મહેસાણા/ કડીમાં કચરાના ઢગલામાંથી મળ્યા 700 જેટલા ચૂંટણી કાર્ડ, તંત્રની કામગીરી સામે સવાલ

મેહસાણા જિલ્લાના કડી શહેરમાં 700 જેટલા ચૂંટણીકાર્ડ કચરામાંથી મળી આવતા હડકંપ મચી ગયો છે. મોટી સંખ્યામાં જુના ચૂંટણી કાર્ડ મળી આવતા તંત્ર દોડતું થયું હતું.

Gujarat Others
700 જેટલા ચૂંટણી કાર્ડ
  • કચરાના ઢગલામાંથી મળ્યા ચૂંટણી કાર્ડ
  • 700 જેટલા ચૂંટણી કાર્ડ મળી આવ્યા
  • તંત્રની કામગીરી સામે સવાલ
  • 700 જેટલા ચૂંટણી કાર્ડ મળી આવ્યા
  • તંત્રની કામગીરી સામે સવાલ

મહેસાણાના કડીમાં કચરાના ઢગલામાંથી 700 જેટલા ચૂંટણી કાર્ડ મળી આવતા તંત્ર સામે સવાલો ઊઠી રહ્યા છે.મોટી સંખ્યામાં જૂના ચૂંટણી કાર્ડ મળી આવતા તંત્રને જાણ કરવામાં આવતાં મામલતદાર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવી આવ્યા હતા અને મળી આવેલા ચૂંટણી કાર્ડનું પંચનામું કરીને તપાસ શરૂ છે.કચરાના ઢગલામાં ચૂંટણી કાર્ડ કોણે ફેંક્યા તે અંગે તપાસ કરવામાં આવશે.

કડી શહેરમાં આવેલા કરણનગર રોડ પરના આશુતોષ સોસાયટીની પાણીની ટાંકી પાસે કચરાના ઢગલમાંથી એકાએક અજાણ્યા કોઈ વ્યક્તિએ મોટી સંખ્યામાં ફેકી દીધેલા જૂના ચૂંટણી કાર્ડ મળી આવતા સ્થાનિકોએ આ મામલે તંત્રને જાણ કરી હતી. જેથી રજાના દિવસે આ ઘટના બનતા કડી મામલતદાર અને નાયબ મામલતદાર ધર્મેન્દ્રસિંહ પોતાના સ્ટાફ સાથે દોડી આવ્યા હતા તેમજ ફેંકી દેવાયેલા તમામ ચૂંટણી કાર્ડને પંચનામું કરી કાર્ડ કબ્જે કરી વધુ તપાસ આદરી છે. હાલમાં મળતી માહિતી પ્રમાણે કુલ 700 થી વધુ જૂના ચૂંટણી કાર્ડ મળી આવ્યાં છે. જેને લઈ અનેક તર્ક વિતર્ક સર્જાઈ છે.

 કાયદા મંત્રાલયે, ચૂંટણી પંચ સાથે પરામર્શ કરીને, ગયા વર્ષના અંતમાં ઘડવામાં આવેલા ચૂંટણી સુધારાને લાગુ કરવા માટે, મતદાર નોંધણી નિયમો-1960 અને ચૂંટણી નિયમો-1961માં સુધારો કર્યો છે. આ અંતર્ગત વોટર આઈડીને આધાર સાથે લિંક કરવાનું પણ સામેલ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત, વોટર આઈડી લિંક કર્યા પછી, એક જ વોટર આઈડી કાર્ડ રહેશે. જો કોઈની પાસે બીજું વોટર આઈડી કાર્ડ છે, તો તેની ઓળખ કરીને તેમાંથી નકલી કાર્ડ દૂર કરવામાં આવશે. સરકાર દ્વારા વોટર આઈડીને આધાર સાથે લિંક કરવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.

આ પણ વાંચો:રાહુલ ગાંધી આજે ચોથી વખત ED સમક્ષ હાજર થશે

આ પણ વાંચો:રામ મંદિર માટે દાનમાં મળેલ 22 કરોડના ચેક બાઉન્સ થયા,જાણો

આ પણ વાંચો:ભારતમાં નવા COVID-19 કેસોમાં લગભગ 1% ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 12,781 કેસ નોંધાયા