છોટાઉદેપુર/ બોડેલીમાં કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત, કારમાંથી મળ્યો દારૂ

છોટાઉદેપુરના બોડેલીમાં દારુ ભરેલી કારનો અકસ્માત સર્જાયો હતો. હાઇવા ડમ્પરની પાછળ કાર અથડાતા અકસ્માત થયો હતો. અકસ્માત સર્જાતા કાર મૂકી…

Gujarat Others
દારુ
  • છોટાઉદેપુરના બોડેલીમાં દારુ ભરેલી કારનો અકસ્માત
  • હાઇવા ડમ્પરની પાછળ કાર અથડાતા થયો અકસ્માત
  • અકસ્માત સર્જાતા કાર મૂકી કાર ચાલક ફરાર
  • બોડેલી પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી

રાજ્યમાં માર્ગ અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. એક પછી એક અકસ્માતની ઘટનાઓ સતત સામે આવૈ રહી છે. ત્યારે આવામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટના છોટાઉદેપુરના બોડેલીમાં દારુ ભરેલી કારનો અકસ્માત સર્જાયો હતો. હાઇવા ડમ્પરની પાછળ કાર અથડાતા અકસ્માત થયો હતો. અકસ્માત સર્જાતા કાર મૂકી કાર ચાલક ફરાર થયો હતો. બોડેલી પોલીસ ઘટના પહોંચી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :  આજે રાજ્યમાં ઓમિક્રોને રાખી રજા, એકપણ કેસ નહીં, તો કોરોનાનો કહેર યથાવત

a 161 બોડેલીમાં કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત, કારમાંથી મળ્યો દારૂ

બોડેલી નજીક નર્મદા મુખ્ય કેનાલના બ્રિજ પાસે ડભોઇ તરફ ડમ્પર જઈ રહી હતી. ત્યારે પાછળથી પુરઝડપે આવી રહેલી સ્વીફ્ટ કાર ના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા સ્વીફ્ટ કાર હાઇવા ડમ્પર પાછળ ધડાકાભેર અથડાઈ હતી. બનાવને પગલે આસપાસના લોકો સ્થળ પર ઉમટી પડયા હતા. તેમજ બનાવની જાણ બોડેલી પોલીસને થતા તાત્કાલિક સ્થળ પર પહોંચી કારમાં તપાસ કરતા દારૂ નો જથ્થો મળી આવ્યો હતો.

આ પણ વાંચો : પેપરલીક મામલે પોલીસે વધુ પાંચ શખ્સોની કરી ધરપકડ,મુખ્ય ઓરાપીના ભાઇ પણ સંકજામાં…

a 162 બોડેલીમાં કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત, કારમાંથી મળ્યો દારૂ

સદ્નસિબે અકસ્માતના બનાવ માં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. તેમજ કાર ચાલક ઘટનાસ્થળે કાર મૂકી ફરાર થયો હતો. ઉપરોક્ત બનાવમાં કારના આગળના ભાગ ને નુકસાન થવા પામ્યું હતુ. અકસ્માતના પગલે રોડ ની બન્ને તરફ્ ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાય હતા તેમજ દર્દી ને લઈ જઈ રહેલી એક એમ્બ્યુલન્સ પણ ટ્રાફિક માં અટવાઈ હતી, દારૂ ભરેલ કારને બોડેલી પોલીસે પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો :રાજ્ય સરકારે નદીઓના સન્માન અને રક્ષણ માટે શરૂ કર્યો ‘નદી ઉત્સવ’ 

આ પહેલા ગઇકાલે વડોદરા જિલ્લાના પાદરાથી એક સંઘ પગપાળા દ્વારકા જવા નીકળ્યો હતો. આ પગપાળા સંઘમાં 90 પુરુષ અને કેટલીક મહિલાઓ સામેલ હતી. ગતરાત્રિના રોજ પગપાળા સંઘ ધોરાજી તાલુકાના સુપેડી પહોંચ્યો હતો. સુપેડી ગામે રાતવાસો કર્યા બાદ સવારે પુરુષ અને મહિલાઓનો સંઘ પગપાળા આગળ ચાલતો થયો હતો. તેના બાદ સંઘ ઉપલેટા પોરબંદર હાઈવે પર મોજ નદીના કાંઠે પુલ પાસે આવેલ કારેશ્વર મહાદેવના મંદિર સામે પહોંચ્યો હતો. જ્યાં આ કરૂણ ઘટના બની હતી.

મૃતકોમાં કૈલાસબેન ગોવિંદભાઈ ચૌહાણ અને કૈલાસબેન ભગવાનસિંહ ગોહિલનો સમાવેશ થાય છે. બંને ઘરકામ કરીને પરિવારનુ ગુજરાન ચલાવતા હતા. બનાવની જાણ થતાં ઉપલેટા પોલીસ ઘટના સ્થળે પહોંચી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે કોટેજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદથી પોરબંદર જઈ રહેલા કાર ચાલકની પોલીસે અટકાયત કરી પોલીસ સ્ટેશન ખાતે લઇ જવાયો હતો.

આ પણ વાંચો :ક્રિસમસ પાર્ટી કરવી પડી મોંઘી, આયોજકો વિરુદ્ધ નોંધાઈ FIR

આ પણ વાંચો :અલ્પેશ ઠાકોરનું મહેસાણામાં શક્તિ પ્રદર્શન કે પછી કોરોનાને આમંત્રણ