નવી દિલ્હી: વન નેશન વન ઈલેક્શન કમિટીએ કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીનું રાજીનામું સ્વીકારી લીધું છે. અસલમાં જે દિવસે પેનલની રચના કરવામાં આવી હતી, ચૌધરીએ તેનો ભાગ બનવાનો ઇનકાર કરી દીધો હતો. ગૃહ પ્રધાન અમિત શાહને લખેલા તેમના પત્રમાં તેમણે કહ્યું હતું કે, “મને એવી સમિતિમાં સેવા આપવાનો ઇનકાર કરવામાં કોઈ ખચકાટ નથી કે જેના તારણોની ખાતરી આપવા માટે સંદર્ભની શરતો બનાવવામાં આવી છે.”
તે જ બેઠકમાં સમિતિને જાણ કરવામાં આવી હતી કે અગાઉ લીધેલા નિર્ણય મુજબ, ઉચ્ચ સ્તરીય સમિતિ એટલે કે HLCનું નામ હવે બદલીને ‘વન નેશન, વન ઇલેક્શન’ પર ઉચ્ચ સ્તરીય સમિતિ કરવામાં આવ્યું છે. સમિતિને એ પણ જણાવવામાં આવ્યું હતું કે 6 રાષ્ટ્રીય પક્ષો, 33 રાજ્ય પક્ષો અને 7 રજિસ્ટર્ડ અપ્રમાણિત પક્ષોને એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે તેમના સૂચનો આમંત્રિત કરવા માટે પત્રો મોકલવામાં આવ્યા છે.
સચિવ નિતેન ચંદ્રાએ સમિતિને જણાવ્યું કે વન નેશન વન ઈલેક્શન માટે ડેવલપ કરવામાં આવેલી વેબસાઈટ www.onoe.gov.in પણ લોન્ચ કરવામાં આવી છે. આ વિષય પર તમામ સંબંધિત માહિતીનો ભંડાર હોવા ઉપરાંત આ સાઇટ પરસ્પર ચર્ચા અને પરામર્શ માટે પણ મદદરૂપ થશે. સમિતિએ નાણાકીય વર્ષ 2023-24 માટે HLC બજેટને સર્વસંમતિથી મંજૂરી આપી હતી.
કાયદા પંચે સમિતિ સમક્ષ કરી હતી રજૂઆત
ભારતના કાયદા પંચે એક રાષ્ટ્ર, એક ચૂંટણીના મુદ્દા પર પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સાત સભ્યોની સમિતિ સમક્ષ પોતાનો અભિપ્રાય આપતા પ્રેઝન્ટેશન આપ્યું હતું. વન નેશન વન ઇલેક્શનની શક્યતાઓ તેમજ તેની સાથે સંકળાયેલા બંધારણીય, કાયદાકીય, વ્યવહારિક અને રાજકીય પડકારોની ચર્ચા કરીને તેનો રોડમેપ રજૂ કરવામાં આવ્યો હતો અને તેનો સામનો કરવાના ઉપાયો અને વિકલ્પોની ચર્ચા કરવામાં આવી હતી.
કાયદા પંચનું કામ પૂર્ણતાની આરે
લો કમિશનના ઉચ્ચ સ્થાને રહેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, કમિશને તેના મંતવ્યો અને વિકલ્પો સમિતિ સમક્ષ રજૂ કર્યા હતા. તેમજ સમિતિના તજજ્ઞોના પ્રશ્નોના જવાબો આપ્યા હતા. કમિશનના જણાવ્યા અનુસાર, ભવિષ્યમાં પણ જ્યારે પણ સમિતિની જરૂર પડશે ત્યારે યોગ્ય મદદ પૂરી પાડવામાં આવશે. કાયદા પંચે કહ્યું કે આ સાથે અમારું કામ પૂર્ણતા તરફ આગળ વધ્યું છે. અમે અમારું કાર્ય પૂર્ણ કર્યું છે. હવે ભવિષ્યમાં સમિતિ જે પણ મદદ માંગે છે તે પણ પૂરી કરીશું.
આ પણ વાંચો–અરૂણાચલમાં મળેલી હાર પછી ચીનની નવી અવળચંડાઇ; તસવીરોએ ખોલી નાંખી પોલ
આ પણ વાંચો- આંધ્રપ્રદેશમાં બન્ની પર્વ દરમિયાન અકસ્માત, બે લોકોના મોત,40 લોકો ઇજાગ્રસ્ત