નારી સંમેલન/ પાટડીમાં યોજાયું નારી સંમેલન, સમગ્ર તાલુકામાંથી મહિલાઓએ લીધો ભાગ

પાટડી ખાતે યોજાયેલા નારી સંમેલનમાં તાલુકા ભરમાંથી મહિલાઓ વિશાળ સંખ્યામાં ઉમટી હતી, જેમાં આ કાર્યક્રમમાં નારી અદાલત, મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી

Gujarat
10 17 પાટડીમાં યોજાયું નારી સંમેલન, સમગ્ર તાલુકામાંથી મહિલાઓએ લીધો ભાગ

પાટડી ખાતે યોજાયેલા નારી સંમેલનમાં તાલુકા ભરમાંથી મહિલાઓ વિશાળ સંખ્યામાં ઉમટી હતી. જેમાં આ કાર્યક્રમમાં નારી અદાલત, મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

– આ કાર્યક્રમમાં નારી અદાલત, મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી

ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા પંચાયત સુરેન્દ્રનગર તથા આઇસીડીએસ વિભાગના સંયુક્ત ઉપક્રમે મંગળવારે પાટડીમાં વિશાળ નારી સંમેલન યોજાયું હતુ. જેમાં નારી અદાલત, મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાની વિસ્તૃત જાણકારી જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ સમિતીના ચેરમેન આરતીબેન દાવડા અને દસાડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ દર્શનાબેન પટેલ દ્વારા આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં દસાડા તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ જાનાબેન ધાડવી, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સદસ્ય દિવ્યાબેન પરમાર, જિલ્લા પંચાયતના સદસ્ય બબીબેન ઠાકોર, જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી રમિલાબેન પરમાર, દસાડા તાલુકા પંચાયત અને પાટડી નગરપાલિકાના મહિલા સદસ્યો, ભાજપ મહિલા મોરચાના પદાધિકારીઓ અને તાલુકા ભરમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર આઇસીડીએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર બી.જી.ગોહિલ દ્વારા પ્રાસંગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પાટડી આઇસીડીએસ વિભાગના કર્મચારીઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.