અપહરણ/ અમદાવાદના વસ્ત્રાલમાંથી યુવતીનું અપહરણ કરતા ખળભળાટ,એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કર્યું અપહરણ!

અમદાવાદના વસ્ત્રાસ વિસ્તારમાંથી એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ યુવતીનું અપહરણ કરવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે

Top Stories Gujarat
4 13 અમદાવાદના વસ્ત્રાલમાંથી યુવતીનું અપહરણ કરતા ખળભળાટ,એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કર્યું અપહરણ!
  • મહિલાઓની સુરક્ષાને લઈને ફરી ઉઠ્યા સવાલો
  • અમદાવાદના વસ્ત્રાલમાં યુવતીનું અપહરણ
  • એક તરફી પ્રેમમાં યુવકોએ કર્યું અપહરણ
  • ગરબા પ્રેક્ટિસમાંથી જબરજસ્તી કર્યું અપહરણ
  • બે યુવકો વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

ગુજરાતમાં દિન-પ્રતિદિન ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે,મહિલાઓની સુરક્ષાને લઇને સવાલ  ઉભા થયા છે, ખુલ્લેઆમ અમદાવાદના વસ્ત્રાલમાંથી યુવતીનું અપહરણ કરવાની મોટી ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના વસ્ત્રાસ વિસ્તારમાંથી એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ યુવતીનું અપહરણ કરવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

ઉલ્લેખનીય છે કે એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીનું અપહરણ કરતા સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજયમાં ખુ્લ્લેઆમ યુવતીનું અપહરણ કરવાની ઘટના બની રહી છે,એવું લાગી રહ્યું છે ગુજરાત બિહાર બની રહ્યું છે. ગરબાની પ્રેકટિસ કરવા ગયેલી યુવતીનું જબરજસ્તી અપહરણ કરવામાં આવ્યું છે, આ અપહરણ મામલે બે યુવકો સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.હાલ પોલીસે અપહરણનો કેસ દાખલ કરીને વધુ સઘન તપાસ હાથ ધરી છે.