Navsari News/ નવસારીમાં યુવાન રેલ્વે સ્ટેશન નજીક ટ્રેનમાંથી પટકાયો

નવસારીના રેલ્વે સ્ટેશન નજીક યુવાન ટ્રેનમાંથી પટકાયો છે. સુરતથી મુંબઈ જી રહેલો યુવાન ટ્રેનમાંથી નીચે પટકાયો છે. વજનદાર બેગ લઈ દરવાજા પર બેઠેલો યુવાન નીચે પટકાયો છે. ચાલુ ટ્રેનમાંથી ટ્રેક પર પટકાતા યુવાનને પગમાં ભારે ઇજા થઈ છે. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

Gujarat Others Breaking News

Navsari News: નવસારીના રેલ્વે સ્ટેશન નજીક યુવાન ટ્રેનમાંથી પટકાયો છે. સુરતથી મુંબઈ જઈ રહેલો યુવાન ટ્રેનમાંથી નીચે પટકાયો છે. વજનદાર બેગ લઈ દરવાજા પર બેઠેલો યુવાન નીચે પટકાયો છે. ચાલુ ટ્રેનમાંથી ટ્રેક પર પટકાતા યુવાનને પગમાં ભારે ઇજા થઈ છે. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

આ પહેલાં નવસારીના વિજલપોર વિસ્તારમાં રેલવે ટ્રેક પાસે ચાર તસ્કરોએ ચાલુ ટ્રેનમાં દરવાજા પર બેસી ફોન પર વાત કરી રહેલા યુવાન શિક્ષકને ઝાંપટ મારી મોબાઈલ ઝુંટી લીધો હતો. આ ઘટનામાં શિક્ષક નીચે પટકાતા તેના બંને પગમાં ગંભીર ઈજા થઈ હતી. જેથી તેઓને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. યુવાનનો એક પગ માત્ર સ્નાયુના આધારે ટકેલો હતો. હાડકું, નસ સહિતના જરૂરી અંગો તૂટી ગયા હતા, જેથી તેનો એક પગ કાપવો પડ્યો હતો. જ્યારે બીજા પગમાં પણ ઓપરેશન કરવામાં આવ્યું છે. ફોનની લાલચમાં તસ્કરોએ શિક્ષકની જિંદગી બરબાર કરી નાખી છે.

સુરતના માતાવાડીમાં રહેતા 35 વર્ષીય રાજેશ ધંધુકિયા હાલમાં લખીગામ દહેજમાં જ્ઞાન સહાયક તરીકે શાળામાં નોકરી કરે છે, તેમની બદલી વાપીના પારડી વિસ્તારમાં આવેલા વાકછીપામાં થઈ હતી. શાળામાં નોકરી જોઈન કરતા પહેલા તેઓ સ્કૂલ જોવા માટે આજે સુરતથી કર્ણાવતી ટ્રેનમાં વાપી જઈ રહ્યા હતા. ટ્રેન કોઈ કારણોસર નવસારીમાં પ્લેટફોર્મ નંબર ત્રણ પર રોકાઈને ઉપડી હતી. ત્યારે વિજલપોર પાસે આવેલા આંબેડકર નગરથી રામનગરની વચ્ચે ચાર યુવાનો ટ્રેક પર ઉભા રહીને ટ્રેન આવવાની રાહ જોઈ રહ્યા હતા.

બીજી તરફ યુવાન શિક્ષક રાજેશ ધંધુકિયા શાળામાં ફોન કરી પોતે આવવાની જાણ કરી રહ્યા હતા. તેઓ દરવાજા પર બેસી ફોન પર વાત કરી રહ્યા હતા. તે સમયે ટ્રેન ધીમી ચાલતી હોવાથી ચાર તસ્કર યુવાનોએ શિક્ષકના હાથમાં ઝાપટ મારી હતી અને મોબાઇલ છીનવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનામાં શિક્ષકનો મોબાઈલ નીચે પડી ગયો હતો. જોકે, ચાર પૈકી એક યવાનનો હાથ શિક્ષકની બેગમાં ફસાઈ જતાં તેઓ નીચે પટકાયા હતા. જેથી શિક્ષકના બન્ને પગમાં ગંભીરઈજા પહોંચી હતી. જ્યારે ચારેય તસ્કરો 50 હજારની કિંમતનો મોબાઈલ લઈને નાસી ગયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ નવસારીમાં 11.52 લાખના દારૂ સાથે 21.62 લાખનો મુદ્દામાલ કબજે

આ પણ વાંચોઃ નવસારીમાં દીપડાએ મચાવ્યો આતંક, વન વિભાગ નિષ્ફળ

આ પણ વાંચોઃ નવસારીના ઓંજલ માછીવાડ ગામના તત્કાલીન મહિલા સરપંચ , ઉપ સરપંચ અને તલાટી સામે સત્તાના દુરૂપયોગનો ગુનો દાખલ