્ધાંજલી..

ગોલ્ડી લહેરી તરીકે પણ ઓળખતા

પ્રખ્યાત સંગીતકાર અને ગાયક બપ્પી લાહિરીનો જન્મ 27 નવેમ્બર 1952ના રોજ થયો હતો. સિરાજગંજ (બાંગ્લાદેશ) (હાલનું જલપાઈગુડી, પશ્ચિમ બંગાળ) માં જન્મેલા બપ્પી દા તેમના ગીતો તેમજ તેમના કપડાં માટે જાણીતા હતા. તેમને સોનાના આભૂષણોનો શોખ હતો માટે જ તે હંમેશા ગોલ્ડ પહેરતા. તેમની આ શૈલી લોકોને આકર્ષિત કરતી હતી. ઘણા લોકો તેમને ગોલ્ડી લહેરી તરીકે પણ ઓળખતા હતા.

બપ્પી દાના મામા હતા કિશોર કુમાર

1 20 બપ્પી લાહિરીને શબ્દરૂપી શ્રદ્ધાંજલી..

બપ્પી લાહિરીનું અસલી નામ આલોકેશ લાહિરી છે પરંતુ લોકો તેમને બપ્પીના નામથી જ ઓળખે છે. તેમને  માત્ર 3 વર્ષની નાની ઉંમરે તબલા વગાડવાનું શરૂ કર્યું હતું. નાની ઉંમરે ગીતો અને સંગીતની દુનિયામાં પ્રવેશેલા બપ્પી લાહિરીએ 14 વર્ષની ઉંમરે તેમનું પ્રથમ સંગીત આપ્યું હતું. એવું કહેવાય છે કે બપ્પી લાહિરીના મામા કિશોર કુમાર હતા અને તેમણે જ બપ્પીને સંગીતની દુનિયામાં હાથ અજમાવવાની સલાહ આપી હતી. 19 વર્ષની ઉંમરે તેમને કોલકાતાથી મુંબઈની મુસાફરી કરી હતી. બપ્પી દાને ભારતના ડિસ્કો કિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ષ 1973માં બપ્પી લાહિરીએ ફિલ્મ “નન્હા શિકારી”માં સંગીત આપ્યું અને ત્યાંથી શરૂ થઇ તેમની ફિલ્મી  સંગીતની સફર જે ક્યારેય અટકી નહીં. આ ફિલ્મ પહેલા બપ્પી લાહિરીએ એક બંગાળી ફિલ્મમાં ગીત પણ ગાયું હતું.

માતા-પિતા પાસેથી મેળવ્યું સંગીતનું શિક્ષણ

બપ્પી લાહિરીના પિતાનું નામ અપરેશ લાહિરી હતું, જેઓ બંગાળી ગાયક હતા. જયારે તેમની માતાનું નામ બાંસુરી લાહિરી હતું, જેઓ સંગીતકાર હતા. બપ્પી દાએ પોતાના માતા-પિતા પાસેથી સંગીતનું શિક્ષણ મેળવ્યું હતું. જો કે તેમણે ઘણા ગીતો ગાયા, પરંતુ અસલી ઓળખ વર્ષ 1975માં આવેલી ફિલ્મ “ઝખ્મી” થી મળી. આ ફિલ્મમાં બપ્પી દા સાથે મો.રફી સાહેબ અને કિશોર કુમારે પણ ગીતો ગાયાં હતાં.

માઇકલ જેક્શને બોલાવ્યા હતા શોમાં

22 બપ્પી લાહિરીને શબ્દરૂપી શ્રદ્ધાંજલી..

બપ્પી લાહિરી એવા સંગીતકાર હતા જેમણે પ્રખ્યાત ડાન્સર માઈકલ જેક્સનના શોમાં ભાગ લીધો હતો. માઈકલે પોતે બપ્પી દાને પોતાના શોમાં બોલાવ્યા હતા. આ શો વર્ષ 1996માં મુંબઈમાં લાઈવ રાખવામાં આવ્યો હતો. બપ્પી લાહિરી પોપ મ્યુઝિક માટે જાણીતા હતા પરંતુ આ માટે તેમનો સખત વિરોધ પણ થયો હતો.

રાજકારણમાં પણ અપનાવ્યો હતો હાથ

ગીતની દુનિયામાં નામ કમાવનાર બપ્પી લહેરીએ રાજકારણમાં પણ હાથ અજમાવ્યો. વર્ષ 2014માં બપ્પી લાહિરીને ભાજપ તરફથી ટિકિટ મળી હતી. જેના પર તેમણે ચૂંટણીમાં પણ ભાગ લીધો હતો પરંતુ તેઓ હારી ગયા હતા.

માતાએ આપી હતી સોનાની પ્રથમ ચેઇન

બપ્પી લાહિરી હંમેશા સોનાના આભૂષણોથી લદાયેલા જોવા મળતા હતા. તેઓ માનતા હતા કે સોનું પહેરવું તેમના માટે નસીબદાર છે. બપ્પી લાહિરીને તેમની પ્રથમ ચેઈન તેની માતાએ આપી હતી જ્યારે બીજી ચેઈન તેમની પત્નીએ આપી હતી. બપ્પી લાહિરીની પત્નીનું નામ ચિતરાની લાહિરી છે. તેમના લગ્ન 24 જાન્યુઆરી 1977ના રોજ થયા હતા. તેમને એક દિકરો અને દિકીર છે જેમના નામ બપ્પા લહેરી અને રેમા લહેરી છે. પ્રખ્યાત ગીતકાર અને સંગીતકાર બપ્પી લાહિરી તેમના ગીતોથી ઘણી કમાણી કરતા હતા. આ સિવાય તે ઘણા શોમાં પણ જોવા મળતા હતા. જ્યાંથી તે સારી આવક કરતા હતા. બપ્પી લાહિરીની કુલ નેટવર્થ 22 કરોડ હતી.

ડિસ્કો કીંગનું લેબલ

disko king બપ્પી લાહિરીને શબ્દરૂપી શ્રદ્ધાંજલી..

બપ્પી દાના નિર્માતાઓએ મોટેભાગે તેમનો ઉપયોગ ડિસ્કો સંગીત અને પોપ્યુલર સંગીતમાં વધુ કર્યો છે, પરંતુ આ જ સંગીતકારે ‘ઐતબાર’ જેવી ફિલ્મમાં ‘કિસી નજર કો તેરા ઈંતજાર આજ ભી હૈ’ જેવી ગઝલનું કમ્પોઝીશન કરીને સાબીત કર્યું હતું કે તેઓ પોપ્યુલર કે ડિસ્કો સંગીતની સાથે સાથે ગઝલનું કમ્પોઝીશન પણ એકસ્ટ્રા ઓર્ડીનરી કરી શકે છે. 1975ના વર્ષની ફિલ્મના ‘અભી અભી થી દુશ્મની’, ‘જલતા હૈ જિયા મેરા’, ‘આઓ તુમ્હે ચાંદ’ જેવા ગીતોએ ભરપુર લોકપ્રિયતા મેળવી હતી. આ ઉપરાંત ‘આપ કી ખાતીર’ (1977)ના ‘બમ્બઈ સે આયા મેરા દોસ્ત’ ગીતે તેમને ગાયક તરીકે જોરદાર લોકપ્રિયતા અપાવી હતી. ફિલ્મ ‘ચલતે ચલતે’નું ટાઈટલ સોંગ પણ લોકપ્રિય થયેલું. બપ્પી લહેરીની કારકિર્દીનો વળાંક 80ના દાયકામાં આવેલી ફિલ્મ ‘ડિસ્કો ડાન્સર’ના ગીતોની લોકપ્રિયતાથી આવ્યો હતો. આ ગીતોની સફળતાથી તેમના પર ડિસ્કો કીંગનું લેબલ લાગી ગયું હતું. ‘આઈ એમ એ ડિસ્કો ડાન્સર’ તે જમાનામાં ગલી ગલી એ ગુંજતું હતું. ‘ડિસ્કો ડાન્સર’ પછી તો ડિસ્કો ગીતનો તેમનો દોર ચાલતો રહેલો. ‘ડાન્સ ડાન્સ’, વારદાત, સુરક્ષા સહિતના અનેક ફિલ્મોમાં તેમના ડિસ્કો સંગીતે મિથુન ચક્રવર્તીને પણ લોકપ્રિયતા અપાવી હતી.

બપ્પી લાહિરીની તબિયત ઘણા સમયથી ખરાબ રહેતી હતી. અને બીમારીના કારણે બપ્પી લાહિરીનું 16 ફેબ્રુઆરી 2022ના રોજ અવસાન થયું. ચાહકો તેમના ગોલ્ડી લહેરીને ગીત, સંગીત અને આગવી અદા માટે કાયમ યાદ કરશે..