સુરત/ અયોધ્યાનો યુવાન 9 હજાર 900 કિમિ કાપી જાગૃતિ સંદેશ સાથે પદયાત્રા કરી સુરત પહોંચ્યો

હાલ સમગ્ર ગુજરાત અને ભારત ભર માં પર્યાવરણને લઈ ખૂબ માઠા સમાચાર મળી રહ્યા છે.ખાસ કરીને વાતાવરણમાં ખુબજ પ્રદુષણ જોવા મળી રહ્યું છે.

Gujarat Surat
પદયાત્રા

Surat News: અયોધ્યા ખાતેથી એક યુવકે  એક 4 ડિસેમ્બર 2022ના રોજ વૃક્ષા રોપાણ ના મેસેજ સાથે શરૂ કરેલી વંદે ભારત પદયાત્રા થકી અત્યાર સુધી યુવાને 9 હજાર 900 કિમિનું અંતર કાપી સુરત પહોંચ્યો હતો.સુરત પહોંચતા જ તેમનું સ્વાગત કરાયું હતું.યુવાન સમગ્ર ભારતને હરિયાળું બનાવવા મથામણ કરી રહ્યો.છે.જે મુહિમ અંતર્ગત 21 રાજ્યો માં ફરશે અને તમામ ના મુખ્યમંત્રી તેમજ મંત્રીઓ ને મળી વૃક્ષા રોપાણ ને કઈ રીતે આગળ વધારી શકાય તે માટે ની યોજના અંતર્ગત પ્રસ્તાવ મૂકી રહ્યો છે.

હાલ સમગ્ર ગુજરાત અને ભારત ભર માં પર્યાવરણને લઈ ખૂબ માઠા સમાચાર મળી રહ્યા છે.ખાસ કરીને વાતાવરણમાં ખુબજ પ્રદુષણ જોવા મળી રહ્યું છે.મેગા સીટીની વાત કરી એ તો દિવસેને દિવસે પર્યાવરણ ખરાબ થઈ રહ્યું છે.ખાસ કરીને દિલ્લી મુંબઇ તેમજ આપણા ગુજરાત માં અમદાવાદ સહિતનું પર્યાવરણ બગડી રહ્યું છે.સતતને સતત કારખાના તેમજ અલગ અલગ યુનિટો માંથી ફેલાઈ રહેલા પ્રદુષણ ને કારણે વાતાવરણ ખરાબ થયું છે જેની સુધી અસર લોકો માં જોઈ શકાય છે.

લોકો બીમાર પડી રહ્યા છે તો અમુક જગ્યા એ લોકો કેન્સરનો પણ ભોગ બની રહ્યા છે.હાલમાં જ ગયેલા કોરોનામાં ઓક્સીજનની અછત થઈ હતી.જેના થકી અનેક લોકો ના મોત થયા હતા.જોકે આ ઓક્સીજન ની અછત થઈ ત્યારથીજ આશુતોષ પાંડે નામના યુવાને પ્રેરણા લઈ અયોધ્યાથી જ ભારત ભ્રમણ ની નેમ લઈ ભારત ને હરિયાળું કરવા માટે વૃક્ષા રોપણ કરવા નીકળી ગયો.આશુતોષ પાંડે પદયાત્રા કરી કુલ 16 હજાર કિલોમીટર પદયાત્રા કરી અને 21 જેટલા રાજ્યો માં ભ્રમણ કરી અલગ અલગ જગ્યા એ વૃક્ષા રોપણ કરશે.

યુવાન આજે સુરત આવી પહોચ્યો હતો જેણે અત્યાર સુધી 9 હજાર 900 કિલોમીટર ની પદયાત્રા કરી અંતર કાપ્યું છે હાથમાં તિરંગો લઈ ભારત ને હરિયાળું બનાવવા નીકળેલા આ યુવાન અત્યાર સુધી 13 રાજ્યોમાં પદયાત્રા કરી ને ફરી ચુક્યો છે.અને વૃક્ષા રોપણ કરી ચુક્યો.છે.આ યુવાને અલગ અલગ રાજ્યના મુખ્યમંત્રીઓ અને શિક્ષણ મંત્રીઓને મળી એક પોલિસી રજૂ કરી હતી.જેમાં પ્રથમ ધોરણથી જ અભ્યાસ કરતા વિદ્યાર્થી ને વૃક્ષ વાવવા આપવાનું અને 12 ધોરણ સુધી આ વૃક્ષનું વિદ્યાર્થી જતન કરી અને 12 માં ધોરણ માં જેનું વૃક્ષ સારું તેને વધુ માર્ક્સ મળે તે પ્રકાર નું આયોજન થાય તો વૃક્ષ ની સંખ્યા મોટા પાયે વધે તેવી આશા સાથે પદયાત્રા ને વેગ આપ્યો છે.

આશુતોષ સુરત આવી પહોંચતા સુરત માં તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.અને સુરત માં પ્રાણનાથ હોસ્પિટલમાં યુવક ને બોલાવી તેનું સન્માન કરાયું હતું. હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરો નો આશુતોષે આભાર માન્યો હતો.આશુતોષ 26 જાન્યુઆરી 2026 માં અયોધ્યા પહોંચી પદયાત્રા પૂર્ણ કરશે.

@દિવ્યેશ પરમાર 


whatsapp ad White Font big size 2 4 અયોધ્યાનો યુવાન 9 હજાર 900 કિમિ કાપી જાગૃતિ સંદેશ સાથે પદયાત્રા કરી સુરત પહોંચ્યો


આ પણ વાંચો:ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર પરીક્ષાની પદ્ધતિમાં કરાયા મોટા ફેરફાર

આ પણ વાંચો:ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ ડિસેમ્બરના અંત સુધીમાં સંપૂર્ણ સુવિધા સાથે ધમધમશે

આ પણ વાંચો:દાહોદ ખાતે છ નકલી કચેરી કૌભાંડનો રેલો ગાંધીનગર સુધી પહોંચ્યો..

આ પણ વાંચો:મારી છોકરી જોડે કેમ વાત કરે છે…કહીને યુવતીના પિતાએ યુવકને છરીના ઘા ઝીકી ઉતાર્યો મોતને ઘાટ