અકસ્માત/ વડોદરામાં સીટી બસની અડફેટે યુવકનું મોત

વડોદરાના રેલવે સ્ટેશન વિસ્તારમાં સીટી બસની અડફેટે એક યુવકનું મોત થયું. સીટી બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

Top Stories Gujarat Vadodara
મોત
  • સીટી બસના મુખ્ય મથક બહાર અકસ્માત
  • સીટી બસ અને એક્ટિવા ચાલકનો અકસ્માત થયો
  • એક્ટિવા ચાલક યુવકનું ઘટના સ્થળે જ મોત

રાજ્યમાં અકસ્માતની ઘટનામાં દિવસેને દિવસે સતત વધારો થઇ રહો છે. જયારે વધુ એક અકસ્માતની ઘટના ગુજરાત રાજ્યમાં આવેલા સુરત શહેર માંથી સામે આવી છે. ત્યારે આવમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરાના રેલવે સ્ટેશન વિસ્તારમાં સીટી બસની અડફેટે એક યુવકનું મોત થયું. સીટી બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ઘટના સ્થળે 108 સહિત પોલીસ પોહચી. સીટી બસનો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો.

આ પહેલા 6 માર્ચના રોજ પાટણના રાધનપુર-સાંતલપુર હાઈવે ઉપર પીપરાળા ગામ નજીક Patan Accident સોમવારે વહેલી સવારે એક ટ્રકના ડ્રાઇવરે બેદરકારી દાખવી રોડની વચ્ચોવચ્ચ અચાનક બ્રેક મારતાં પાછળ આવતી બંને ટ્રક એક પછી એક એમ ઘૂસી ગઈ હતી, જેમાં છેલ્લી ટ્રક જે કચ્છ તરફથી આવતી હતી, જેનાં ડ્રાઇવર-કંડક્ટરનાં મોત થયા છે. વચ્ચેની ટ્રકના ડ્રાઇવર-કંડક્ટર ઇજગ્રસ્ત થયા છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ત્રણેય ટ્રકના ભુક્કા બોલી ગયા હતા. ઘટનાને પગલે લોકોનાં ટોળા એકત્ર થયા હતા. જ્યારે ક્રેનની મદદથી ટ્રેકોને એકબીજાથી દૂર કરી બન્ને મૃત મૃતદેહ બહાર કાઢીને પોલીસે પીએમ અર્થે ખસેડ્યા હતા

પાટણ જિલ્લાના હાઇવે પર અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો Patan Accident છે. ગત મહિને જ રાધનપુર-વારાહી હાઇવે પર મોટી પીપળી ગામના પાટિયા પાસે જીપ ટ્રકમાં ઘૂસી જતાં સાત લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 11 લોકો ઘાયલ થયા હતા. મોટી પીપળી નજીક રાજસ્થાનના મજૂરોને લઈને પસાર થતી જીપનું ટાયર ફાટતાં રોડ પર ઊભેલી ટ્રક સાથે જીપ અથડાતાં એમાં સવાર સાત લોકોનાં મોત નીપજ્યાં હતાં. તો 11 લોકોને ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે રાધનપુરની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:હિપોપોટેમસનો ઝૂ ક્યુરેટર અને સિક્યુરિટી ગાર્ડ પર જીવલેણ હુમલો, બન્નેની હાલત ગંભીર

આ પણ વાંચો:હોળીના તહેવારમાં સુરત ST ને ‘દિવાળી ‘ જેવી કમાણી

આ પણ વાંચો:ગુજરાતમાંથી 400 કરોડથી વધુ રકમનું ડ્રગ્સ પકડાયુંઃ એટીએસ-કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન

આ પણ વાંચો:હીરણ નદીના દૂષિત પાણીથી વન્યજીવ ખતરામાં, GPCB બોર્ડે ફટકારી નોટિસ