અમદાવાદ/ રસ્તે જતી મહિલા પર એસિડ એટેક, ચહેરો બાળી બાઇક સવાર રફુચક્કર

અમદાવાદના ઘાટલોડિયા ટેલિફોન એક્સચેન્જ નજીકથી એક મહિલા પસાર થઈ રહી હતી. આ દરમિયાન બાઈક પર આવેલા શખ્સોએ એસિડ એટેક કર્યો હતો.

Ahmedabad Gujarat
એસિડ એટેક
  • અમદાવાદના ઘાટલોડિયામાં મહિલા પર એસિડ એટેક
  • બાઇક પર આવેલા શખ્સોએ કર્યો એસિડ એટેક
  • મહિલાના મોઢા પર એસિડ છાંટી શખ્સો ફરાર
  • મહિલાને સારવાર માટે સોલા સિવિલ ખસેડાઇ

અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં એસિડ એટેક નો બનાવ સામે આવ્યોછે.  બાઇક પર આવેલા શખ્સોએ મહિલાના મોઢા પર એસિડ છાંટી ફરાર થયા હતા. આ ઘટના બાદ મહિલાને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટના સંદર્ભે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, અમદાવાદના ઘાટલોડિયા ટેલિફોન એક્સચેન્જ નજીકથી એક મહિલા પસાર થઈ રહી હતી. આ દરમિયાન બાઈક પર આવેલા શખ્સોએ એસિડ એટેક કર્યો હતો. મહિલાના મોઢા પર એસિડ ફેંકીને શખ્સો ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં મહિલાને મોંઢા પર ગંભીર ઈજા થતાં તેને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. હજુ સુધી મહિલા પર એસિડ એટેક કરવા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

હાલ તો પોલીસે ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહિલાનું નિવેદન લેવા સહિત આગળની તપાસ હાથ ધરી છે. તો એસિડ એટેક કરનાર શખ્સોને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. અમદાવાદમાં અગાઉ પણ એસિડ એટેકની ઘટના અનેક વાર સામે આવી છે.

બાઇક પર આવેલા શખ્સોએ મહિલાના મોઢા પર એસિડ છાંટી ફરાર થયા હતા. આ ઘટના બાદ મહિલાને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટના સંદર્ભે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :ભગવાન શિવ પાણી અને નંદીએ પીધું દૂધ, વાત ફેલાતાં ભક્તો શિવાલયોમાં ઊમટયાં

આ પણ વાંચો :રાજ્યમાં આજે 312 પરીક્ષા કેન્દ્ર પર PSIની લેખિત પરીક્ષા યોજાશે,CCTV કેમેરાથી બાજ નજર

આ પણ વાંચો : ટ્રાફિક બ્રિગેડના આઈજી દ્વારા આયોજિત ટ્રાફિક ડ્રાઈવની સૂરસૂરિયું

આ પણ વાંચો :  કૂખ ભાડે આપવાથી શરૂ થયેલો વેપાર બાળ તસ્કરી સુધી પહોંચ્યો