India-6G/ ભારતમાં 5G પછી હવે 6Gની તૈયારીઃ 100 પેટન્ટ હાંસલ કરી લેવાઈ

કેન્દ્રીય IT અને ટેલિકોમ મંત્રી India-6G અશ્વિની વૈષ્ણવે ગુરુવારે જણાવ્યું હતું કે ભારતમાં 6G ટેક્નોલોજી માટે 100 પેટન્ટ મેળવી લેવામાં આવી છે. પેટન્ટ લેનારાઓમાં વૈજ્ઞાનિકો, એન્જિનિયરો અને શિક્ષણ ક્ષેત્રના લોકોનો સમાવેશ થાય છે.

Top Stories Tech & Auto
India-6G
  • ભારત 2030 સુધીમાં 6G લોન્ચ કરી શકે
  • વિશ્વમાં સાઉથ કોરીયા સૌથી પહેલું 2028માં 6G લોન્ચ કરશે
  • 6Gમાં 5G કરતાં 100 ગણી વધુ ઝડપ હશે
  • 31 માર્ચ સુધીમાં 200 શહેરોમાં 5G હાંસલ કરવાના લક્ષ્યાંક સામે તે 400 શહેરોમાં પહોંચી ચૂક્યું
  • દસ વર્ષ પહેલા ભારતમાં 99 ટકા સ્માર્ટફોન આયાત થતા હતા, આજે 99 ટકા ફોન ભારતમાં બને છે

કેન્દ્રીય IT અને ટેલિકોમ મંત્રી India-6G અશ્વિની વૈષ્ણવે ગુરુવારે જણાવ્યું હતું કે ભારતમાં 6G ટેક્નોલોજી માટે 100 પેટન્ટ મેળવી લેવામાં આવી છે. પેટન્ટ લેનારાઓમાં વૈજ્ઞાનિકો, એન્જિનિયરો અને શિક્ષણ ક્ષેત્રના લોકોનો સમાવેશ થાય છે. પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત ભારત સ્ટાર્ટઅપ સમિટ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ આ વાત કહી હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે હાલમાં ભારત 5G ટેકનોલોજીમાં સૌથી વધુ અને સૌથી ઝડપી છલાંગ લગાવી રહ્યું છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ભારત 2030ની આસપાસ 6G ટેક્નોલોજી શરૂ કરી શકે છે.

આ દેશ 6G ટેક્નોલોજીમાં સૌથી આગળ છે
તમને જણાવી દઈએ કે દક્ષિણ કોરિયા India-6G આ સમયે 6G ટેક્નોલોજીની રેસમાં સૌથી આગળ છે. દક્ષિણ કોરિયા 2028 સુધીમાં 6G ટેક્નોલોજી લોન્ચ કરી શકે છે. જો આપણે 6G નેટવર્કમાં ઇન્ટરનેટ સ્પીડ વિશે વાત કરીએ તો તે 5G કરતા લગભગ 100 ગણી ઝડપી હશે.

5G નેટવર્ક 400 શહેરોમાં પહોંચ્યું છે
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, “ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર India-6G ઘણું જટિલ છે પરંતુ તેમ છતાં અમારા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો તેમજ શિક્ષણવિદો અત્યાર સુધીમાં 100 6G પેટન્ટ મેળવવામાં સફળ થયા છે. આ સાથે તેમણે એ પણ જણાવ્યું કે 31 માર્ચ, 2023 સુધીમાં દેશમાં લગભગ 200 શહેરો સુધી 5G સેવા પહોંચાડવાનું લક્ષ્ય હતું પરંતુ 5G નેટવર્ક લગભગ 400 શહેરોમાં શરૂ કરવામાં આવ્યું છે, જે નિર્ધારિત લક્ષ્ય કરતાં ઘણું આગળ છે. તેમણે કહ્યું કે ભારત ભવિષ્યમાં વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બિઝનેસમાં પણ તેના લીધે મોટાપાયા પર અને ધરમૂળથી ફેરફાર જોવા મળશે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જ્યારે કોઈ દેશને આટલા ઊંચા સ્થાન પર India-6G પહોંચવું હોય ત્યારે હજારો ફેરફાર કરવાની જરૂર હોય છે. તેમણે કહ્યું કે ગવર્નન્સ સિસ્ટમ, લોજિસ્ટિક્સ સિસ્ટમ અને બેંકિંગ સિસ્ટમ તેમજ પોતાના બિઝનેસની રીતમાં પરિવર્તન લાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો આપણે આ ક્ષેત્રોમાં અસરકારક ફેરફારો લાવી શકીએ, તો એવી કોઈ શક્તિ નથી કે જે આપણને $30 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બનવાથી રોકી શકે.

99 ટકા ફોન ભારતમાં જ બને છે.
આઈટી મંત્રીએ કહ્યું કે ભારતે મોબાઈલ અને સ્માર્ટફોનના ક્ષેત્રમાં India-6G મોટી છલાંગ લગાવી છે. લગભગ 10 વર્ષ પહેલા ભારતમાં 99 ટકા મોબાઈલ ફોન આયાત કરવામાં આવતા હતા, પરંતુ આજે લગભગ 99 ટકા ફોન અહીં બનાવવામાં આવે છે. ટેલિકોમ મંત્રીએ કહ્યું કે ભારતે પણ અમેરિકામાં ટેલિકોમ ઉત્પાદનોની નિકાસ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચોઃ ગુજરાત મુલાકાત/ ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે,જાણો કાર્યક્રમની રુપરેખા

આ પણ વાંચોઃ Corona Updet/ દેશમાં ફરી કોરોનાના કેસમાં ઉછાળો,109 દિવસ બાદ એક્ટિવ કેસ પાંચ હજારને પાર

આ પણ વાંચોઃ Electric Train/ મેઘાલયને મળી પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન, મુસાફરોની યાત્રા વધુ આરામદાયક રહેશે