#​​Ahmedabad/ મહિલા પોલીસકર્મી પતિથી ત્રસ્ત, લગ્નના એક મહિનામાં પતિની હેરાનગતિથી કંટાળી માંગ્યા છૂટાછેડા

રાણીપ વિસ્તારમાં રહેતા મહિલા પોલીસકર્મી પતિથી ત્રસ્ત થઈ છૂટાછેડા માંગ્યા. લગ્ન થયાના એક મહિનાની અંદર મહિલા પોલીસકર્મીને પતિ નાની-નાની બાબતોમાં ટોકવા લાગ્યા હતા.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 04 09T101806.017 મહિલા પોલીસકર્મી પતિથી ત્રસ્ત, લગ્નના એક મહિનામાં પતિની હેરાનગતિથી કંટાળી માંગ્યા છૂટાછેડા

અમદાવાદ : રાણીપ વિસ્તારમાં રહેતા મહિલા પોલીસકર્મી પતિથી ત્રસ્ત થઈ છૂટાછેડા માંગ્યા. લગ્ન થયાના એક મહિનાની અંદર મહિલા પોલીસકર્મીને પતિ નાની-નાની બાબતોમાં ટોકવા લાગ્યા હતા. મહિલા પોલીસકર્મી નોકરી પર હોય ત્યારે તેમના પતિ શંકા હોવાથી તેમને વારંવાર ફોન કરતા. પતિના શંકાશીલ સ્વભાવ અને વારંવાર ટોકવાની આદતના કારણે મહિલા પોલીસકર્મી કંટાળી ગયા. અને છેવટે મહિલા પોલીસકર્મીએ પતિની વધતી હેરાનગતિના કારણે પતિથી છૂટા થવાનો નિર્ણય લીધો. મહિલા પોલીસકર્મીએ પતિ સાથે ના રહેતા છૂટાછેડા માંગ્યા. પરંતુ છૂટાછેડા આપવા મહિલાના પતિએ 48 લાખ રૂપિયાની માંગણી કરી.

પોલીસ પણ લોકોના ત્રાસનો ભોગ બની રહી છે. રાણીપ વિસ્તારની મહિલા પોલીસકર્મી પતિના ત્રાસનો ભોગ બનતા 1 મહિનાના લગ્નજીવનનો અંત લાવવાનો નિર્ણય કર્યો. 1 મહિનાના લગ્નજીવનમાં પરિણીતાનો પતિ તેના પર જુલમ ગુજારતો હતો. મહિલા પોલીસકર્મી નોકરી કરતી હતી જ્યારે પતિ કોઈ નોકરી કે ધંધો કરતો નથી. આથી પરિણીતા પર શંકા રાખી તે જ્યારે નોકરી પર હોય ત્યારે વારંવાર ફોન કરી પૂછપરછ કરતો. અને ઘરે કામમાં નાની-નાની બાબતો પર ટોકતો હતો. પતિનું વર્તન વધુ પડતુ ખરાબ હોવાથી પરિણીતાને કસુવાવાડ થઈ હતી. આથી બેરોજગાર પતિના આ પ્રકારના વર્તનથી કંટાળીને આખરે મહિલા પોલીસકર્મીએ પતિ સાથે છૂટાછેડા માંગ્યા. જો કે પરિણીતાના પતિએ કહ્યું કે જો છૂટાછેડા જોઈતા હોય તો 48 લાખ રૂપિયા આપવા પડશે. પતિએ રૂપિયા માંગતા મહિલા પોલીસકર્મીએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મતદાન જાગૃતિની અનોખી પહેલ, લગ્નની કંકોત્રીમાં મતદાન જાગૃતિના લગાવ્યા સ્લોગન

આ પણ વાંચો: રૂપાલા વિવાદ મામલે ભાતેલ ગામની ચૂંટણી બહિષ્કારની ચીમકી!

આ પણ વાંચો: 23મી નેશનલ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં જયેશ મકવાણાએ ગુજરાતનું નામ રોશન કર્યું