Sajjan Jindal/ ઉદ્યોગપતિ સજ્જન જિંદાલ સામે અભિનેત્રીની દુષ્કર્મની ફરિયાદ

મુળ અમદાવાદની યુવતીએ મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી………..દુબઈમાં આપી આઈપીએલ મેચ દરમિયાન જીંદાલ સાથે ઓળખ થઈ હતી

Top Stories India
સજ્જન જિંદાલ

@નિકુંજ પટેલ

મુળ અમદાવાદની અને મુંબઈના જૂહુ વિસ્તારમાં રહેતી અત્રિનેત્રીએ દેશના ટોચના ઉદ્યોગપતિ સજ્જન જિંદાલ સામે મુંબઈ પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે. દુબઈમાં આઈપીએલ ક્રિકેટ મેચ દરમિયાન આ યુવતીની ઓળખ જિંદાલ સાથે થઈ હતી. દરમિયાન બન્ને વચ્ચે મોબાઈલ નંબરની આપલે થઈ હતી. જેમાં તેમની વચ્ચે અવારનવાર વાતચીત થતી હતી. જેમાં યુવતીને જિંદાલ બાંદ્રાની એક ઓફિસમાં બોલાવીને તેની સાથે દુષ્કર્મ કર્યું હોવાનું યુવતીએ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે.

આ બનાવની વિગત મુજબ મુંબઈના જૂહુ વિસ્તારમાં રહેતી 30 વર્ષની ડોક્ટર યુવતીએ હિન્દી અને સાઉથની કેટલીક ફિલ્મોમાં અભિનય કર્યો છે. અભિનેત્રીનો ભાઈ દુબઈમાં રિયલ એસ્ટેટમાં નોકરી કરે છે. દરમિયાન 8-102021માં દુબઈમાં ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં અત્રિનેત્રી તેના ભાઈ સાથે આઈપીએલ ક્રિકેટ મેચ જોવા માટે ગઈ હતી. બન્ને જણા વીઆઈપી બોક્સમાં બેઠા હતા. તે સમયે અભિનેત્રીની ઓળખ ઉદ્યોગપતિ સજ્જન જિંદાલ સાથે ઔપચારિક મુલાકાત થઈ હતી. યુવતીનો ભાઈ દુબઈમાં પ્રોપર્ટી કન્સલટન્સીનો ધંધો કરતો હોવાથી સજ્જન જિંદાલ દુબઈમાં પ્રોપર્ટી ખરીદવી છે એમ કહીને પોતાનો મબાઈલ નંબર યુવતીને આપ્યો હતો. બાદમાં યુવતીના ભાઈએ  જિંદાલને પ્રોપર્ટી ખરીદવી હોવાથી મુંબઈ ગયા બાદ રૂબરૂ મળીને પોર્પર્ટી બાબતે વાત કરશે, એમ કહ્યું હતું.

ત્યારબાદ 13-12-2021 અભિનેત્રી મુંબઈ આવી હતી. જેમાં  જિંદાલ મળવા માટે અભિનેત્રીને એક મેસેજ પાઠવ્યો હતો. દરમિયાન મુંબઈના એક ભુતપુર્વ મંત્રીના પુત્રના લગ્નનું આયોજન રાજસ્થાનના જયપુરમાં કરાયું હતું. જ્યાં આ યુવતી તેના ભાઈ સાથે ગઈ હતી. જેયાં ફરીથી તેની મુલાકાત જિંદાલ સાથે થઈ હતી. ત્યારબાદ તેમની વચ્ચે અવારનવાર વાતચીત થતી હતી. જેમાં જિંદાલ યુવતીને બેબ, બેબી જેવા સંબોધન કરતો હતો. જિંદાલ યુવતીને હોટેલમાં મળવા માટે આગ્રહ કરતો હતો. જોકે યુવતીએ બહુ ધ્યાન આપ્યું ન હતું અને જિંદાલ ને રેસ્ટોરન્ટમાં મળવા માટે કહ્યું હતું. દરમિયાન જિંદાલ યુવતીને રોમેન્ટીકલી ઈન્ટરેસ્ટેડ હોવાનું કહ્યું હતું.

બીજીતરફ 23-12-2021ના રોજ સજ્જન જિંદાલ બાંદ્રાની એક ફાઈવ સ્ટાર હોટેલમાં રૃમ બુક કરાવી યુવતીને બોલાવી હતી.. જ્યાં જિંદાલે તેની પત્ની સંગીતા જિંદાલ સાથેના સંબોધ બરાબર ન હોવાનું કહ્યું હતું.દરમિયાન જીડાલે યુવતીને હગ કરીને કિસ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવતીએ વિરોધ કરતા જિંદાલ ત્યાંથી રવાના થઈ ગયો હતો. બીજીતરફ જીંદાલ યુવતીને કિસ તથા અન્ય ઈમોજી તથા હોટ ફોટો મોકલવા માટે આગ્રહ કરતો હતો.જોકે યુવતીએ તેનો ઈન્કાર કર્યો હતો.

ત્યારબાદ 26-12-2021ના રોજ જિંદાલ યુવતીના ઘરે આવ્યો હતો અને તેની કારમાં યુવતીને ફરવા લઈ ગયો હતો. તેણે યુવતીનો હાથ પકડીને તેને બંગલો, કાર સાથે બિઝનેસ સેટ કરી આપવાની લાલચ આપી હતી. યુવતીએ જિંદાલ ને કાયદેસરના સંબંધીઓ અંગે પુછતા જિંદાલ તેના દિકરાના દિકરા હોવાનું કહ્યું હતું. તેણે યુવતીને આપણે ભારત બહાર પતિ પત્ની તરીકે રહી શકીએ, એમ કહ્યું હતું. પરંતુ યુવતીએ ગેરકાયદે પતિ પત્ની તરીકેના સંબંધ માટે તૈયાર નથી, એમ કહ્યું હતું. જિંદાલ યુવતી પાસે શારીરિક સંબંધની માંગણી પણ કરી હતી. જોકે યુવતીએ લગ્ન પછીજ આ સંબંધ શક્ય છે, એમ કહ્યું હતું.

દરમિયાન જિંદાલ યુવતીને મુંબઈના આલગ અલગ ઠેકાણે બોલાવીને પત્ની બનાવવા માટે ગંભીર હોવાનું યુવચતીને કહ્યું હતું. 24-12-2021ના રોજ સજ્જન જિંદાલ બાંદ્રા પુર્વની એક ઓફિસમાં યુવતીને મળવા બોલાવી હતી. જ્યાં તે યુવતીને હાથ પકડજીને બાથરૃમમાં લઈ ગયો હતો અને શારીરિક સંબંધની માંગણી કરીને જબરજસ્તીથી દુષ્કર્મ કર્યું હતું. બુમાબુમ કરતા તેણે યુવતીને તે તેની સાથે લગ્ન કરશે કહીને શાંત પાડી હતી. થોડીવાર બાદ જિંદાલ અહીંતી ચાલ્યો ગયો હતો.

ત્યારબાદ જિંદાલ યુવતીને ફોન કરીને આ ઘટના સંદર્ભે સોરી કહ્યું હતું. જોકે યુવતીએ ફોન કટ્ કરી દીધો હતો.જોકે બાદમાં જિંદાલ ના ફોન અને મેસેજ આવવાનું ઓછું થઈ ગયું. જેને પગલે યુવતીને જિંદાલ તેની સાથે છેતરપિંડી કરી હોવાનું લાગ્યું હતું. તે સિવાયજીંદાલે યુવતીનો ફોન પણ બ્લોક કરી દીધો હતો. જિંદાલ મોટો બિઝનેસમેન હોવાથી પોતાના કુંટુબીજનોને તકલીફ આપશે, એમ માનીને યુવતીએ તે સમયે કોઈ પોલીસ ફરિયાદ કરી ન હતી. જોકે બાદમાં યુવતીએ આ બાબતે તેના પરિવારજનો સાથે વાત કર્યા બાદ 16 ફેબ્રુઆરી 2023ના રોજ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ પોલીસ સ્ટેશન ખાતે સંજન જીંદાલ સામે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદને પગલે જિંદાલ તેના માણસો દ્વારાઅલગ અલગ મોબાઈલથી યુવતીને ફોન કરીને ફરિયાદ પાછી ખેચી લેવા માટે પૈસાની લાલચ આપી હતી. જોકે યુવતીએ તેનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 ઉદ્યોગપતિ સજ્જન જિંદાલ સામે અભિનેત્રીની દુષ્કર્મની ફરિયાદ


આ પણ વાંચો:President Draupadi Murmu/રાષ્ટ્રપતિ મુર્મુ આજથી ત્રણ રાજ્યોના પાંચ દિવસીય પ્રવાસ પર

આ પણ વાંચો:Survey report of Gnanawapi/ASI આજે જ્ઞાનવાપીનો સર્વે રિપોર્ટ રજૂ કરશે!

આ પણ વાંચો:Vande Bharat Express/PM મોદી યુપીના લોકોને બીજી વંદે ભારત એક્સપ્રેસ કરશે ગિફ્ટ, જાણો રૂટ અને સમય