Not Set/ ૧૧ વર્ષ બાદ ભારતને T-20 સીરીઝમાં હરાવી કાંગારુઓએ રચ્યો ઈતિહાસ

બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડીયમમાં રમાયેલ બીજી અને નિર્ણાયક T-20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 7 વિકેટે હરાવી 2-0 થી સીરીઝ પોતાના નામે કરી લીધી હતી. કાંગારું ટીમેં ભારતના વિશાખાપટ્ટનમમાં રમાયેલ પ્રથમ T-20 મેચમાં 3 વિકેટથી જીત મેળવી હતી. આ બાદ બેંગ્લોરમાં રમાયેલ નિર્ણાયક T-20 મેચમાં ભારતને 7 વિકેટે હરાવી T-20 સીરીઝ જીતી લીધી હતી. જણાવી દઈએ કે, […]

Trending Sports
australia t20 759 ૧૧ વર્ષ બાદ ભારતને T-20 સીરીઝમાં હરાવી કાંગારુઓએ રચ્યો ઈતિહાસ

બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડીયમમાં રમાયેલ બીજી અને નિર્ણાયક T-20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 7 વિકેટે હરાવી 2-0 થી સીરીઝ પોતાના નામે કરી લીધી હતી. કાંગારું ટીમેં ભારતના વિશાખાપટ્ટનમમાં રમાયેલ પ્રથમ T-20 મેચમાં 3 વિકેટથી જીત મેળવી હતી. આ બાદ બેંગ્લોરમાં રમાયેલ નિર્ણાયક T-20 મેચમાં ભારતને 7 વિકેટે હરાવી T-20 સીરીઝ જીતી લીધી હતી.

જણાવી દઈએ કે, ભારત છેલ્લી વખત પોતાની ધરતી પર T-20 સીરીઝ 4 વર્ષ પહેલા હારી હતી. 2015 માં સાઉથ આફ્રિકાએ ભારતને 3 મેચની T-20 સીરીઝમાં 2-0 હાર આપી હતી. આ સિવાય ઓસ્ટ્રેલિયાએ 11 વર્ષ બાદ ભારત ને કોઈ બીલેટરલ T-20 સીરીઝમાં હાર આપી છે. કાંગારું ટીમ છેલ્લી વખત ભારતને 2008 ઓસ્ટ્રેલિયામાં યોજાયેલ 1 મેચની T-20 સીરીઝમાં 1-0 થી પરાજય આપ્યો હતો.

બંને દેશો વચ્ચે કુલ 8 બિલેટરલ T-20 સીરીઝમાં ઓસ્ટ્રેલિયાની આ બીજી T-20 સીરીઝ જીત્યું છે. જયારે 8 બિલેટરલ T-20 સીરીઝમાં ભારતે 3 T-20 સીરીઝ જીતી ચુક્યું છે. ત્યારે 3 સીરીઝ ડ્રો રહી છે.

ગ્લેન મેકસવેલની તોફાની 113* રન ઇનિંગની મદદથી ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું. મેકસવેલ સિવાય શોર્ટે 40 રન બનાવ્યા હતા. ભારત તરફથી વિજય શંકરે 2 અને સિદ્ધાર્થ કૌલે 1 વિકેટ મેળવી હતી.

આ પહેલા કેપ્ટન કોહલીની આકર્ષક અડધી સદી અને એમ.એસ.ધોની સાથે તેની 100 રનની પાર્ટનરશીપ મદદથી ભારતે 190 રનનો જંગી સ્કોર કર્યો હતો. ભારત માટે કેપ્ટન કોહલીએ સૌથી વધુ અણનમ 72 રન બનાવ્યા જયારે ઓપનીંગ બેટ્સમેન કેએલ રાહુલે 47 રનની ઇનિગ રમી હતી. આ સિવાય એમ.એસ.ધોનીએ પણ 23 બોલમાં 40 રનોની તોફાની બેટિંગ કરી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી જેસન બેહરેનડોર્ફ, નાથન કુલ્ટર નાઇલ, પેટ ક્મીંસ અને શોર્ટે 1-1 વિકેટ ઝડપી હતી