Not Set/ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા બાદ લદ્દાખમાં ભાજપનાં સાંસદ જામ્યાંગે નૃત્ય કરી મનાવ્યો આઝાદીનો પર્વ

દેશ આજે 73 મો સ્વતંત્રતા દિવસ ખૂબ ધામ ધૂમથી ઉજવી રહ્યો છે. લોકો દેશભક્તિમાં ડૂબી ગયા છે અને એકબીજાને સ્વતંત્રતાની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. આજે સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાથી દેશવાસીઓને સંબોધન કર્યું હતું અને તેમને સ્વતંત્રતા અને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી હતી. આ સાથે દેશનાં જુદા જુદા ભાગોથી આઝાદીની ઉજવણીમાં ડૂબી ગયેલા નાગરિકોનાં […]

India

દેશ આજે 73 મો સ્વતંત્રતા દિવસ ખૂબ ધામ ધૂમથી ઉજવી રહ્યો છે. લોકો દેશભક્તિમાં ડૂબી ગયા છે અને એકબીજાને સ્વતંત્રતાની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. આજે સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાથી દેશવાસીઓને સંબોધન કર્યું હતું અને તેમને સ્વતંત્રતા અને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી હતી. આ સાથે દેશનાં જુદા જુદા ભાગોથી આઝાદીની ઉજવણીમાં ડૂબી ગયેલા નાગરિકોનાં ફોટા અને વીડિયો બહાર આવ્યા છે. લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની અને કલમ 370 નાબૂદ કરવાનો ઉત્સાહ ત્યાંના લોકોમાં જોવા મળી રહ્યો છે. લદ્દાખનાં ભાજપનાં સાંસદ જામ્યાંગ સેરિંગ નામગ્યાલે ગુરુવારે લેહમાં તેમના પરંપરાગત નૃત્ય સાથે સ્વતંત્રતાની ઉજવણી કરી હતી.

નામગ્યાલ લદ્દાખનાં ભાજપનાં યુવા સાંસદ છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યા પછી, તેમણે લોકસભામાં એક ભાષણ આપ્યું હતું, ત્યારબાદ તે ચર્ચામાં આવ્યા હતા. નામગ્યાલનાં આ ભાષણને ઘણો પસંદ કરવામાં આવ્યો. ની લોકપ્રિયતા પણ એટલી વધી ગઈ કે ટ્વિટર પર તેમના ફોલોઅર્સની સંખ્યા અનેક ગણી થઇ ગઈ. જામ્યાંગે લદ્દાખમાં એક અઠવાડિયા લાંબી ‘લિટલ તિબેટ ફિલ્મ ફેસ્ટિવલ’નું ઉદ્ઘાટન પણ કર્યું છે. મહોત્સવમાં લદ્દાખની સમૃદ્ધ પરંપરા અને સંસ્કૃતિ દર્શાવતી ફિલ્મો રજૂ કરવામાં આવશે.

કલમ 370 હટાવવાનાં નિર્ણય અંગે લોકસભામાં જામ્યાંગનાં ભાષણને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે અત્યાર સુધીની સરકારો લદ્દાખ અને તેના નાગરિકો સાથે ભેદભાવ કર્યો છે. તેમણે કહ્યું કે, લદ્દાખનાં લોકો છેલ્લા 71 વર્ષોથી કેન્દ્રશાસિત પ્રદેશોની સ્થિતિ માટે લડ્યા અને તેમનો સંઘર્ષ આજે પૂર્ણ થયો છે. સાંસદે કહ્યું કે, લદ્દાખની જનતા ભારતનો અભિન્ન ભાગ બનવા માંગે છે. ભાજપનાં સાંસદે કહ્યું કે, 1948 માં તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુને અરજી કરવામાં આવી હતી અને માંગ કરવામાં આવી હતી કે, લદ્દાખને કાશ્મીરનો ભાગ ન બનાવવો જોઇએ પરંતુ તેમની માંગણી સાંભળવામા ન આવી. તેમણે કહ્યું, ‘અમારું વિકાસ, આપણી રાજકીય આકાંક્ષાઓ, આપણી ઓળખ, આપણી ભાષા, કાશ્મીર અને કલમ 370 હેઠળ હોવાને કારણે ઘૂમ થઇ ગઈ. જે માટે કોંગ્રેસ પાર્ટી જવાબદાર છે.

તેમણે કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરનાં પ્રાદેશિક પક્ષો કાશ્મીર માટે લોકશાહી અને સમાનતાની માંગ કરી રહ્યા છે પરંતુ તેઓ લદ્દાખને આ ચીજો આપવા માંગતા નથી. જામ્યાંગનું આ ભાષણ વડા પ્રધાન મોદીને પણ ગમ્યું અને તેમણે તેમના ભાષણનો વીડિયો શેર કરીને આ યુવાન સાંસદની પ્રશંસા કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.