IPL 2021/ એબી ડીવિલિયર્સે રચ્યો ઈતિહાસ, IPL માં સૌથી ઝડપી 5 હજાર રન બનાવનાર ત્રીજો ખેલાડી બન્યો

રોયલ ચેલેન્જર્સ બેંગલોરનાં તોફાની બેટ્સમેન એબી ડી વિલિયર્સે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ તોફાની ઇનિંગ રમીને ઇતિહાસ રચ્યો હતો.

Sports
123 171 એબી ડીવિલિયર્સે રચ્યો ઈતિહાસ, IPL માં સૌથી ઝડપી 5 હજાર રન બનાવનાર ત્રીજો ખેલાડી બન્યો

રોયલ ચેલેન્જર્સ બેંગલોરનાં તોફાની બેટ્સમેન એબી ડી વિલિયર્સે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ તોફાની ઇનિંગ રમીને ઇતિહાસ રચ્યો હતો. દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ ડી વિલિયર્સે 42 બોલમાં 3 ચોક્કા અને 5 છક્કાની મદદથી અણનમ 75 રન બનાવ્યા હતા. આ ઇનિંગ દરમિયાન ડીવિલિયર્સે ઘણા રેકોર્ડ્સ નામે કર્યા છે.

IPL 2021 / કેપ્ટન રિષભ પંતની મહેનત પાણીમાં, RCB ને મળી એક રને જીત, પોઇન્ટ ટેબલમાં પહોંચી ટોપ પર

આઇપીએલમાં 5000 રન પૂરા કરનાર ડી વિલિયર્સ બીજો વિદેશી અને છઠ્ઠો ખેલાડી બન્યો છે. તેના પહેલા ફક્ત વિરાટ કોહલી, સુરેશ રૈના, શિખર ધવન, રોહિત શર્મા અને ડેવિડ વોર્નરે આઈપીએલમાં આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ડી વિલિયર્સ આઈપીએલમાં કોઈ પણ સમયે 5000 થી વધુ રન અને 150 થી વધુનો સ્ટ્રાઈક રેટ મેળવનાર પહેલો ખેલાડી બન્યો છે. આઈપીએલમાં 5000 કે તેથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં ડી વિલિયર્સનો સ્ટ્રાઇક રેટ સૌથી વધુ છે. ડી વિલિયર્સ સૌથી ઓછી ઇનિંગ્સમાં 5000 આઇપીએલ રન પુરા કરવાના સંદર્ભમાં ત્રીજા નંબરે પહોંચી ગયો છે. તેણે 161 ઇનિંગ્સમાં આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ડેવિડ વોર્નર (135) અને વિરાટ કોહલી (157) જ તેનાથી આગળ છે. ડી વિલિયર્સે બોલની દ્રષ્ટિએ સૌથી ઝડપી 5000 રન પૂરા કર્યા છે. તેણે 3288 બોલ રમીને આ આંકડો હાંસલ કર્યો છે. અગાઉ આ રેકોર્ડ ડેવિડ વોર્નરનાં નામે હતો, જેણે 3554 બોલમાં આ પરાક્રમ કર્યો હતો.આ ટૂર્નામેન્ટમાં ડી વિલિયર્સની 40 મી અડધી સદી છે અને તે સૌથી વધુ અડધી સદી ફટકારવાનાં સંદર્ભમાં સંયુક્ત રીતે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. તેના સિવાય વિરાટ કોહલી અને રોહિત શર્માનાં નામે 40 અડધી સદી છે.

123 172 એબી ડીવિલિયર્સે રચ્યો ઈતિહાસ, IPL માં સૌથી ઝડપી 5 હજાર રન બનાવનાર ત્રીજો ખેલાડી બન્યો

દાન / ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી બ્રેટ લીએ ઓક્સિજન માટે કરી દાનની જાહેરાત

દિલ્હી સામેની મેચની વાત કરીએ તો એબી ડી વિલિયર્સ સિવાય કોઈ પણ ખેલાડી સારી શરૂઆતને આગળ વધારી શક્યો નહીં. પેડ્ડિકલ 17 રને આઉટ થયો હતો અને કેપ્ટન કોહલીએ 12 રન બનાવ્યા હતા. આરસીબીનાં 30 રન પ્રથમ 3.5 ઓવરમાં જ બન્યા હતા, પરંતુ બાદમાં વિકેટો પડી રહી હતી, જેના કારણે ટીમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હીનાં બોલરોએ જબરદસ્ત વાપસી કરી અને આરસીબીનાં બેટ્સમેનોને સરળતાથી સ્કોર કરતા અચકાવી દીધા હતા. ઇશાંત શર્માએ આઈપીએલની આ સીઝનમાં પોતાની પહેલી મેચ રમતા મેચમાં પડ્ડિકલને પેવેલિયનનો માર્ગ બતાવ્યો હતો. વળી ઝડપી બોલર આવેશ ખાને 12 નાં સ્કોર પર કેપ્ટન કોહલીને ક્લીન બોલ્ડ કર્યો હતો. બંને ઓપનરો પછી ગ્લેન મેક્સવેલે ઝડપી ઇનિંગ્સ રમવાની શરૂઆત કરી હતી અને બે બાઉન્ડ્રી ફટકારી હતી પરંતુ તે અમિત મિશ્રાની બોલ પર પોતાની વિકેટ ગુમાવી દીધી હતી અને સ્ટીવ સ્મિથને લોંગ ઓન પર કેચ આપી દીધો હતો. જો કે, આ પછી રજત પાટીદારે 22 બોલમાં 31 રનની નિર્ણાયક ઇનિંગ રમી હતી અને ડી વિલિયર્સને સપોર્ટ કર્યો હતો.

Untitled 45 એબી ડીવિલિયર્સે રચ્યો ઈતિહાસ, IPL માં સૌથી ઝડપી 5 હજાર રન બનાવનાર ત્રીજો ખેલાડી બન્યો