Not Set/ અભિનેત્રી શ્વેતા તિવારી : પતિ અભિનવ કોહલી પર લગાવ્યો ઘરેલું હિંસાનો આરોપ

અભિનેત્રી શ્વેતા તિવારીએ તેના પતિ અભિનવ કોહલી પર ઘરેલું હિંસાનો આરોપ લગાવ્યો છે. આ કેસમાં કાર્યવાહી કરતાં પોલીસ દ્વારા અભિનવની ધરપકડ કરવામાં આવી છે. શ્વેતાના જણાવ્યા મુજબ અભિનવે તેની પુત્રી પલક પર હુમલો કર્યો હતો.શ્વેતાને પુત્રી પલક સાથે પોલીસ સ્ટેશનની બહાર જેવા મળી હતી. આ દરમિયાન તે જોરજોરથી રડતી જોવા મળી હતી. એક મનોરંજન વેબસાઇટ […]

Top Stories
sweta અભિનેત્રી શ્વેતા તિવારી : પતિ અભિનવ કોહલી પર લગાવ્યો ઘરેલું હિંસાનો આરોપ

અભિનેત્રી શ્વેતા તિવારીએ તેના પતિ અભિનવ કોહલી પર ઘરેલું હિંસાનો આરોપ લગાવ્યો છે. આ કેસમાં કાર્યવાહી કરતાં પોલીસ દ્વારા અભિનવની ધરપકડ કરવામાં આવી છે. શ્વેતાના જણાવ્યા મુજબ અભિનવે તેની પુત્રી પલક પર હુમલો કર્યો હતો.શ્વેતાને પુત્રી પલક સાથે પોલીસ સ્ટેશનની બહાર જેવા મળી હતી. આ દરમિયાન તે જોરજોરથી રડતી જોવા મળી હતી.

sweta 4 અભિનેત્રી શ્વેતા તિવારી : પતિ અભિનવ કોહલી પર લગાવ્યો ઘરેલું હિંસાનો આરોપ

એક મનોરંજન વેબસાઇટ અનુસાર, અભિનવે ગુસ્સાથી શ્વેતાની પુત્રી પલકને થપ્પડ મારી હતી.  શ્વેતાએ પોલીસને જણાવ્યું હતું કે અભિનવ ઘણી વાર નશામાં હોય છે. અભિનવ અને શ્વેતા વચ્ચે  છેલ્લા એક વર્ષથી  ખટરાગ વર્તાઈ રહ્યો હતો. પરંતુ બંનેએ તેના વિશે ક્યારેય વાત કરી ન હતી.

અભિનવને બપોરે 1 વાગ્યાની આસપાસ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો અને શ્વેતા-પલકની હાજરીમાં આશરે 4 કલાક તેની પૂછપરછ કરવામાં આવી હતી. આ પછી પોલીસે શ્વેતાની ફરિયાદ પરથી અભિનવ સામે ગુનો નોંધ્યો હતો.

sweta 3 અભિનેત્રી શ્વેતા તિવારી : પતિ અભિનવ કોહલી પર લગાવ્યો ઘરેલું હિંસાનો આરોપ

અભિનવે તેની સાવકી પુત્રી પલકને બીભત્સ  ગાળો આપી હતી.  શ્વેતાના જણાવ્યા અનુસાર, વર્ષ 2017 માં, અભિનવે તેની પુત્રી પલકને તેના મોબાઇલમાં મોડેલનો અશ્લીલ ફોટો પણ બતાવ્યો હતો. હવે આ મામલે સમતા નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો, ત્યારબાદ પોલીસે અભિનવની ધરપકડ કરી હતી. પોલીસ હવે આ મામલે તપાસ કરી રહી છે.

sweta 1 અભિનેત્રી શ્વેતા તિવારી : પતિ અભિનવ કોહલી પર લગાવ્યો ઘરેલું હિંસાનો આરોપ

શ્વેતા તિવારીએ તેની કારકિર્દીની શરૂઆત સિરીયલ “કસૌટી જિંદગી કી” થી કરી હતી. આમાં તેમણે પ્રેરણાની ભૂમિકા ભજવીને ઘર-ઘરમાં જાણીતો ચહેરો બની ગયી હતી.  આ સિવાય શ્વેતા ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી છે. શ્વેતાએ બિગ બોસમાં પણ ભાગ લીધો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.