શાળા પ્રવેશ/ RTE માં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ આ તારીખથી થશે શરૂ, ખાનગી શાળામાં 25 % ધોરણે પ્રવેશ ફરજીયાત

ગુજરાતમાં રાઇટ ટૂ એજ્યુકેશન મુજબ ખાનગી શાળામાં 25 ટકા બાળકોને ધોરણ-1 માં ફરજીયાત પ્રવેશ આપવાનો નિર્ણય કર્યો છે.

Gujarat Others
2 127 RTE માં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ આ તારીખથી થશે શરૂ, ખાનગી શાળામાં 25 % ધોરણે પ્રવેશ ફરજીયાત
  • 25 જૂનથી આરટીઇ પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ
  • ખાનગીશાળામાં 25 ટકા ધોરણે પ્રવેશ ફરજીયાત
  • ગરીબ બાળકોને અપાય છે પ્રવેશ
  • કોરોનાગ્રહણના કારણે બે વર્ષની પ્રવેશપ્રક્રિયમાં વિલંબ
  • 25 ટકા પ્રમાણે ઓનલાઇન પ્રવેશ કાર્યક્રમ જાહેર

ગુજરાતમાં રાઇટ ટૂ એજ્યુકેશન મુજબ ખાનગી શાળામાં 25 ટકા બાળકોને ધોરણ-1 માં ફરજીયાત પ્રવેશ આપવાનો નિર્ણય કર્યો છે. તદ્અનુસાર આગામી 25 જૂનથી આરટીઇ હેઠળનાં વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થશે.

ગુજરાતમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી નેતૃત્વની સરકારે ગરીબ પરિવારનાં બાળકો પણ ખાનગી શાળામાં અભ્યાસ કરી તેજસ્વી બની શકે એ હેતુથી આરટીઇ ( રાઇટ ટુ એજ્યુકેશન) કાયદાનો અમલ કર્યો છે. જે મુજબ ખાનગી શાળામાં ધોરણ-1-માં 25 ટકા પ્રવેશ ફરજીયાત આપવાનો હોય છે. કોરોના કારણ હાલ અન્ય વર્ગમાં ઓનલાઇન શિક્ષણકાર્ય શરૂ થયું છે. આજ દિન સુધી હજી આરટીઇ હેઠળ દોરણ-1-માં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ નથી. દરમિયાન હવે આગામી તારીખ-25-જૂન-થી આરટીઇ વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થશે. 25 જૂન થી 5 જુલાઇ સુધી ઓનલાઇન પ્રવેસ ફોર્મ ભરવાના રહેશે. પ્રવેશ ફોર્મની મુદત પૂર્ણ થયા બાદ ડીઇઓ અને ડીપીઇઓ કચેરી 6 થી 10 જુલાઇ સુધી ફોર્મ ચકાસણી કરશે. જેમાં પ્રવેશ આપવો અથવા ફોર્મ રદ કરવા સહિતની તાકીદ વિદ્યાર્થીના વાલીને કરવાની રહેશે. પ્રવેશ મેળવવા હેતુ વાલીએ રિસીવીંગ સેન્ટર પર જવાનું નથી. પરંતુ ઓનલાઇન માગવામાં આવેલા જન્મ-રહેઠાણ-જાતિ અને આવકના પ્રમાણપત્રો ડાઉનલોડ કરવાના રહેશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થી આરટીઇમાં પ્રવેશપાત્ર બની શકશે. કોરોનાગ્રહણના કારણે બે વર્ષથી આરટીઇ વિદ્યાર્થોની પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ થાય છે. ગતવર્ષે ઓગસ્ટમાં પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આ વર્ષે પણ વિલંબ થયો છે. જે સામાન્ય સંજોગો પ્રમાણે જૂનમાં પ્રક્રિયા પૂર્ણ કરવાની હોય છે. ગતવર્ષે આરટીઇ હેઠળ ગુજરાતની વિવિધ ખાનગી સંસ્થામાં 78 હજાર વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. આ વર્ષે કેટલાં વિદ્યાર્થઓ પ્રવેશ મેળવશે, તે જોવું રહેશે.

kalmukho str 9 RTE માં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ આ તારીખથી થશે શરૂ, ખાનગી શાળામાં 25 % ધોરણે પ્રવેશ ફરજીયાત