Crime/ પૈસાની ઉઘરાણી કરતા શખ્સોથી કંટાળી યુવકે સીવીલ હોસ્પિટલનાં દરવાજા પાસે જાહેરમાં પીધી દવા

અમદાવાદ શહેરમાં વ્યાજખોરનાં આતંકને કારણે અનેક લોકોએ પોતાનું જીવન ટુંકાવી દિધુ હોય તેવી ધટનાઓ અવારનવાર સામે આવે છે…

Gujarat Others
Mantavya 48 પૈસાની ઉઘરાણી કરતા શખ્સોથી કંટાળી યુવકે સીવીલ હોસ્પિટલનાં દરવાજા પાસે જાહેરમાં પીધી દવા

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

અમદાવાદ શહેરમાં વ્યાજખોરનાં આતંકને કારણે અનેક લોકોએ પોતાનું જીવન ટુંકાવી દિધુ હોય તેવી ધટનાઓ અવારનવાર સામે આવે છે. તેવામાં ઠક્કરનગર વિસ્તારમાં કેવડાજીની ચાલીમાં રહેતા 38 વર્ષીય જયેશ ગોહિલ નામનાં યુવકે પૈસાની ઉધરાણી કરતા શખ્સોની ધમકીઓથી કંટાળીને આપધાત કર્યો છે. આ મામલે શાહિબાગ પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ છે.

Crime: વિધવા માતાની દીકરી બની સાયબર ક્રાઈમનું શિકાર, જાણો શું થયું અમદાવાદની દીકરી જોડે..વાંચો

અમદાવાદનાં બાપુનગરમાં રહેતા હર્ષદ ગોહિલે શાહિબાગ પોલીસ સ્ટેશનમાં બકુલ, પંકજ પટેલ તેમ ભુરાભાઈ નામનાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીનાં ભાઈ જયેશ પટેલ પત્નિ અને બાળકો સાથે કેવડાજીની ચાલી ઠક્કરનગરમાં રહેતા હતા, જયેશ ગોહિલની આર્થિક પરિસ્થીતી સારી ન હોવાથી આ ત્રણ શખ્સો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા..જેથી છેલ્લા 4 મહિનાથી આ ત્રણેય ઈસમો અવારનવાર જયેશ ગોહિલનાં ઘરે ઉઘરાણી કરવા જતા હતા..જયેશ ઘરે ન હોય તો તેના ભાઈ હર્ષદ ગોહિલનાં ઘરે પણ જતા હતા.

Election: વડોદરામાં કૉંગેસ ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે થઇ ઝપાઝપી, પોલીસે મામલો થાળે પાડયો

તમામ આરોપીઓની પૈસાની કડક ઉધરાણીનાં કારણે ભાઈ જયેશની પત્નિ 15 દિવસથી તેના 9 વર્ષનાં દિકરાને ભાઈના ઘરે મુકીને પિયરમાં જતી રહી હોવાથી જયેશ ઘરમાં એકતો રહેતો હતો. 25 ફેબ્રુઆરીએ જયેશ ગોહિલ મજૂરીનાં કામે રાજકોટ ગયા હતા. 26મી ફેબ્રુઆરીનાં રોજ તેઓનાં ભાઈ હર્ષદને શાહિબાગ પોલીસે જાણ કરી હતી કે જયેશે સિવિલ હોસ્પિટલના ગેટ નંબર 5 પાસે જાહેર રોડ પર સેલફોસની ચાર પાંચ ગોળીઓ ખાઈ લેતા તેની અસર થતા સારવાર માટે ખસેડાયા છે. જેથી હર્ષદ ગોહિલે હોસ્પિટલ જઈને ભાઈ જયેશને આ કરવા પાછળનું કારણ પુછતા તેણે જણાવ્યુ હતુ કે તેણે બકુલ, પંકજ પટેલ અને ભુરાભાઈ પાસે વ્યાજે પૈસા લીધા છે અને 4 મહિનાથી તેઓ પૈસાની ઉધરાણી કરી પૈસા નહી આપે તો તને ઉપાડી જઈશુ તેવી ધમકીઓ આપતા હોવાથી જયેશ રાજકોટ જતો રહ્યો હતો. જ્યાં તેને મજૂરીકામ ન મળતા અમદાવાદ આવી અસારવા સિવિલ હોસ્પિટલ પાસે આવીને 15 દિવસ પહેલા નરોડા વિસ્તારમાંથી લીધેલી સેલફોસની ગોળીઓ ગળી છે. ટુંકી સારવાર બાદ જયેશ ગોહિલનુ મોત થતા શાહિબાગ પોલીસ સ્ટેશનમાં ભાઈ હર્ષદ ગોહિલે ફરિયાદ નોધાવી છે. પોલીસે આ મામલે આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ