PROJECT/ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડનો UP ખાતે 100 મેગાવોટનો સોલર પ્લાન્ટ કાર્યરત

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડની પેટા કંપની અદાણી સોલર એનર્જી ફોર પ્રાઈવેટ લિમિટેડે ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જીલ્લાના જલાલાબાદ અને બુદાઉન જીલ્લાના સાહસ્વાનીન ખાતે 100 મેગાવૉટના સોલર પાવર પ્લાન્ટસ કાર્યરત કરી દીધા છે….

Ahmedabad Gujarat
a 30 અદાણી ગ્રીન એનર્જી લિમિટેડનો UP ખાતે 100 મેગાવોટનો સોલર પ્લાન્ટ કાર્યરત

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડની પેટા કંપની અદાણી સોલર એનર્જી ફોર પ્રાઈવેટ લિમિટેડે ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જીલ્લાના જલાલાબાદ અને બુદાઉન જીલ્લાના સાહસ્વાનીન ખાતે 100 મેગાવૉટના સોલર પાવર પ્લાન્ટસ કાર્યરત કરી દીધા છે. નિષ્ણાતોની ટીમે પ્લાન્ટ કાર્યરત કરવાના નિર્ધારિત સમયના લગભગ એક માસ પહેલાં આ પાવર પ્લાન્ટસ કાર્યરત કરવાનુ શક્ય બનાવ્યુ છે. આ બંને પ્લાન્ટસ ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન લિમિટેડ સાથે અનુક્રમે રૂ.3.22/kWh અને 3.19/kWh ના દરથી 25 વર્ષના પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ ધરાવે છે.

ભારતમાં વિવિધ સ્થળે આવેલા અદાણીનાં સોલર અને વીન્ડ પ્લાન્ટસને સતત નિર્દેશ આપતુ અને સહાયક બનતુ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડનુ એનર્જી નેટવર્ક ઓપરેશન સેન્ટર પ્લેટફોર્મ પણ બંને કાર્યરત થયેલા પ્લાન્ટસને સાતત્ય સાથે પરફર્મન્સ પૂરો પાડવામાં સહાય કરી રહ્યું છે. આ બંને પ્લાન્ટ કાર્યરત થતાં કોવિડ-19 મહામારીની પડકારજનક કટોકટી શરૂ થઈ તે પછી 700 મેગાવૉટનો ઉમેરો કર્યો છે. આ સાથે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડનો કુલ રિન્યુએબલ પોર્ટફોલિયો 14,815 મેગાવૉટનો થયો છે. તેમજ વર્ષ 2025 સુધીમાં 25 GWની ક્ષમતા સુધી પહોંચવાના વિઝનની માર્ગે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડનો પ્લાન છે. આ અગાઉ આ વર્ષે યુએસ સ્થિત થીંક ટેન્ક મર્કોમ કેપિટલે અદાણી ગ્રુપને નંબર-1 ગ્લોબલ સોલર પાવર જનરેશન એસેટ ઓનર તરીકેનો પ્રથમ રેન્ક આપ્યો હતો.

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડનુ એમડી અને સીઈઓ વિનીત.એસ જૈન દ્વારા જણાવવામાં આવ્યુ કે “કંપનીના એડવાન્સ સાઈટ રિસોર્સ એસ્ટીમેશન, ડિઝાઈન પ્લાનીંગ, સપ્લાય ચેઈન એસ્યોરન્સ અને તેની સાથે સાથે ટીમની કટિબધ્ધતા અને અસાધારણ રીતે ધ્યાન કેન્દ્રિત કરીને પ્રોજેકટ ડિલીવર કરવાની ક્ષમતાને કારણે નિર્ધારિત સમય પહેલાં પ્રોજેકટસ કાર્યરત કરીને તેનુ સંચાલન શરૂ શકાયુ છે.

Crime: ગાંધીધામનાં વેપારીનાં અપહરણનો ભેદ ઉકેલાયો, ગુજરાત ATS એ 4 આરોપીની કરી ધરપકડ

Ahmedabad: શાળાની મહિલા ક્લાર્કની કારીગરી, ખોટી સહિઓ કરી 3 કરોડથી વધુની કરી ઉચાપત

Ahemdabad: 24મીએ અમદાવાદ માટે ઐતિહાસિક દિવસ, ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ માટે 50% દર્શકોની એન્ટ્રી નિશ્ચિત, PM મોદીની ઉપસ્થિતિના સંકેત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો