Minor Girl/ અમદાવાદથી સગીરાની ખરીદી કરીને રાજસ્થાનના યુવકે કર્યા લગ્ન

આઠ લાખમાં કર્યો સોદો, દિકરીની ગૂમ થયાની પોલીસ ફરિયાદ થઈ હતી

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 32 અમદાવાદથી સગીરાની ખરીદી કરીને રાજસ્થાનના યુવકે કર્યા લગ્ન

Ahmedabad News : દેશમાં એકતરફ બાળલગ્નો પર કડક પ્રતિબંધ છે. બાળ લગ્ન કરનાર કે તેને પ્રોત્સાહન આપનારી વ્યક્તિ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે. અમદાવાદમાં આવો જ એક બનાવ સામે આવ્યો છે. જેમાં રાજસ્થાનના એક પરિવારે તેમના પુત્રના લગ્ન માટે 15 વર્ષની સગીરાને ખરીદી હતી.

અમદાવાદમાં રહેતી એક 15 વર્ષની  સગીરાને  રાજસ્થાનના આ પરિવારે 8 લાખ રૂપિયામાં ખરીદી હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. બીજીતરફ દિકરીની માતાએ તેની ગૂમ થ.યાની પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. જેને પગલે વટવા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપીને ઝડપી લેવાયો હતો.

ધરપકડ કરીને અમદજાવાદ લવાયેલા યુવકે સિટી સિવિલ સેસન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જોકે કોર્ટે તેના જામીન ફગાવી દીધા હતા. તેણે હાઈકોર્ટમાં અરજી કરતા હાઈકોર્ટે પણ ચાર્જશીટ પહેલા જામીન આપવાની મનાઈ કરી હતી.આ કેસની વિગત મુદજબ રાજસ્થાનનો એક પરિવાર તેમના દિકરા માટે યુવતીની શોધ કરી રહ્યો હતો. દરમિયાન ઈડરના બાબુસિંહ નામના એક શખ્સના સંપપર્કમાં તેઓ આવ્યા હતા. જેમાં બાબુસિહે તેની દિકરીને આરોપી સાથે લગ્ન કરવાની વાત નક્કી કરી હતકી. જેમાં રાજસ્થાનના પરિવાર પાસેથી તેણે 8 લાખ રૂપિયા લીધા હતા. બાદમાં સગીરાના લગ્ન આરોપી સાથે ઈડરમાં જ કરાવાયા હતા.

જ્યારે પરિણીત સગીરાએ રાજસ્થાન પહોંચીને તેના પતિને કહ્યું કે બાબુસિંહ તેનો પિતા નથી અને તે 15 ર્ષની જ છે. આરોપીએ પિડીત સગીરા સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યો હતો. બાદમાં સગીરાએ તેની મોટી બહેનને ફોન કરીને આ અંગે વાત કરી હતી.જેને પગલે સગીરાની માતાએ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંદાવી હતી. જેને આધારે પોલીસે રાજસ્થાનથી ધરપકડ કરી હતી. બાદમાં પોલીસે આરોપીના કબજામાંથી સગીરાને વિવિધ કલમો હેઠળ છોડાવીને તેના પરિવાર સાથે મળાવી હતી. પોલીસે આઈપીસીની વિવિધ કલમો હેઠળ આરોપી સહિત અન્ય લોકો સામે ગુનો નોંધ્યો હતો. આરોપીના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે આરોપીનો ગુનો સગીરા સાથે સારીરિક સંબંધ બાંધ્યાનો છે. આરોપી અને તેના પરિવાર સાથે ખોટુ બોલીને બીબુસિહં છેતરપિંડી કરી છે. જોકે હાઈકોર્ટે જામીન અરજી ફગાવતા કહ્યું હતું કે આરોપીએ એક સગીરાની ખરીદી કરી છે અને તેને આધારે તેને કોઈપણ જામીન અપાશે નહી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વલસાડમાં તસ્કરનો આતંક, 22 તોલા દાગીનાની ચોરી

આ પણ વાંચો: લોકસભા ચૂંટણીમાં ખરાબ દેખાવના પગલે ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું

આ પણ વાંચો: દ્વારકામાંથી 16 કરોડની કિંમતનું અફઘાની ચરસ પકડાયું