Election/ આમ આદમી પાર્ટીએ 6 મહાનગરપાલિકાનાં બાકી ઉમેદવારો કર્યા જાહેર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની જાહેર થયેલી ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પણ ઝૂકાવતા ચૂંટણી જંગ ત્રીપાખીયાની સાથે સાથે રસાકસી ભર્યો રહેશે તેવું રાજકીય પંડિતો જોઇ રહ્યા છે.

Gujarat Others
1

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની જાહેર થયેલી ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પણ ઝૂકાવતા ચૂંટણી જંગ ત્રીપાખીયાની સાથે સાથે રસાકસી ભર્યો રહેશે તેવું રાજકીય પંડિતો જોઇ રહ્યા છે. આમ આદમી પાર્ટીએ સ્થાપના સાથે અનેક રીતે પોતાની જાતને ઉજાગર કરી છે અને ખાસ વાત કરવામાં આવે દિલ્હીની તો દિલ્હીમાં આમ આદમી પાર્ટીની રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરીની દેશભરમાં ચર્ચા છે. કોંગ્રેસની કથળેલી હાલત જોતા રાજકીય તજજ્ઞો દ્વારા ગુજરાતમાં આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મજબૂત પરિબળ તરીખે ઉભરી આવે તેવી શક્યતાઓ જોવાઇ રહી છે.

આમ આદમી પાર્ટી દ્વારા પણ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સૌથી પહેલા પહેલ કરી પોતાની તૈયારી અને પ્લાનિંગ શરુ કરી રણનીતિ ઘડી કાઢવામાં આવી હોવાનાં દ્રશ્યો સાદર્શ કરી દેવામાં આવ્યા છે.

આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને તમામ 6 મહાનગરોનાં ઉમેદવારો ફાઇનલ કરી ઉમેદવારી યાદી જાહેર કરી દેવામાં આવી છે. આ તમામ મહાનગરોનાં આમ આદમી પાર્ટીનાં ઉમેદવારોની યાદી જોવા માટે નીચે આપેલી લિંક પર તમે ક્લિક કરી શકો છે.

આમ આદમી પાર્ટીનાં અમદાવાદનાં ઉમેદવારોની યાદી –  AAP-Gujarat-Ahmedabad MNP Candidates-5th List

આમ આદમી પાર્ટીનાં ભાવનગર-જૂનાગઢનાં ઉમેદવારોની યાદી –  AAP-Guj-Bhv & Junagadh-MNP-5th List

આમ આદમી પાર્ટીનાં રાજકોટનાં ઉમેદવારોની યાદી – AAP-Guj-Rajkot MNP-5th List

આમ આદમી પાર્ટીનાં સુરતનાં ઉમેદવારોની યાદી – AAP-Guj-Surat MNP-5th List

આમ આદમી પાર્ટીનાં વડોદરાનાં ઉમેદવારોની યાદી – AAP-Guj-Vadodara-MNP-5th List

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…