નવી દિલ્હી/ સાંસદ છીનવાયા બાદ રાહુલ ગાંધીએ ટ્વિટરનો બદલ્યો બાયો, લખ્યું- Dis’Qualified MP

કેરળની વાયનાડ બેઠક પરથી લોકસભાના સભ્ય, રાહુલ ગાંધીને શુક્રવારે 2019ના માનહાનિના કેસમાં સુરતની અદાલતે બે વર્ષની જેલની સજા ફટકારવાના પગલે લોકસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.

Top Stories India
રાહુલ

રાહુલ ગાંધીને સુરતની કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા બાદ અને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવ્યા બાદ તેઓ લોકસભાની સદસ્યતા ગુમાવી ચૂક્યા છે. કોંગ્રેસ પાર્ટી આને લોકશાહીની હત્યા ગણાવી દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ સાંસદે ટ્વિટર પર પોતાનો બાયો બદલ્યો છે. પોતાને કોંગ્રેસ પાર્ટીના સભ્ય ગણાવતા, તેમણે પોતાને Dis’Qualified  સાંસદ જાહેર કર્યા છે.

કેરળની વાયનાડ બેઠક પરથી લોકસભાના સભ્ય, રાહુલ ગાંધીને શુક્રવારે 2019ના માનહાનિના કેસમાં સુરતની અદાલતે બે વર્ષની જેલની સજા ફટકારવાના પગલે લોકસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. લોકસભા સચિવાલય દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે તેમનો અયોગ્યતાનો આદેશ 23 માર્ચથી લાગુ થશે. ઉલ્લેખનીય છે કે સુરતની એક કોર્ટે ‘મોદી સરનેમ’ અંગેની ટિપ્પણી અંગે આ નિર્ણય આપ્યો હતો.

કોંગ્રેસે રવિવારે પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને લોકસભામાંથી ગેરલાયક ઠેરવવાના વિરોધમાં તમામ રાજ્ય અને જિલ્લા મુખ્યાલયોમાં મહાત્મા ગાંધીની પ્રતિમાઓ સામે એક દિવસીય સત્યાગ્રહની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો:જાણો, ક્યાં ખુલ્યું પ્રથમ ટ્રાન્સજેન્ડર સલૂન, તાલીમ સાથે નોકરી પણ છે ઉપલબ્ધ

આ પણ વાંચો:વડાપ્રધાન મોદી આજે કરશે ‘મન કી બાત’, વર્ષનું ત્રીજું સંબોધન

આ પણ વાંચો: ઈસરોએ એક સાથે લોન્ચ કર્યા 36 સેટેલાઈટ, બ્રિટન, અમેરિકા, જાપાન સહિત 6 દેશોની કંપનીઓ સામેલ

આ પણ વાંચો:ભૂકંપના આંચકાથી બિકાનેરની ધરતી ધ્રુજી, રિક્ટર સ્કેલ પર રહી આટલી તીવ્રતા

આ પણ વાંચો:અમૃતપાલના સમર્થકની ધમકી,પ્રગતિ મેદાન પર કબજો કરીને ખાલિસ્તાની ઝંડો ફરકાવશે,પોલીસ એલર્ટ