Not Set/ ટંકારામાં મહિલાએ જીવ ગુમાવ્યો, જાણીને ચોંકી ઉઠશો કે કઈ રીતે મહિલાનું મોત થયું

જ્યારે કોઈ વ્યક્તિનું જીવન સમાપ્ત થવાનું તેના નસીબમાં લખેલું જ હોય ત્યારે તે ગમે તેટલું ભાગવાનું પ્રયાસ કરે કે પછી બચવાનું પ્રયાસ કરે પરંતુ યમરાજની સવારી આખરે તેને મળી જ જાય. આવો જ એક ચોંકાવનારો કિસ્સો ગુજરાતના ટંકારા ખાતે બન્યો હતો. જેમાં મહિલાને કોઈ ઝેરી પ્રાણી કે જંગલી પ્રાણી દેખાય જતા તે મહિલા તેનાથી બચવા […]

Gujarat
death ટંકારામાં મહિલાએ જીવ ગુમાવ્યો, જાણીને ચોંકી ઉઠશો કે કઈ રીતે મહિલાનું મોત થયું

જ્યારે કોઈ વ્યક્તિનું જીવન સમાપ્ત થવાનું તેના નસીબમાં લખેલું જ હોય ત્યારે તે ગમે તેટલું ભાગવાનું પ્રયાસ કરે કે પછી બચવાનું પ્રયાસ કરે પરંતુ યમરાજની સવારી આખરે તેને મળી જ જાય. આવો જ એક ચોંકાવનારો કિસ્સો ગુજરાતના ટંકારા ખાતે બન્યો હતો. જેમાં મહિલાને કોઈ ઝેરી પ્રાણી કે જંગલી પ્રાણી દેખાય જતા તે મહિલા તેનાથી બચવા દોડી હતી પરંતુ, મહિલના નસીબમાં મૃત્યુ જ લખેલું હતું જેથી તે અચાનક ભાગતા ભાગતા કૂવામાં પડી ગઈ હતી જેના કારણે તેનું મોત નિપજ્યું હતું.

 

ટંકારાના કલ્યાણપર ગામે ગામેરી કુવા નજીક આધેડ મહિલા જંગલી પ્રાણી જોઈ ગભરાઈ જતા અકસ્માતે કુવામાં પડી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

 

મળતી માહિતી મુજબ ટંકારાના કલ્યાણપર ગામે રહેતા હંસાબેન રસિકભાઈ વાધરીયા (ઉ.૪૮) ગામેરી કુવા પાસે સાઠી લેવા જતા આ સાઠીમાં જંગલી પ્રાણી જોઈ જતા ગભરાઈ જઈ ભાગવા જતા અકસ્માતે કુવામાં પડી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો છે તો ટંકારા પોલીસે બનાવ અંગે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે