બનાસકાંઠા/ દાંતીવાડા પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત, દિવાળીના દિવસે આખો પરિવાર હોમયો

અકસ્માતમાં બાઈક સવાર દંપતી સહિત માસૂમ બાળક ને પણ ગંભીર ઈજા પહોંચતા ત્રણેય નું ઘટના સ્થળે કરૂણ મોત નિપજયુ હતુ.

Gujarat Others
દાંતીવાડા

રાજ્યમાં દિવાળીના દિવસે ઘણી જગ્યાએ અકસ્માતની ઘટના બની હતી. જેમાં કેટલાક લોકો પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો. ત્યારે આવામાં દિવાળીના દિવસે એક પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યાં હતા.  બનાસકાંઠામાં દાંતીવાડા ના રાજકોટ ગામે બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પતિ પત્ની સહિત માસૂમ બાળકનું નિધન થતાં અરેરાટી વ્યાપી ગઈ છે.

આ પણ વાંચો :વલસાડના વાપીમાં પેપર મિલમાં ભીષણ આગ,કોઇ જાનહાનિ નહીં

આ મામલે મળતી માહિતી અનુસાર, દાંતીવાડા તાલુકાના શેરગઢ ગામે રહેતા શ્રવણભાઈ ઠાકોર તેમની પત્ની અને બાળકો સાથે બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા તે સમયે સામેથી પુરપાટ ઝડપે આવી રહેલ ઇકો કારના ચાલકે બાઈકને ધડાકાભેર અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે બાઈક સવાર મહિલા 50 ફૂટ દૂર ઝાડીમાં ફંગોળાઈ ગઈ હતી.

આ પણ વાંચો : ફૂલ બજારમાં તેજીનો માહોલ, ભાવ થયા ડબલ

દાંતીવાડા ના આ ગોઝારા અકસ્માતમાં બાઈક સવાર દંપતી સહિત માસૂમ બાળક ને પણ ગંભીર ઈજા પહોંચતા ત્રણેય નું ઘટના સ્થળે કરૂણ મોત નિપજયુ હતુ. બનાવને પગલે આજુબાજુના લોકો તાત્કાલીક દોડી આવી જાણ કરતા દાંતીવાડા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.

દિવાળીના દિવસે જ ત્રણ લોકોના અકસ્માતથી મોતથી સમગ્ર પંથકમાં શોક છવાયો છે. દાંતીવાડા પોલીસે અકસ્માત કરેલ ઈકો ગાડીના ચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :જામનગરની પ્રખ્યાત કચોરી, લોકો દુર દુરથી આવે છે ખાવા

આ પણ વાંચો :જામનગરના બજારોમાં 151થી વધુ પ્રકારના મુખવાસ, મુખવાસના વેપારીઓની દિવાળી સુધરી

ઉલ્લેખનીય છેકે બનાસકાંઠાના પાલનપુર પાસે પણ દિવાળીની આગલી રાત્રે અકસ્માત સર્જાયો હતો. અહીં અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ પાસે નેશનલ હાઇવે પર કાળી ચૌદસની મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી. બાઈક સવાર બે યુવકો નેશનલ હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા તે સમયે પુરપાટ ઝડપે આવી રહેલ અજાણ્યા વાહન ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

આ પણ વાંચો :  રાજયમાં દિવાળીના તહેવાર જામ્યો , અનેક જગ્યાએ ભીડો જોવા મળી રહી છે ..

અકસ્માતમાં બાઈક ચાલક યુવક રોડ પર પટકાતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય એક ઇજા પહોંચી હતી બનાવને પગલે આજુબાજુના લોકો, 108 એમ્બ્યુલન્સ વાન અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા.