અહેવાલ/ તાલિબાનોએ કબજો કર્યા બાદ અફઘાનિસ્તાન ભૂખમરા અને બિમારીના ઝપેટમાં

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને શનિવારે એક નિવેદન જાહેર કર્યો છે તેમાં  અફઘાનિસ્તાનમાં સ્વાસ્થ્ય દેખરેખની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે

World
અહેવાલ તાલિબાનોએ કબજો કર્યા બાદ અફઘાનિસ્તાન ભૂખમરા અને બિમારીના ઝપેટમાં

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ દેશમાં દહેશત જોવા મળી રહી  છે. હજારો લોકો દરરોજ દેશ છોડવા માટે એરપોર્ટ પર આવી રહ્યાં છે. અફઘાનિસ્તાનમાં  સંકટ ઉભો થયો  છે. આંતરરાષ્ટ્રીય સંગઠનોએ અફઘાનિસ્તાનને લઈને ચેતવણી જાહેર કરી છે કે તાલિબાનના કબજા બાદ દેશમાં માનવીય સંકટોની સ્થિતિ નિર્માણ પામી છે  જેમાં સ્વાસ્થ્ય સિવાય અન્ય વસ્તુ પણ સામેલ છે. દેશના લોકો ભૂખમરો અને બીમારીની ઝપેટમાં છે, જેમાં 1 કરોડથી વધુ બાળકો અને મહિલાઓ સામેલ છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને શનિવારે એક નિવેદન જાહેર કર્યો છે તેમાં  અફઘાનિસ્તાનમાં સ્વાસ્થ્ય દેખરેખની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, અહીં અનેક લોકો સંઘર્ષને કારણે ભૂખ અને બીમારીની ઝપેટમાં છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે દેશની અડધી વસ્તીને માનવીય સહાયતાની જરૂર છે જેમાં 1 કરોડ બાળકો અને મહિલાઓ પણ સામેલ છે. રિપોર્ટ પ્રમાણે સંયુક્ત રાષ્ટ્ર એજન્સીના પ્રવક્તા તારિક જસારેવિકે એક નિવેદનમાં કહ્યું કે, અફઘાનિસ્તાનમાં હાલ દુષ્કારથી પહેલાથી વિકટ સ્થિતિ  બનવાની આશંકા છે. વધુમાં કહ્યું હતું કે  મહિલા સ્વાસ્થ્ય કર્મીઓ સુધી મહિલાઓની પહોંચ નક્કી કરવા પર ધ્યાન આપવાની સાથે દેશભરમાં કોઈપણ વિક્ષેપ વગર સ્વાસ્થ્ય સેવાઓ યથાવત રહેવી જરૂરી છે.

યૂનાઇટેડ કિંગડમે કહ્યું કે, તે તાલિબાનથી ભાગીને દેશ આવનાર અફઘાન શરણાર્થીઓને કોરોના વાયરસ બીમારી વિરુદ્ધ રસી લગાવશે. ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સ આવનાર અફઘાનિસ્તાનીઓને આવાસ અને સહાયતા પ્રદાન કરવા માટે ઇમરજન્સી ફંડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટમાં ઉલ્લેખ કરાયું છે  કે અત્યાર સુધી યૂકેએ આ ક્ષેત્રમાં માનવીય સહાયતાની પોતાની રકમને બમણી કરવાનો નિર્ણય લીધો છે અને એક નવા પુનર્વાસ કાર્યક્રમ હેઠળ લગભગ 20,000 નબળા અફઘાનોને ફરીથી વસાવવા ઈચ્છે છે.

સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજન્સી, યૂએનએચસીઆરે પણ દેશમાં જરૂરી માનવીય સહાયતા નક્કી કરવા માટે સતત સમર્થન આપવાનું નક્કી  કર્યું છે અને અફઘાનિસ્તાનની અંદર હાલ માનવીય જરૂરીયાતોમાં પોતાની ચિંતા વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્રની એજન્સીએ શુક્રવારે એક નિવેદનમાં કહ્યું કે, દેશમાં જમીની સ્તર પર સ્થિતિ ખુબ નાજુક બનેલી છે.