Maharashtra News/ અદાણી ગ્રુપને મળ્યો મોટો ફાયદો, ધારાવી પ્રોજેક્ટ પર કબજો

Mumbai News : મુંબઈ અદાણી ગ્રુપને મોટો ફાયદો થયો છે. બોમ્બે હાઈકોર્ટે અદાણી ગ્રુપને ધારાવી ઝૂંપડપટ્ટીના પુનર્વિકાસ પ્રોજેક્ટ આપવાના રાજ્ય સરકારના નિર્ણયને પડકારતી અરજી ફગાવી દીધી છે. આ નિર્ણય બાદ અદાણી ગ્રુપને આ પ્રોજેક્ટ પર સંપૂર્ણ કબજો મળી ગયો છે.

Mumbai News Top Stories Trending Breaking News

Mumbai News : બોમ્બે હાઈકોર્ટે મુંબઈમાં ધારાવી ઝૂંપડપટ્ટીના પુર્નવિકાસ યોજનાને અદાણી(Adani) પ્રોપર્ટીઝ પ્રાઈવેટ લિમિટેડને આપવા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને  શુક્રવારે ફગાવી દેવામાં આવી છે. હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડી. કે. ઉપાધ્યાય(Justice D. K. Upadhyay) અને જસ્ટિસ અમિત બોરકર(Justice Amit Borkar)ની ડિવિઝન બેન્ચે કહ્યું કે, અરજીમાં ઉઠાવવામાં આવેલા આધારની કોઈ યોગ્યતા નથી. ટેન્ડર રદ કરવા અને નવું ટેન્ડર બહાર પાડવાના સરકારના પગલાને પડકારવામાં અરજદાર નિષ્ફળ ગયા છે.

સંયુક્ત આરબ અમીરાત (UAE) સ્થિત સેકલિંક ટેક્નોલોજી કોર્પોરેશ(STC)ને અદાણી (Adani) ગ્રુપને પ્રોજેક્ટ આપવાના રાજ્ય સરકારના નિર્ણયને પડકારતી અરજી કરી હતી. સેકલિંક ટેક્નોલોજી કોર્પોરેશ(STC)ને 2018ના ટેન્ડરને રદ કરવા અને ત્યાર પછી 2022માં અદાણી(Adani)ને આપેલા ટેન્ડર મુદ્દે પડકાર ફેંક્યો હતો. અદાણી ગ્રુપે 259 હેક્ટર ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે સૌથી વધુ બોલી લગાવી હતી. તેણે 2022ની ટેન્ડર પ્રક્રિયામાં રૂ. 5,069 કરોડની ઓફર સાથે આ સિદ્ધિ મેળવી હતી.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન ધારાવી પ્રોજેક્ટનો મુદ્દો ગરમાયો હતો. વિપક્ષી દળે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT), જો સત્તા પર આવે તો, એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીના પુનર્વિકાસ માટે અદાણી જૂથને આપવામાં આવેલી તમામ જમીન પાછી લેવાનું અને પ્રોજેક્ટને સંપૂર્ણપણે રદ કરવાનું વચન આપ્યું હતું. પરંતુ વિધાનસભા ચૂંટણીમાં UBT ને સતા ના મળી હોવાથી મહાયુતિની જીત થઈ હોવાથી અદાણીને પ્રોજેક્ટ મળ્યો હોવાની ચર્ચાઓ ફેલાઈ છે. હવે હાઈકોર્ટના આ નિર્ણય બાદ અદાણી ગ્રુપને મોટો ફાયદો થયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ‘સત્તામાં આવીશું તો અદાણીનો ધારાવી પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ રદ કરીશું’ ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન

આ પણ વાંચો: ‘મુંબઈને અદાણી સિટી નહીં બનવા દઈએ, સત્તામાં આવશે તો…’, ઉદ્ધવ ઠાકરેએ કહ્યું ધારાવીને લઈને શું છે પ્લાન!

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ફંગલ વાવાઝોડું ત્રાટક્યું, 6 જિલ્લામાં યલો એલર્ટ, કેટલીક જગ્યાએ વરસાદની શક્યતા