Interesting/ 6 વર્ષ બાદ ધરતી પર મનુષ્યજીવનો થઇ જશે સંપૂર્ણ નાશ, ટાઇમ ટ્રાવેલરનો દાવો

આપણી પૃથ્વી પર સૌથી ચપળ જીવ માણસને કહેવાય છે. માણસે આ ધરતી પર પોતાની એક અલગ જ ઇમેજ ઉભી કરી છે.

Trending
Untitled 174 6 વર્ષ બાદ ધરતી પર મનુષ્યજીવનો થઇ જશે સંપૂર્ણ નાશ, ટાઇમ ટ્રાવેલરનો દાવો

આપણી પૃથ્વી પર સૌથી ચપળ જીવ માણસને કહેવાય છે. માણસે આ ધરતી પર પોતાની એક અલગ જ ઇમેજ ઉભી કરી છે. ત્યારે કહી શકાય કે આ પ્લેનેટનો સૌથી શક્તિશાળી જીવ હોય તો તે મનુષ્ય જ છે. પણ જો તમને જાણવા મળે કે, આ મનુષ્ય જીવનો આવતા 6 વર્ષમાં સંપૂર્ણ નાશ થઇ જશે તો?

Untitled 172 6 વર્ષ બાદ ધરતી પર મનુષ્યજીવનો થઇ જશે સંપૂર્ણ નાશ, ટાઇમ ટ્રાવેલરનો દાવો

રાજકારણ / રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે GNCTD બિલને આપી મંજૂરી, હવે દિલ્હીમાં LG જ ‘સરકાર’

જી હા, આવા જ એક સમાચાર હાલમાં ચર્ચાનો વિષય બની ગયા છે. આપને જણાવી દઇએ કે, તમે ઘણીવાર ટાઇમ ટ્રાવેલરની વાર્તાઓ સાંભળી હશે, તે કેટલી સાચી કેટલી ખોટી તે ઘણો મોટો સવાલ છે. આજે પણ ઘણા એવા લોકો છે કે જેઓ કહે છે કે તેઓ ટાઇમ ટ્રાવેલર છે. તેઓ ભૂતકાળ કે ભવિષ્યકાળમાંથી આવ્યા છે. તમે ટાઇમ ટ્રાવેલને માનો કે ના માનો પણ એવા ઘણા લોકો છે કે જેઓ દાવો કરે છે કે તે ટાઇમ ટ્રાવેલર છે. જે આ વાતને સાબિત કરવા માટે ઘણા પુરાવા પણ રજૂ કરતા હોય છે. ઘણી એવી વાતો પણ તેઓ કહેતા હોય છે કે જે સાંભળી સૌ કોઇ ચોંકી ઉઠે છે. ત્યારેે હાલમાં જ  એક યુરોપિયન ટાઇમ ટ્રાવેલરે એક વિચિત્ર દાવો કર્યો છે કે તે સમયથી આગળ જઇ શકે છે.

Untitled 171 6 વર્ષ બાદ ધરતી પર મનુષ્યજીવનો થઇ જશે સંપૂર્ણ નાશ, ટાઇમ ટ્રાવેલરનો દાવો

તખ્તાપલટનો પ્રકોપ / મ્યાનમારની સેનાની પ્રદર્શનકારીઓ વિરૂદ્ધ કરી સૌથી મોટી હિંસક કાર્યવાહી, 91નાં મોત,વ્યાપક નિંદા

માત્ર આટલુ જ નહી તેણે તે પણ દાવો કર્યો કે, તે હાલનાં સમયથી 6 વર્ષ આગળ જઇને આવ્યો છે અને તેેેણે તે સમયનાં અનુભવને પણ તેણે શેર કર્યો હતો. તેણે તે સમયનાં ફોટા પણ ખેંચ્યા હોવાનો દાવો કર્યો હતો. જે સાંભળીને જ તમે  ચોંકી જશો. તેણે આ તસવીરોને ઇન્ટરનેટ પર પણ શેર કર્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, આ યુવકનું નામ જેવિયર છે. આ યુવકનો દાવો છે કે તેણે ટાઇમ ટ્રાવેલ કર્યો છે અને તે જોયુ છે જેે કહેવુ આસાન નથી. જેવિયરે જગ્યાનું નામ સ્પેન દેશનાં વેલેન્સિયાનું આપ્યું છે. આ તસવીરોમાં, ખાલી શોપિંગ મોલ્સ, ખાલી બિલ્ડિંગો જ જોવા મળી રહી છે.

Untitled 173 6 વર્ષ બાદ ધરતી પર મનુષ્યજીવનો થઇ જશે સંપૂર્ણ નાશ, ટાઇમ ટ્રાવેલરનો દાવો

New Invention / હવે આવી ગયુ માત્ર નાકવાળું માસ્ક, આસાનીથી ખાઇ-પી શકશો

જેવિયરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા લોકોને જણાવ્યુ છે કે, આ એક એવી જગ્યા છે જ્યા જરૂરિયાતની દરેક ચીજ-વસ્તુઓ છે, માત્ર મનુષ્ય જ નથી. તેણે જણાવ્યું છે કે તેણે આવા ઘણા ફોટો શેર કર્યા છે જેમા સ્પષ્ટ થાય છે કે મનુષ્યનું અહી કોઇ અસ્તિત્વ જ રહ્યુ નથી. જેવિયર મુજબ વર્ષ 2027માં ઘર છે, વિજળી અને ઇન્ટરનેટ પણ છે, નથી તે માત્ર મનુષ્ય. આ ટાઇમ ટ્રાવેલરનાં મતે 2027 માં મનુષ્યજીવ નહી હોય, તેના કહેવા અનુસાર, હવે થોડા વર્ષોમાં મનુષ્યજીવ સાથે કઇંક એવુ થશે જેનાથી તેનુ અસ્તિત્વ જ ખતમ થઇ જશે. આપને જણાવી દઇએ કે, જેવિયરનાં ટિકિટકોક પર 1.2 મિલિયન ફોલોવર્સ છે. તેણે સોશિયલ મીડિયા પર ઘણી ક્લિપ્સ અપલોડ કરી છે અને કહ્યું છે કે, મનુષ્ય દ્વારા જરૂરી બધી વસ્તુઓ આ સ્થાન પર હાજર છે. પરંતુ માણસો જ નથી.

Untitled 170 6 વર્ષ બાદ ધરતી પર મનુષ્યજીવનો થઇ જશે સંપૂર્ણ નાશ, ટાઇમ ટ્રાવેલરનો દાવો

OMG! / મહિલાને હતી કફની સમસ્યા, તપાસ કરી તો ફેંફસામાંથી નિકળ્યું કોન્ડોમ

તેણે દાવો કર્યો છે કે, તે અમુક સમયમાં પૃથ્વી પરથી માણસોના ગાયબ થવા પાછળની વાર્તા કહેશે. તેનો દાવો છે કે તે હજી પણ વર્ષ 2027 માં હાજર છે અને તેણે પોતાના દાવાઓના પુરાવા માટે ઘણા વીડિયો અપલોડ કર્યા છે. જો કે, કોરોના રોગચાળાનાં યુગમાં, તે તેની કાલ્પનિક કલ્પના પણ હોઈ શકે છે, કારણ કે લોકડાઉનને કારણે હાલનાં યુગમાં વિશ્વનાં ઘણા શહેરોમાં પરિસ્થિતિ સમાન છે. ત્યારે આ અપલોડ કરેલા ફોટા પણ તે સમયનાં હોઇ શકે છે જ્યારે વિશ્વનાં મોટા ભાગનાં દેશોમાં લોકડાઉન હતુ. જે દરમિયાન બધુ જ હતુ વિજળી, ઇન્ટરનેટ દરેક ચીજ વસ્તુઓ. હવે તેની વાતમાં કેટલો દમ છે તે આવતા વર્ષ(2027) માં ખ્યાલ આવી જ જશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ