ગુજરાતમાં દિવસે ને દિવસે હાર્ટએટેકના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, ગરબા રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં વધુ ત્રણ હાર્ટ એટેકની ઘટના સામે આવી છે. જેમાં બે યુવક અને એક યુવતીનું મોત થયું છે.
મહેસાણા ગરબા બાદ યુવતીનું અવસાન
પહેલી ઘટના મહેસાણાની છે જેમાં મહેસાણાના દેદિયાસનની આર.જે.સ્કૂલમાં શનિવારે પ્રિ-નવરાત્રી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આર.જે સ્કૂલમાં ઋચિકા શાહ (ઉં.વ 23) નામના શિક્ષિકા પણ કાર્યક્રમમાં ગયા હતા. સ્કૂલમાં ગરબા રમ્યા બાદ તેમની તબિયત અચાનક જ બગડી હતી. જે બાદ તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. ફરજ પર હાજર ડોક્ટરે તેમના મૃત્યુ પાછળનું પ્રાથમિક કારણ હાર્ટ એટેક જણાવ્યું હતું. 23 વર્ષીય શિક્ષિકા ઋચિકા શાહના અકાળે અવસાનથી પરિવારમાં માતમ છવાયો છે.
સુરતમાં છાતીમાં દુઃખાવા બાદ 28 વર્ષીય યુવકનું મોત
સુરતના ઇચ્છાપોરમાં એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. રાત્રીના સમયે નવરાત્રી માટે માતાજીની મૂર્તિ લેવા ગયેલા 28 વર્ષીય યુવાનને અચાનક છાતીમાં દુઃખાવા થવા લાગ્યો હતો. ત્યાર બાદ યુવકને હોસ્પીટલ લઈ જતા યુવકનું મોત થયું છે. આ યુવકને હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા છે. મૃતક યુવક અમર કિશોર રાઠોડ હીરા કંપનીમાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. મૃતકને પરણિત છે અને સંતાનમાં એક પુત્રી છે. યુવકના મોતના પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
વડોદરામાં અચાનક ઢળી પડ્યો હતો યુવક
તો ત્રીજી તરફ વડોદરના પાદરામાં યવકનું હાર્ટ અટેકના કારણે મોત થયું છે,. પાદરાની અરિહંત કોમ્પલેક્ષમાં યુવક અચાનક જ ઢળી પડ્યો હતો બાદ તેને તાબડતોબ હોસ્પિટલ લઇ જવાયો હતો. તબીબે હાર્ટ અટેકથી મોત થયાનો ખુલાસો કર્યો હતો. યુવકના અચાનક ઢળી પડવાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.
આ પણ વાંચો:સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળી સફળતા, 4.67 લાખની કરવામાં આવી છેતરપિંડી
આ પણ વાંચો:મનોદિવ્યાંગ સગીરા પર પાંચ નરાધમોએ એક વર્ષ સુધી ગુજાર્યું દુષ્કર્મ
આ પણ વાંચો:ગુજરાત સહિત સાબરકાંઠામાં પૂર્ણ થઈ વન્ય પશુઓની ગણતરી, વન્ય જીવ પ્રેમીઓમાં છવાયો ભારે આનંદ
આ પણ વાંચો:માંજલપુરમાં મહિલા ચીસો પાડતી રહી છતાં યુવાન મારતો રહ્યો માર, જુઓ વીડિયો

