Not Set/ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને એરપોર્ટ પર રોકવામાં આવી,દેશ છોડવાની મનાઇ

અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને આજે એલઓસી (લૂક આઉટ સર્ક્યુલર)ના કારણે ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા મુંબઈ એરપોર્ટ પર રોકવામાં આવી હતી.

Top Stories Entertainment
actress અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને એરપોર્ટ પર રોકવામાં આવી,દેશ છોડવાની મનાઇ

અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને આજે એલઓસી (લૂક આઉટ સર્ક્યુલર)ના કારણે ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા મુંબઈ એરપોર્ટ પર રોકવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સુકેશ ચંદ્રશેખર કેસમાં અભિનેતા વિરુદ્ધ એલઓસી ખોલ્યું હતું.ફર્નાન્ડીઝ એક શો માટે દુબઈ જવા માંગતી હતી.EDએ 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં સુકેશ ચંદ્રશેખર અને અન્યો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. કેન્દ્રીય એજન્સીએ છેતરપિંડી કરનાર સુકેશથી માંડીને  ફર્નાન્ડીઝ સુધીના નાણાકીય વ્યવહારો દર્શાવતા પુરાવા શોધી કાઢ્યા છે.

ઈડી સૂત્રોએ કહ્યું છે કે સુકેશ સે બોલિવૂડ અભિનેતા સુધી પહોંચવાવાળા અપરાધીની કથિત ઇડીની તપાસ ચાલુ છે અને અભિનેત્રીની ફરીવાર પુછપરછ કરવામાં આવશે,

ઉલ્લેખનીય છે કે તિહાર જેલમાં બેસીને 200 કરોડની વસૂલાત કરનાર મહાઠગ સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ચાર્જશીટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. શનિવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવેલી ચાર્જશીટમાં તપાસ એજન્સીએ કહ્યું કે સુકેશે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને 52 લાખની કિંમતનો ઘોડો અને 9 લાખની કિંમતની પર્શિયન બિલાડી ભેટમાં આપી હતી. એટલું જ નહીં, ચાર્જશીટમાં નોરા ફતેહીને આપવામાં આવેલી કરોડોની ગિફ્ટનો પણ ઉલ્લેખ છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તેની ચાર્જશીટમાં કહ્યું છે કે અભિનેતા સુકેશ ચંદ્રશેખર દ્વારા અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને આપવામાં આવેલી 10 કરોડ રૂપિયાની ભેટમાં 52 લાખ રૂપિયાનો ઘોડો અને 9 લાખ રૂપિયાની પર્સિયન બિલાડીનો સમાવેશ થાય છે. મની લોન્ડરિંગ કેસમાં તપાસ એજન્સીએ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આરોપ છે કે ચંદ્રશેખરે તિહાર જેલમાં બંધ એક બિઝનેસમેનની પત્ની પાસેથી 200 કરોડ રૂપિયાની ઉચાપત કરી હતી.

જેકલીન ફર્નાન્ડીઝની સાથે EDએ તેની ચાર્જશીટમાં અભિનેત્રી નોરા ફતેહીનો પણ ઉલ્લેખ કર્યો છે. આ કેસના સંદર્ભમાં તેની પૂછપરછ કરવામાં આવી હતી. ફર્નાન્ડીઝ અને તેના સહયોગીઓની પણ પૂછપરછ કરવામાં આવી છે. ચંદ્રશેખરે પહેલા મીડિયાને કહ્યું હતું કે તેણે નોરા ફતેહીને કાર ગિફ્ટ કરી હતી. જ્યારે, ચાર્જશીટ મુજબ, ચંદ્રશેખર અને ફર્નાન્ડિઝે આ વર્ષે જાન્યુઆરીની આસપાસ વાત કરવાનું શરૂ કર્યું અને પછીથી તેઓએ તેણીને ભેટો મોકલવાનું શરૂ કર્યું.