મોરબી/ ધોળા દિવસે મોટા દહીસરા ગામ પાસે યુવાનની હત્યા

મોરબીના માળીયાના મોટા દહીસરા ગામે ધોળા દિવસે  યુવકની હત્યા  કરવામાં આવી હતી યુવકનું નામ વિનોદ ચાવડા છે

Gujarat Others
cyber crime 4 ધોળા દિવસે મોટા દહીસરા ગામ પાસે યુવાનની હત્યા
  • મોરબી: માળીયાના મોટા દહીસરા ગામે હત્યા
  • વિનોદ ચાવડા નામના યુવાનની કરવામાં આવી હત્યા
  • મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયો
  • પોલીસે હત્યાની ફરિયાદ લેવા માટે તજવીજ હાથધરી

મોરબીના માળીયાના મોટા દહીસરા ગામે ધોળા દિવસે  યુવકની હત્યા  કરવામાં આવી હતી યુવકનું નામ વિનોદ ચાવડા છે.યુવકની હત્યાની સમગ્ર મથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. હત્યાની જાણ પોલીસને થતા જ  પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસે હત્યાની ફરીયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લાના માળીયા મીયાણા તાલુકામાં આવતા મોટા દહીસરા ગામે રહેતા વિનોદભાઈ મૂળુભાઈ ચાવડા જાતે આહિર (47) ની તિક્ષણ હથિયારના ઘા ઝીકિને હત્યા કરવામાં આવી છે અને આ આ બનાવની મોટા દહીસરા ગામના સરપંચ દ્વારા માળિયા તાલુકા પોલીસ અને જિલ્લા કંટ્રોલરૂમમાં જાણ કરવામાં આવી હતી જેથી કરીને હાલમાં માળીયા મિયાણા તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે જવા માટે રવાના થયેલ છે.

મોટા દહીસરા ગામે રહેતા વિનોદભાઈ મૂળૂભાઈ ચાવડા મોટા દહીસરા ગામે આવેલ નર્સરી નજીક રામદેવપીરના મંદિર પાસે હતા ત્યારે ત્યાં તેને તીક્ષણ હથિયારના ઘા ઝીકિને તેની હત્યા કરવામાં આવેલ છે જોકે, હત્યા કોના દ્વારા કરવામાં આવી અને શા માટે કરવામાં આવી ? તે બાબતની હજુ સુધી કોઈ માહિતી સામે આવેલ નથી અને મૃતક વિનોદભાઈ ખેતી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને તેને એક સંતાન હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો:ગુજરાત કેડરના ત્રણ IPS અધિકારીઓને DIG તરીકે પ્રમોશન

આ પણ વાંચો:GSEBએ બોર્ડની પરીક્ષાની તારીખ કરી જાહેર, ધોરણ 10 અને 12ની પરીક્ષા આ તારીખથી શરૂ થશે

આ પણ વાંચો:જનેતા જ બની દુશ્મન, ત્રીજા માળેથી માસૂમને ફેંકી નીચે