Not Set/ બગસરાના પંચર રીપેરીંગ કરતા નાની વયનો યુવક બન્યો નગરપાલિકાનો પ્રમુખ

મન હોય તો માળવે જવાય ની કહેવત સાર્થક કરતા બગસરાના પંચર રીપેરીંગ કરતા નાની વયના યુવક બગસરા નગરપાલિકા ના પ્રમુખ બન્યા છે પોતાના શહેર બગસરા માટે નાનપણથી કંઈક કરવાની ઇચ્છા ધરાવતા સામાન્ય પંચર રીપેરીંગ અને ટાયર ની દુકાન ધરાવતા આ યુવાન હાલ બગસરા ના પ્રથમ નાગરિક બન્યા છે સુ છે આ પ્રથમ યુવાનની પોતાના શહેર […]

Gujarat Others
WhatsApp Image 2021 03 17 at 9.17.13 PM બગસરાના પંચર રીપેરીંગ કરતા નાની વયનો યુવક બન્યો નગરપાલિકાનો પ્રમુખ

મન હોય તો માળવે જવાય ની કહેવત સાર્થક કરતા બગસરાના પંચર રીપેરીંગ કરતા નાની વયના યુવક બગસરા નગરપાલિકા ના પ્રમુખ બન્યા છે પોતાના શહેર બગસરા માટે નાનપણથી કંઈક કરવાની ઇચ્છા ધરાવતા સામાન્ય પંચર રીપેરીંગ અને ટાયર ની દુકાન ધરાવતા આ યુવાન હાલ બગસરા ના પ્રથમ નાગરિક બન્યા છે સુ છે આ પ્રથમ યુવાનની પોતાના શહેર માટેની ઈચ્છા બગસરાના નદીપરા વિસ્તારમા દુકાન ધરાવીને લોકોના વાહનોના ટાયર અને  પંચર નો વ્યવસાય કરીને પોતાનું ગુજરાન ચલાવે છે જેમનું નામ છે પરેશ ખીમસૂરિયા બગસરાના સૌથી નાની વયના  નગરપાલિકા ના પ્રમુખ બન્યા છે  ખૂબ નાની વયે મન માં એક ગાંઠ વાળી હતી કે મારે મારા ગામ માટે કંઈક કરવું છે.આજ વિચાર સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયાએ આ યુવાન ની મહેનત જોઈને ટીકીટ આપી ત્યાર થી જ  પોતે પોતાની સાયકલ લઈ ને પ્રચાર પ્રસાર કરવા રોજ બરોજ નીકળે  સામાન્ય પંચર ની દુકાન ધરાવતા આ યુવાન ને ભાજપ માંથી બગસરા વોર્ડ  નંબર 2 માંથી પરેશ ઉર્ફે ઇન્દુ કુમાર ખીમસૂરિયા એ ઉમેદવારી નોંધાવી અને શાનદાર જીત મેળવી હતી.

આ પણ વાંચો: વડોદરાની વિજય વલ્લભ હોસ્પિટલમાં આગ, ફાયરનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

આજ રોજ આ  સામાન્ય પંચર ટાયર  ની દુકાન   ધરાવતા  આ ઇન્દુ કુમાર ઉર્ફે પરેશ ખીમસૂરિયા  નગરપાલિકા ના પ્રમુખ બન્યા હતા છે . પોતા માં  સમાજ સેવા નો ગુણ છે એટલે તેઓ સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી લડ્યા અને તેમને પોતાનો વિશ્વાસ હતો કે હું જીતી જઈશ અને પ્રમુખ પણ બનીશ ત્યારે  હાલ તેઓની મહેનત રંગ લાવી અને તેઓ પ્રમુખ બન્યા છે.

હવે બગસરા નો ખુબ સારો વિકાસ થશે નું  પરેશ ભાઈ એ જણાવ્યું હતું. ત્યારે લોકશાહી માં બધું શક્ય છે એક પંચર વાળો પણ નગરપતિ બની શકે છે.એ બગસરાના આ યુવાને કરી બતાવ્યું છે.