ગુજરાત/ આણંદ ST તંત્રનું સ્વચ્છ ભારતના નામે કચરો વેરી કારવ્યું ફોટો સેશન, વીડીયો વાયરલ

સ્વચ્છ ભારતનાં નામે સફાઈનું નાટક કરી શુભયાત્રા સ્વચ્છ યાત્રાના નામે કચરો વેરી ફોટો સેશન કરાવ્યું હતું. જાતે જ કચરો નાંખતો વીડિયો વાયરલ થતા આણંદ એસટી પ્રશાસનની પોલ ખૂલી છે.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2023 12 06T125113.232 આણંદ ST તંત્રનું સ્વચ્છ ભારતના નામે કચરો વેરી કારવ્યું ફોટો સેશન, વીડીયો વાયરલ
  • આણંદ ST માં નેતાઓના ફોટો સેશનની પોલ ખુલી ગઇ
  • ગત શનિવારે નવા ST સ્ટેન્ડમાં યોજાયો હતો કાર્યક્રમ
  • સ્વચ્છ બસ સ્ટેન્ડમાં જાતે જ કચરો નંખાયાની પોલ ખુલી
  • MP અને MLAએ નંખાયેલો કચરો સાફ કરી દેખાડો કર્યો
  • જાતે જ કચરો નાખતા વીડિયો વાયરલ થતા પોલ ખુલી

Anand News: આણંદ ST પ્રશાસને સ્વચ્છતાના નામે માત્ર ફોટો સેશન કરાવ્યું હોવાનું સામે અવાયું છે.  શુભયાત્રા, સ્વચ્છ યાત્રા કાર્યક્રમને સફળ બનાવવા માત્ર સાંસદ અને ધારાસભ્યને સફાઈ માટે કચરો નાખવામાં આવ્યો હતો. સ્વચ્છ ભારતનાં નામે સફાઈનું નાટક કરી શુભયાત્રા સ્વચ્છ યાત્રાના નામે કચરો વેરી ફોટો સેશન કરાવ્યું હતું. જાતે જ કચરો નાંખતો વીડિયો વાયરલ થતા આણંદ એસટી પ્રશાસનની પોલ ખૂલી છે.

મળતી માહિતી અનુસાર, થોડાં દિવસ અગાઉ ST વિભાગ દ્વારા સ્વચ્છતા અભિયાનને લઈ બસ સ્ટેશનમાં ST પ્રશાસનનાં અધિકારીઓએ જાતે જ કચરો નંખાવ્યો હતો. જેના બાદ સાંસદ અને ધારાસભ્યોની હાજરીમાં સફાઈ કરાવી ફોટો સેશન કર્યું હતું.  આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકોમાં ભારે ચર્ચાસ્પદ બની છે.

ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા શુભ યાત્રા-સ્વચ્છ યાત્રા અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે. શુભ યાત્રા-સ્વચ્છ યાત્રા અભિયાન અંતર્ગત અમરેલી ખાતે નવા બની રહેલ એસ.ટી ડેપો સહિતના એસ.ટી. બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન વેગવંતુ બન્યુ છે. ત્યારે રાજ્યના નાગરિકોની મુસાફરી સ્વચ્છ અને સુગમ બની રહે તે આશય સાથે 2 જી ડિસેમ્બરનાં રોજ ગાંધીનગર એસ.ટી ડેપો ખાતેથી “શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા” કેમ્પેઇનનો રાજ્યવ્યાપી શુભારંભ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કરાવ્યો હતો. તેની સાથે જ રાજ્યના નાગરિકોને યાતાયાતની સુવિધા વધુ સુદ્રઢ કરવા માટે આગામી 10 મહિના સુધી દર મહિને 200 એસ.ટી બસો મુસાફરોની સુખાકારી અને શુભ યાત્રા માટે ઉપલબ્ધ કરાવવાનું આયોજન કરવામાં આવ્યુ હોવાનું મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું.


whatsapp ad White Font big size 2 4 આણંદ ST તંત્રનું સ્વચ્છ ભારતના નામે કચરો વેરી કારવ્યું ફોટો સેશન, વીડીયો વાયરલ


 

આ પણ વાંચો:ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને HCનો ઝટકો, આગોતરા જામીન અરજી ફગાવી

આ પણ વાંચો:AAP પછી BAPનો જલવો… ત્રણ મહિના પહેલા બનેલી પાર્ટીએ જીતનું રણશિંગુ ફૂંક્યું

આ પણ વાંચો:બલ્ગેરિયન યુવતી અને મહિલા પોલીસકર્મી વચ્ચેની વાતચીતનો ઓડિયો પુરાવા તરીકે રજૂ કરાયો, વધુ સુનાવણી 8 ડિસેમ્બરે

આ પણ વાંચો:વિધર્મી પરિણીત યુવક 17 વર્ષની સગીરાને ભગાડી જયપુર લઇ ગયો : પોલીસે ઝડપી પાડ્યો

આ પણ વાંચો:મહેસાણામાં કુટુંબ નિયોજનના ઓપરેશનમાં કૌભાંડ, સરકારને ખોટા ડેટા આપ્યાનો ખુલાસો