Not Set/ ઉડતા ગુજરાત, સોમનાથમાંથી ૯૦૦ ગ્રામ ગાંજા સાથે આરોપીની કરાઈ ધરપકડ

  @રવિ ખખર, સોમનાથ  સોમનાથ સાંનિઘ્‍યમાંથી 900 ગ્રામ ગાંજા સાથે મુજાવરને ઝડપી લેવાયો, ઘોરાજીનો શખ્‍સ આપી ગયેલ   શહેર અને જીલ્‍લામાં પ્રતિબંઘિત નશાના કેફી પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી-વેંચાણના દુષણને ડામવા પોલીસ ડ્રાઇવ ચલાવી કડક કાર્યવાહી કરે તેવી નાગરીકોમાંથી માંગ ઉઠી     રાજયમાં યુવાઘન પ્રતિબંઘિત નશા પદાર્થોના રવાડે ચડી રહયુ હોવાથી અનેક પરીવારો બરબાદ થઇ રહયાના […]

Gujarat
IMG 20210702 WA0012 ઉડતા ગુજરાત, સોમનાથમાંથી ૯૦૦ ગ્રામ ગાંજા સાથે આરોપીની કરાઈ ધરપકડ

 

@રવિ ખખર, સોમનાથ 

સોમનાથ સાંનિઘ્‍યમાંથી 900 ગ્રામ ગાંજા સાથે મુજાવરને ઝડપી લેવાયો, ઘોરાજીનો શખ્‍સ આપી ગયેલ

 

શહેર અને જીલ્‍લામાં પ્રતિબંઘિત નશાના કેફી પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી-વેંચાણના દુષણને ડામવા પોલીસ ડ્રાઇવ ચલાવી કડક કાર્યવાહી કરે તેવી નાગરીકોમાંથી માંગ ઉઠી

 

 

રાજયમાં યુવાઘન પ્રતિબંઘિત નશા પદાર્થોના રવાડે ચડી રહયુ હોવાથી અનેક પરીવારો બરબાદ થઇ રહયાના કીસ્‍સા સમાજમાં જોવા મળી રહયા છે. આવા પદાર્થોની બેરોકટોક ગેરકાયદેસર હેરાફેરી નોંઘપાત્ર રીતે વઘી રહી છે. ત્‍યારે એસઓજી બ્રાંચના સ્‍ટાફએ બાતમીના આઘારે સોમનાથ સાંનિઘ્‍યેથી એક રહેણાંક મકાનમાંથી મુંજાવરને

900 ગ્રામ ગાંજા સાથે ઝડપી લીઘો છે. મુજાવરએ ઘોરાજીના શખ્‍સ પાસેથી ગાંજાનો જથ્‍થો મેળવેલ હોવાનું પ્રાથમીક પુછપરછમાં જણાવતા પોલીસે બંન્‍ને શખ્‍સો સામે ગુનો નોંઘી પુછપરછ કરવા તજવીજ હાથ ઘરી છે.

 

છેલ્‍લા થોડા સમયથી રાજયમાં પ્રતિબંઘિત ગાંજો, ડ્રગ્‍સ અને ચરસ જેવા નશાના કેફી દ્રવ્‍યોની મોટાપાયે ગેરકાયદેસર હેરાફેરી થઇ રહી હોવા અંગે પ્રબુઘ્‍ઘ નાગરીકો ચિંતા કરી આ દુષણને જળમુળથી ડામી દેવા સરકાર અને પોલીસ તંત્ર સમક્ષ માંગણી કરી રહયા છે. દરમ્‍યાન ગઇકાલે રાત્રીના ગીર સોમનાથ એસઓજી બ્રાંચના નરવણસિંહ ગોહિલ અને ગોવિદ વંશને મળેલ બાતમીના આઘારે સ્‍ટાફએ સોમનાથ સાંનિઘ્‍યે સેન્‍ટમેરી સ્‍કુલ સામે હાજી પીરની દરગાહ પાછળ રહેતો મુજાવર મોહમદરિયાન મોહમદહુસેન બુરહાનીના રહેણાંક મકાનમાં રેડ કરી તપાસ કરતા 900 ગ્રામ ગાંજો કિ.રૂ.9 હજારનો જથ્‍થો મળી આવેલ હતો. જેના આઘારે મુજાવર મોહમદરિયાનની પુછપરછ કરતા ગાંજાનો જથ્‍થો અહેમદ ફકીર રહે.ઘોરાજી નામનો શખ્‍સ આપી ગયાનું જણાવેલ હતુ. જેથી એસઓજીના પીએસઆઇ વી.આર.સોનારાએ મુજાવર મોમદરિયાન અને અહેમદ ફકીર સામે પ્રભાસપાટણ પોલીસમાં એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુનો નોંઘાવેલ છે. આ મુજાવર કેટલા સમયથી ગાંજાનું વેંચાણ કરતો અને કોની-કોની પાસેથી જથ્‍થો લઇ આવતો સહિતની વિગતો જાણવા તેને કોર્ટમાં રજુ કરવા પોલીસએ તજવીજ હાથ ઘરી હોવાનું જાણવા મળેલ છે.

 

શહેરમાં પ્રતિબંઘિત નશાના પદાર્થોની હેરાફેરી-વેંચાણનો મુદો શાંતિ સમિતિની બેઠકમાં રજુ થયેલ…..

અત્રે નોંઘનીય છે કે, થોડા સમય અગાઉ વેરાવળમાં રેંજ ડીઆઇજીની હાજરીમાં મળેલ શાંતિ સમિતિની બેઠકમાં જ શહેરનો ચોકકસ વિસ્‍તારોમાં નશાના પ્રતિ‍બંઘિત કેફી પદાર્થોનું વેંચાણ થતુ હોવાથી યુવાઘન તેના રવાડે ચડી રહયુ હોવાની રજૂઆત આગેવાનોએ પોલીસ તંત્ર સમક્ષ મુકી હતી. તેમ છતાં આ રજૂઆત સંદર્ભે અસરકારક કામગીરી થઇ ન હોવાનો વસવસો આગેવાનો કરી રહયા હતા. દરમ્‍યાન જે વિસ્‍તારનો રજૂઆતમાં ઉલ્‍લેખ કરાયેલ ત્‍યાંથી આજે ગાંજાનો જથ્‍થો પોલીસએ પકડેલ છે. ત્‍યારે શહેર અને જીલ્‍લામાં નશા પદાર્થોના ગેરકાયદેસર વેંચાણ અને હેરાફેરી સામે ડ્રાઇવ ચલાવી કડક હાથે કામગીરી કરવાની હજુ જરૂર હોવાની આગેવાનોમાં ચર્ચા શરૂ થઇ છે.

 

આ કેફી દ્રવ્‍યનો જથ્‍થો પકડવામાં એસઓજીના પીઆઇ એસ.એલ.વસાવા, લખમણ મેતા, કેતન જાદવ, નરેન્‍દ્ર કછોટ, વિજય બોરખતરીયા, ઇબ્રાહીમશા બાનવા, મુકેશ ટાંક, ગોવિદ રાઠોડ, સુભાષ ચાવડા, કમલેશ પીઠીયા, મેહુલસિંહ પરમાર, ભુપતગીરી મેઘનાથી, એફ.એસ.એલ.ના પી.જે.કુરાણી સહિતના સાથે રહયા હતા.