News/ રાજકોટથી ગૂમ થયેલ માનસીક રોગથી પીડિત બહેનને પરિવાર સાથે મિલાપ કરાવતી મહિલા પોલીસ

પોલીસની ખરાબ છબી વિષે તો તમામ લોકો ચર્ચા કરતા જ હોય છે પરંતુ, પોલીસની સારી કામગીરી ઉપર ગણ્યા ગાંઠ્યા લોકો જ તેની પ્રશંસા કરતા હોય છે.વડોદરા શહેર પોલીસે જે સરાહનીય કામગીરી કરી છે તે ખરેખર વખાણને લાયક છે. વડોદરાની સ્થાનિક શી ટીમ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ધોબી તળાવ પાસે એક બહેન ગુમસુમ હાલતમાં બેઠા હતા […]

Rajkot Gujarat
IMG 20210303 WA0020 રાજકોટથી ગૂમ થયેલ માનસીક રોગથી પીડિત બહેનને પરિવાર સાથે મિલાપ કરાવતી મહિલા પોલીસ

પોલીસની ખરાબ છબી વિષે તો તમામ લોકો ચર્ચા કરતા જ હોય છે પરંતુ, પોલીસની સારી કામગીરી ઉપર ગણ્યા ગાંઠ્યા લોકો જ તેની પ્રશંસા કરતા હોય છે.વડોદરા શહેર પોલીસે જે સરાહનીય કામગીરી કરી છે તે ખરેખર વખાણને લાયક છે. વડોદરાની સ્થાનિક શી ટીમ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ધોબી તળાવ પાસે એક બહેન ગુમસુમ હાલતમાં બેઠા હતા તેમની મહિલા પોલીસે પુછપરછ કરતા મહિલાએ પોતાનો કોઈ પરિચય આપ્યો નહતો. જેથી મહિલા પોલીસે તેમના મોબાઈલને ચેક કરતા તેમાંથી તેમના પતિનો નંબર મળી આવતા તે નંબર ઉપર પોલીસે ફોન કરીને સામેની વ્યકતિને સમગ્ર વિગતો જણાવી હતી.

મહિલાના પતિએ પોલીસને માહિતી આપતા જણાવ્યું હતું કે , “તેમની પત્નીને માનસિક તણાવ છે. છોકરાની ભણતરની ફી ચુકવવાની બાકી હોવાથી તે આ તણાવની અંદર ઘરેથી કહ્યા વગર ચાલ્યા ગયા છે અને તેમની શોધખોળ તેઓ ઘણા સમયથી કરી રહ્યા છે બાકી તેમનો કોઈ અતો પતો મળતો નહતો.” પતિની વાત સાંભળીને પોલીસે તેમને આશ્વાસન આપ્યો હતો કે તેમની પત્નીની કોઈ પણ જાતની ચિંતા ન કરે તે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને તેમને લેવા માટે વડોદરામાં ક્યાં ઠેકાણે આવવું તેની પણ જાણ કરાતા મહિલાનો પતિ તાત્કાલિક રાજકોટ થી વડોદરા જવા માટે રવાના થઇ ગયો હતો. વડોદરા પહોંચ્યા બાદ શી ટીમે પતિ અને પત્નીનો મિલાપ કરવી દેતા બંનેએ એક બીજાને ગળે ભેટી પડયા હતા. આમ, પોલીસે એક પુણ્યનો કામ કરીને માનવતા જીવિત છે તેનો શ્રેષ્ટ ઉદાહરણ લોકોની સુધી પહોંચે તેવું કાર્ય કર્યું હતું.