રાજકીય ગરમાવો/ AAP-BJPની રાજકીય લડાઈ રાષ્ટ્રપતિના ઘર સુધી પહોંચી , બંને પક્ષના નેતાઓ મળશે દ્રૌપદી મુર્મુને

દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP) અને BJP વચ્ચેની લડાઈ હવે રાષ્ટ્રપતિના ઘર સુધી પહોંચી ગઈ છે. બંને પક્ષોના નેતાઓનું પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે

Top Stories India
2 3 AAP-BJPની રાજકીય લડાઈ રાષ્ટ્રપતિના ઘર સુધી પહોંચી , બંને પક્ષના નેતાઓ મળશે દ્રૌપદી મુર્મુને

દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP) અને BJP વચ્ચેની લડાઈ હવે રાષ્ટ્રપતિના ઘર સુધી પહોંચી ગઈ છે. બંને પક્ષોના નેતાઓનું પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે. AAP ધારાસભ્યોને રાષ્ટ્રપતિને મળવાનો સમય મળ્યો છે. 7 સપ્ટેમ્બરે એક પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિને મળશે અને ‘ઓપરેશન લોટસ’ અંગે ફરિયાદ કરશે. AAP સતત આરોપ લગાવી રહી છે કે ભાજપ તેમની સરકારને તોડવાની કોશિશ કરી રહી છે.

બીજી તરફ, ભારતીય જનતા પાર્ટીના દિલ્હી એકમના ધારાસભ્યો 6 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળીને AAP સરકારના મંત્રીઓ સામેના ભ્રષ્ટાચારના આરોપો સહિત અનેક મુદ્દાઓ પર AAP સરકારને બરતરફ કરવાની માંગ કરશે. દિલ્હી વિધાનસભામાં વિપક્ષના નેતા રામવીર સિંહ બિધુરીએ કહ્યું કે AAP સરકારે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાનું પણ અપમાન કર્યું છે.

તેમણે વધુમાં કહ્યું કે લેફ્ટનન્ટ ગવર્નર વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરવા ઉપરાંત, તેમને મોકલવામાં આવેલી ફાઇલમાં મુખ્યમંત્રીની સહી પણ નથી. કેબિનેટની બેઠક બાદ તેમને કેબિનેટ નોટ મોકલવામાં આવી હતી. આ તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને, આ સરકારને તાત્કાલિક બરતરફ કરવી જોઈએ. બિધુરીએ કહ્યું કે ધારાસભ્યો 6 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિને મળશે અને AAP સરકારને બરતરફ કરવાની માંગ કરશે.

 જયારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય આતિશીએ ટ્વીટ કર્યું, “મને આ માહિતી શેર કરતા આનંદ થાય છે કે માનનીય રાષ્ટ્રપતિએ આમ આદમી પાર્ટીના પ્રતિનિધિમંડળને 7 સપ્ટેમ્બરે મળવાનો સમય આપ્યો છે. અમે તેમને ‘ઓપરેશન લોટસ’ અંગે જાણ કરીશું જે ભારતમાં લોકશાહી માટે ગંભીર ખતરો છે.