Not Set/ રાજકોટના યાજ્ઞિક રોડ પર દુર્ઘટના, દુકાનની છત ધરાશાયી થતા કેટલાક લોકો ફસાયા

રાજકોટના યાજ્ઞિક રોડ પર મોટી દુર્ઘટના સર્જાઇ છે. અહીં એક દુકાનની છત ધરાશાયી થતા કાટમાળમાં કેટલાક લોકો ફસાયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

Top Stories Gujarat Rajkot
છત ધરાશાયી
  • રાજકોટના યાજ્ઞિક રોડ પર મોટી દુર્ઘટના
  • દિવાલ ધરાશાયી થતા કેટલાક લોકો ફસાયા
  • દુકાનની છત ધરાશાયી થતા બની દુર્ઘટના
  • કાટમાળમાં લોકો ફસાયા હોવાની આશંકા

રાજકોટના યાજ્ઞિક રોડ પર મોટી દુર્ઘટના સર્જાઇ છે. અહીં એક દુકાનની છત ધરાશાયી થતા કાટમાળમાં કેટલાક લોકો ફસાયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ મામલે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હાલ આ ઘટનામાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી છે.

રાજકોટના સૌથી વધુ પ્રખ્યાત યાજ્ઞિક રોડ પર આ ઘટના બની છે. જેમાં જર્જરિત ઈમારત ધરાશાયી થઈ છે. પાંચ વર્ષથી આ ઈમારતનો એક ભાગ નમી પડ્યો હતો, છતાં કોઈ પગલા લેવાયા ન હતા. બિલ્ડીંગ નમેલી હોવા છતા તેમાં દુકાનો ધમધમતી હતી. હાલ અંદર કેટલા લોકો ફસાયા છે તેની માહિતી સામે આવી નથી, પરંતુ સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડની મદદથી મોટાપાયે રેસ્ક્યૂ કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચો :રાજ્યમાં કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો,છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 17 કેસ

આપને જણાવી દઈએ કે, આ ઘટનામાં હાલ 5 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. આ દુકાનમાં કામ કરતાં લોકોની સાથે સાથે ગ્રાહકો પણ ફસાયા હોવાનું કહેવમાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં ઘણા વાહનોને પણ નુકસાન થયું છે.

આ પણ વાંચો :અદાણી પોર્ટથી ઝડપાયેલ 3000KG ડ્રગ મામલે મોટો ઘટસ્ફોટ, દુબઈથી અપાયો હતો હવાલો અને…

ઉલ્લેખનીય છે કે, સમગ્ર મામલે તંત્રની બેદરકારી સામે આવી છે. પાંચ વર્ષથી આ જર્જરિત ઈમારતને નોટિસ આપવા આવી છે, છતા તેને ખાલી કરાવવાની કોઈ તસ્દી તંત્ર દ્વારા લેવામાં આવી ન હતી. ત્યારે સવાલ એ છે કે, ગુજરાતના મહાનગરોમાં સતત આવી ઘટનાઓ વધી રહી છે. સરકારી કર્મચારીઓને માત્ર નોટિસ આપવા માટે જ રાખવામાં આવ્યા છે. તંત્ર કેમ જોખમી ઈમારતોને નોટિસ આપીને ભગવાન ભરોસે મૂકી દે છે. આખરે કેમ આવી ઈમારતોને ખાલી કરાવાતી નથી. શું કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવામાં આવે છે.

આ પણ વાંચો : વડોદરામાં ઉદ્યોગપતિ પિતા-પુત્રએ કર્યો આપઘાત, બંનેએ ટ્રેન નીચે મૂક્યું પડતું

આ પણ વાંચો :મહિલા સાથે સંબંધ બાંધી ધમકી આપનાર વકીલ મુશ્કેલીમાં, કરાઈ ધરપકડ