Ahmedabad/ ફેસબુક પરથી યુવતીનાં ફોટા એડિટ કરી નગ્ન ફોટા બનાવતો યુવક ઝબ્બે

આજે સમગ્ર વિશ્વ સોશિયલ સાઇટનો ઉપયોગ કરતી થઇ છે. તેના જેટલા Advantage છે તેટલા જ Disadvantage પણ છે. સોશિયલ સાઇટથી ઘણીવાર અમુક લોકો એવા કામ કરી બેસે છે કે જે રસ્તો સીધો જેલમાં જ જતો હોય છે…

Ahmedabad Gujarat
1st 61 ફેસબુક પરથી યુવતીનાં ફોટા એડિટ કરી નગ્ન ફોટા બનાવતો યુવક ઝબ્બે

@ભાવેશ રાજપુત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

આજે સમગ્ર વિશ્વ સોશિયલ સાઇટનો ઉપયોગ કરતી થઇ છે. તેના જેટલા Advantage છે તેટલા જ Disadvantage પણ છે. સોશિયલ સાઇટથી ઘણીવાર અમુક લોકો એવા કામ કરી બેસે છે કે જે રસ્તો સીધો જેલમાં જ જતો હોય છે. આવો જ એક કિસ્સો કે જેમા સોશિયલ સાઇટનો દુરોપયોગ કરવામાં આવ્યો છે. આપ જાણતા જ હશો કે, સોશિયલ સાઇટ ઉપર મિત્રતા કરવા માટે યુવાનો કેટલી હદો વટાવી નાખે છે તે ઉદાહરણને સાર્થક કરતો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે.

1st 64 ફેસબુક પરથી યુવતીનાં ફોટા એડિટ કરી નગ્ન ફોટા બનાવતો યુવક ઝબ્બે

ફેસબુક પર યુવતી સાથે મિત્રતા કરવા માટે નવસારીનાં યુવકે અમદાવાદની યુવતીનાં ફોટા લઈ મોર્ફ કરી નગ્ન ફોટા બનાવી તેને મોકલી મિત્ર બનાવવા માટે દબાણ કરાયો હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધાઇ છે. પ્રાઇવેટ નોકરી કરતી એક યુવતીને અજાણ્યા યુવકે ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી, જો કે યુવક અપરિચિત હોવાથી તેણે રિક્વેસ્ટ એક્સેપ્ટ ન કરી જેથી યુવકે અન્ય યુવતીનાં નામનું ફેક એકાઉન્ટ બનાવીને યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી અને પોર્નોગ્રાફિક વેબસાઇટ પરથી સ્ત્રીઓનાં નગ્ન ફોટા ડાઉનલોડ કરી આ નગ્ન ફોટાઓ પર ફરિયાદી યુવતીનો ચહેરો ફીટ કરી ફોટા યુવતીને મેસેન્જર મારફતે મોકલ્યા હતા અને તેની સાથે મિત્રતા કરવા માટે દબાણ કર્યું હતું.

1st 63 ફેસબુક પરથી યુવતીનાં ફોટા એડિટ કરી નગ્ન ફોટા બનાવતો યુવક ઝબ્બે

આ સમગ્ર મામલે યુવતીએ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઈમે નવસારીનાં રહેવાસી અને સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતા 20 વર્ષીય પ્રશાંત ભોયા નામનાં યુવકની ધરપકડ કરી છે. યુવકની પૂછપરછમાં સામે આવ્યું કે તેને યુવતી સાથે એક તરફી પ્રેમ થઈ જતા તેણે આ કૃત્ય કર્યું હતું. જો કે સાયબર ક્રાઇમે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો