multi-millionaire/ અદાણી નીકળી ગયા સંપત્તિ વાર્ષિક વૃધ્ધિ મામલે અંબાણી કરતા પણ આગળ

ભારતમાં અબજપતિ બિઝનેસમેન વિશે વાત કરવામાં આવે તો લોકોના મોઢા પર પહેલુ નામ અંબાણી પરિવારનું જ આવે છે અને આનું કારણ છે કે પાછલા અનેક વર્ષોથી અંબાણી પરિવાર અને ખાસ કરીને મુકાશ અંબાણી

Top Stories Business
adani and ambani અદાણી નીકળી ગયા સંપત્તિ વાર્ષિક વૃધ્ધિ મામલે અંબાણી કરતા પણ આગળ

ભારતમાં અબજપતિ બિઝનેસમેન વિશે વાત કરવામાં આવે તો લોકોના મોઢા પર પહેલુ નામ અંબાણી પરિવારનું જ આવે છે અને આનું કારણ છે કે પાછલા અનેક વર્ષોથી અંબાણી પરિવાર અને ખાસ કરીને મુકાશ અંબાણી જ દેશનાં સૌથી ધનાઢ્યોની યાદીમાં મોખરે રહેતા આવ્યા છે, પરંતુ આ વર્ષે આપણા બીજા એક ગુજરાતી બિઝનેસમેને આ ચીલો તોડ્યો છે અને અંબાણીને પાછળ છોડી આ રેસમાં આગળ નીકળી ગયા છે.

જી હા, અબજપતિ બિઝનેસમેન ગૌતમ અદાણી દેશમાં નવા વેલ્થ મેગ્નેટ તરીકે ઊભરી રહ્યા છે. મૂળ ગુજરાતી એવા અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી આ વર્ષે ધનિક ભારતીયોમાં સર્વાધિક સંપત્તિ વધારવામાં સફળ રહ્યા છે. અને તેમને અંબાણી (મુકેશ અંબાણી)ને પાછળ છોડી દીધા છે. તેમની આ ઝડપ આગળ એશિયાની સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પણ પાછળ રહી ગયા છે. જોકે વિશ્વભરમાં કુલ સંપત્તિ મામલે અંબાણી 10મા, જ્યારે અદાણી 40મા સ્થાને છે.

Here's how much Mukesh Ambani, Gautam Adani and other top billionaires  earned during India's massive slowdown | Business Insider India

અદાણીએ અંબાણીની સાથે સાથે દસ મહિનામાં બિલ ગેટ્સને પછાડ્યા
બ્લુમબર્ગ બિલ્યનેર ઇન્ડેક્સ મુજબ, આ વર્ષના શરૂના સાડાદસ મહિનામાં ગૌતમ અદાણીની સંપત્તિ 1.41 લાખ કરોડ રૂ. (19.1 અબજ ડોલર) વધી છે, એટલે કે અદાણીની સંપત્તિમાં રોજ સરેરાશ 449 કરોડ રૂપિયાની વૃદ્ધિ થઇ, જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિ 1.21 લાખ કરોડ રૂ. (16.4 અબજ ડોલર) વધી છે. મતલબ કે તેમની સંપત્તિમાં રોજ સરેરાશ 385 કરોડ રૂ. વૃદ્ધિ થઇ. બ્લુમબર્ગ બિલ્યનેર ઇન્ડેક્સ મુજબ, અદાણી સંપત્તિની વૃદ્ધિમાં વિશ્વમાં 9મા ક્રમે છે. આ ખૂબીમાં તેમણે વિશ્વના બીજા (બિલ ગેટ્સ), સાતમા (લેરી પેજ) અને નવમા (સ્ટીવ બાલ્મર) અબજપતિને પણ પછાડી દીધા છે.

Mukesh Ambani is richest Indian, Gautam Adani jumps 8 spots to No. 2 on  Forbes richest people in India list

જો કે, જેફ બેઝોસે પ્રથમ ક્રમાંક જાળવી રાખ્યો
અદાણીની કુલ સંપત્તિ 2.25 લાખ કરોડ રૂ. (30.4 અબજ ડોલર) છે. તેઓ ઇન્ડેક્સમાં 40મા ક્રમે છે, જ્યારે મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 1.21 લાખ કરોડ રૂ.ની વૃદ્ધિ સાથે 5.55 લાખ કરોડ રૂ. (75 અબજ ડોલર) થઇ ગઇ છે. ઇન્ડેક્સમાં તેઓ વિશ્વના 10મી સૌથી ધનિક વ્યક્તિ છે. આ વર્ષે વિશ્વમાં સૌથી વધુ સંપત્તિ ટેસ્લાના ઇલોન મસ્કની વધી છે. તેમની સંપત્તિ 7.03 લાખ કરોડ રૂ. (95 અબજ ડોલર) વધીને 9.10 લાખ કરોડ રૂ. (123 અબજ ડોલર) થઇ ગઇ છે. ઇન્ડેક્સમાં એમેઝોનના જેફ બેઝોસ 13.61 લાખ કરોડ રૂ. (184 અબજ ડોલર)ની સંપત્તિ સાથે પ્રથમ ક્રમે છે. નોંધનીય છે કે અદાણીએ 1988માં 32 વર્ષની ઉંમરે કોમોડિટી ટ્રેડર તરીકે શરૂઆત કરી હતી.

Marketing Mix of Adani Group – Adani Group Marketing Mix

આ ચાર શેરે-સ્ટોકે અદાણીની સંપત્તિ વધારી

અદાણીની સંપત્તિ તેમની કંપનીના ચાર શેરમાં જબરદસ્ત વૃદ્ધિને કારણે વધી છે. આ શેર છે અદાણી ગ્રીન એનર્જી, અદાણી એન્ટરપ્રાઇઝીસ, અદાણી ગેસ અને અદાણી ટ્રાન્સમિશન. દાણી ગ્રીનનો શેર 2020માં 1049% વધી ચૂક્યો છે. અદાણી ગેસ અને અદાણી એન્ટરપ્રાઇઝીસના શેર 103% અને 85%ની ઊંચાઈને સ્પર્શ્યા છે. ટ્રાન્સમિશન અને પોર્ટ્સ અનુક્રમે 38% અને 4% વધી ચૂક્યા છે. જોકે અદાણી પાવરમાં 38%નો ઘટાડો થયો છે.