Surat Police/ સુરતમાં કરોડોનો ખેલ કરી જનાર આરોપી સુમિત ગોએન્કાની દિલ્હીથી ધરપકડ

સુરત શહેરમાં કરોડો રૂપિયાનો ખેલ કરી દોઢ વર્ષથી ફરાર આરોપી સુમિત ગોએન્કાની…….

Top Stories Surat Breaking News
Image 2024 06 23T144424.928 સુરતમાં કરોડોનો ખેલ કરી જનાર આરોપી સુમિત ગોએન્કાની દિલ્હીથી ધરપકડ

Surat News: સુરત શહેરમાં કરોડો રૂપિયાનો ખેલ કરી દોઢ વર્ષથી ફરાર આરોપી સુમિત ગોએન્કાની દિલ્હીથી ડીસીપી ઝોન-4ના સ્ક્વૉડે ધરપકડ કરી છે. ડાયરીઓના નામે કરોડો-અબજોના ખેલ કરનારા સુમિત ગોયન્કા મોટા બિલ્ડરો અને કાપડ વેપારીઓનું 700 કરોડનું ફૂલેકું ફેરવીને બિહાર ભાગી ગયો હતો બાદમાં બિહારથી દિલ્હી ભાગી ગયો હતો. વેસુ પોલીસ આરોપીની શોધખોળમાં જોડાઈ ગઈ હતી.

સુમિત અને તેની ટોળકીએ સિટીલાઇટ સૂર્યા પેલેસમાં રહેતા બિલ્ડર અભિષેક ગૌસ્વામીને વીઆઇપી રોડના સોલેરિયમ પ્રોજેક્ટમાં 15 દુકાન વેચી 1.54 કરોડ લીધા હતા. આ કેસમાં શ્રેષ્ઠા ગૃપના ડેવલોપર્સના ભાગીદાર ભાવિન પટેલ, પ્રદીપ તમાકુવાલા, વસંત પટેલ, તુષાર શાહ, સુમિત ગોયન્કા, રાજુસીંગ અને ઓમકાર સીંગની તપાસ કરવા પોલીસ તેમના ઓફિસ અને ઘરે ગઈ હતી. અભિષેકે જણાવ્યું કે સુમિતે ઉધનાના એક બિલ્ડર પાસેથી 250 કરોડ, એક મોટા બિલ્ડરો પાસેથી 300 કરોડ, કાપડના વેપારીઓ પાસેથી 150 કરોડ લીધા છે. આ અગાઉ સુમિત વિરુદ્ધ પોલીસમાં અરજીઓ પણ થઈ છે.

one more kiran patel in surat sumit goenka cheat many people in surat

ત્યારે આરોપી સુમિત ગોએન્કા દિલ્હીમાં ખાખરા વેચતા ઝડપાયો છે. કરોડો રૂપિયાની છેતરપિંડીના ગુનામાં દોઢ વર્ષથી ફરાર હતો. સુરત વેસુ પોલીસના ચોપડે સુમિત વોન્ટેડ જાહેર કરાયો હતો. તાજેતરમાં સુરતના ડિંડોલી અને લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ગુનાઓનો આરોપી છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હતો. આ મોસ્ટ વોન્ટેડ આરોપીને ડીસીપી ઝોન-4 દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બનાસકાંઠામાં ચવાણાંમાંથી મૃત ગરોળી નીકળતાં મચી ચકચાર

આ પણ વાંચો: દમણનાં દરિયા કિનારે અશ્લીલ હરકતનો વીડિયો વાયરલ

આ પણ વાંચો: અંબાલાલ પટેલે અતિભારે વરસાદની કરી આગાહી

આ પણ વાંચો: અમદાવાદ ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ, 160 વિરૂદ્ધ ગુનો નોંધાયો