OMG!/ દુનિયાનું એક એવું ગામ જે પુતળા માટે છે જાણીતું, 18 વર્ષ અહીં નથી કોઈ બાળક…

આખી દુનિયામાં ટેક્નોલોજીના મામલામાં આગળ રહેલા જાપાનના આ ગામમાં જ્યાં માણસોની વસ્તી ગાયબ થઈ ગઈ છે, હા લગભગ આખું ગામ વેરાન પડેલું છે.

Ajab Gajab News Trending
પુતળા

દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે જે ખૂબ જ અજીબ છે, જેના વિશે જાણીને આપણને આશ્ચર્ય થાય છે. આવી જ એક અજીબ જગ્યા છે જાપાનમાં, હકીકતમાં એક એવું ગામ છે જ્યાં માણસો કરતાં પણ વધુ પુતળા જોવા મળે છે. તમને નવાઈ લાગી છે ને? હા, આખા ગામની માનવ વસ્તી પૂરી થઈ ગઈ છે અને નવાઈની વાત એ છે કે બધે જ સ્કેરક્રો એટલે કે પૂતળાઓ જોવા મળે છે. શાળાઓમાં બાળકોના બદલે પૂતળાઓ વાંચતા જોવા મળશે, તો શિક્ષકોને બદલે ભણાવતા પૂતળા પણ જોવા મળશે. જાપાનના આ ગામનું નામ નાગોરો ગામ છે. આવો જાણીએ આ ગામ સાથે જોડાયેલા કેટલાક અજીબોગરીબ તથ્યો.

માનવ વસ્તીનો અંત

આખી દુનિયામાં ટેક્નોલોજીના મામલામાં આગળ રહેલા જાપાનના આ ગામમાં જ્યાં માણસોની વસ્તી ગાયબ થઈ ગઈ છે, હા લગભગ આખું ગામ વેરાન પડેલું છે. ગામમાં માત્ર વૃદ્ધો જ બચ્યા છે, એટલું જ નહીં, યુવાનોની સંખ્યા ઓછી હોવાને કારણે આ ગામમાં 18 વર્ષથી કોઈ બાળકનો જન્મ થયો નથી. કહેવાય છે કે એક સમયે ગામની વસ્તી 300 હતી પરંતુ સમયની ગતિ સાથે વસ્તી પણ ગામ છોડીને જતી રહી. હવે દરેક જગ્યાએ પુતળાઓ દેખાય છે.

આ રીતે બન્યું પૂતળાથીબનેલું ગામ

આખા સમાચાર વાંચતી વખતે હવે તમારા મનમાં પ્રશ્ન થશે કે માણસો વિનાના આ નિર્જન ગામમાં પૂતળા કેવી રીતે વસ્યા. આપને જણાવી દઈએ કે હકીકતમાં આ ગામમાં રહેતી એક મહિલાએ ગામને સ્કેરક્રો એટલે કે પુતળાનું ગામ બનાવી દીધું હતું. ગામમાં રહેતી અયાનો ત્સુકીમીએ સૌપ્રથમ પોતાના પિતાના કપડામાંથી શોખ તરીકે ગામ માટે સ્કેરક્રો બનાવ્યો.

પ્રવાસીઓ જોવા આવે છે ગામ

આ પછી અયાનો ત્સુકીમીએ તેને પોતાનું મિશન બનાવ્યું. બાળકોની ગેરહાજરીને કારણે ગામની શાળાઓ ઠપ્પ થઈ ગઈ છે, પરંતુ અહિયાં શાળાના બાળકોના રૂપમાં પુતળા અભ્યાસ કરતા જોવા મળે છે. ખાસ વાત એ છે કે હવે આ પૂતળા ગામને જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. ઓક્ટોબરના પહેલા રવિવારે એક ખાસ તહેવાર ઉજવવામાં આવે છે, જેમાં લોકો પૂતળા જોવા આવે છે. એટલું જ નહીં આ ગામ પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ તૈયાર કરવામાં આવી છે. છે ને આ દુનિયા વિચિત્ર ગામ?

આ પણ વાંચો:અંશુ પ્રકાશના કેસમાં ક્લીનચીટ મળવા પર કેજરીવાલે કહ્યું, ‘ભગવાન અમારી સાથે છે’

આ પણ વાંચો:આમ આદમી પાર્ટએ ગુજરાત પ્રદેશ સંગઠન માળખુ કર્યું રદ્દ : જાણો હવે શું?

આ પણ વાંચો: લીંબડીમાં નજીવી રકમ માટે વેપારી ભાઈઓને છરીના ઘા ઝીંકાયા